Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Ashvin Kalsariya

Thriller Drama

3  

Ashvin Kalsariya

Thriller Drama

કિંગ પાવર ઓફ એમ્પાયર - 33

કિંગ પાવર ઓફ એમ્પાયર - 33

5 mins
522


( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિને મનાવીને તેની બર્થડે પાર્ટી મા જવાનું ઇન્વિટેશન મેળવી લે છે અને કાનજીભાઈ પટેલને મળવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થશે એની તેને ખુશી થાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ બુલેટના સેલથી ઘણી બધી માહિતી મળી જાય છે અને હવે તે એનાં ખાસ ખબરી ને કામ પર લગાડે છે અને બીજી કેટલીક માહિતી મેળવવા પ્રયાસ કરે છે, શું થશે આગળ ચાલો જાણીએ) 


શૌર્ય કૉફી શોપ પરથી નીકળીને ઘરે પહોંચે છે તે અંદર જાય છે ત્યાં 

S.P. અને અર્જુન તેની રાહ જોતાં બેઠા હોય છે, શૌર્ય ને અંદર આવતો જોઈ ને S.P. એ કહ્યું., “સર કયાં હતાં તમે? ”

“કૉફી શોપ પર ગયો હતો ” શૌર્ય એ બેસતાં કહ્યું. 

“સર અમને કહેવું તો હતું અમે પણ સાથે આવત તમારી ” S.P. એ કહ્યું. 

“અરે S.P. એમાં ટેન્શનની કોઈ વાત નહીં, પ્રીતિ, શ્રેયા અને અક્ષય સાથે હતો અને પ્રીતિના બર્થડે મા જવાનું છે બસ એજ કામ હતું .” શૌર્ય એ કહ્યું. 


“ઓહહ મતલબ ઇન્વિટેશન મળી ગયું ” અર્જુન એ કહ્યું. 

“હા ” શૌર્ય એ કહ્યું. 

“સર જલ્દી તૈયાર થાવ હવે કંપની પર જવાનું છે ” S.P. એ કહ્યું. 

“પણ અત્યારે ” શૌર્ય એ કહ્યું. 

“તો કયારે જવું છે સર? ” અર્જુન એ કહ્યું. 

“એક કામ કરો કાલ સવારમાં જશું અત્યારે જશું તો બહુ ટાઈમ નીકળી જશે ” શૌર્ય એ કહ્યું. 

“તમારી વાત પણ સાચી છે ” S.P. એ કહ્યું. 

“કંપની મા બધું બરાબર છે ” શૌર્ય એ કહ્યું. 

“હા સર, બધું તૈયાર છે અને બીજી એક વાત કે મોટા ભાગની કંપનીઓ આપણા સાથે કામ કરવા તૈયાર છે અને તેણે એગ્રીમેન્ટ પણ આપી દીધા છે, બસ બધાં તમને મળવા માંગે છે ” S.P. એ કહ્યું. 

“જરૂર સમય આવતાં હું બધાં ને મળીશ ” શૌર્ય એ સ્મિત આપતાં કહ્યું. 

“સર જે જમીન માટે તમે કહ્યું. હતું એના એગ્રીમેન્ટ તૈયાર છે બસ એક પ્રોબ્લેમ છે ” અર્જુન એ કહ્યું. 

“પ્રોબ્લેમ.... શું પ્રોબ્લેમ છે? ” શૌર્ય એ કહ્યું. 

“સર એ જમીન ખેડૂતોની છે અને તે લોકો એ આપવા તૈયાર નથી તેનું કહેવું છે કે તેની જમીન કયારેય પણ તે બિઝનેસમેનને નહીં આપે તે તેનાં પર ફેકટરી બનાવી ને બધું દૂષિત કરી નાખે છે ” અર્જુન એ કહ્યું. 


“ઠીક છે S.P. ગાડી કાઢો હું અત્યારે જ એ બધા ખેડૂતોને મળીશ ” શૌર્ય એ કહ્યું. 

“સર પણ એ જમીન શહેરથી બહુ દૂર છે ત્યાં પહોંચતા ટાઈમ લાગશે ”S.P. એ કહ્યું. 

“ઓકે તો હેલીકોપ્ટર તૈયાર કરો એમાં તો ટાઈમ નહીં લાગે. ” શૌર્ય એ કહ્યું. 

“સર પણ અત્યારે જવું જરૂરી છે ?” S.P. એ કહ્યું. 

“હા કારણ કે સમય પર જો એ લોકો ને નહીં સમજાવયા તો બીજું કોઈ જબરદસ્તી એની જમીનો પર કબજો કરી લેશે એટલે અત્યારે જ જવાનું છે ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું. 

“ઓકે સર હું ફોન કરીને જાણ કરું છું બધી વ્યવસ્થા થઈ જશે ” S.P. એ કહ્યું. 


મુંબઈ શહેરથી 80 કિ.મી. દૂર હતું એક ગામ વિલાસપુર અને વિલાસપુરથી શૌર્યની કંપની માત્ર 20 કિ.મી. જ દૂર હતી, શૌર્ય એ કંપની શહેરથી ખૂબ દૂર બનાવી હતી એટલી સરળતાથી કોઈની નજર ના પડે, વિલાસપુર વિશાળ ગામ હતું અને ત્યાં રહેતાં લોકોનો એક જ વ્યવસાય હતો અને તે હતો ખેતી. ઘણાં બિઝનેસમેન એ ગામની જમીન ખરીદવાનો પ્રયત્ન કરતાં હતાં પણ ત્યાં ના લોકોના સંપને કારણે કોઈ તેનું મનોબળ તોડી શકયું ન હતું, ત્યાં બધાની નજર એ માટે હતી કારણ કે તે વિશાળ ગામ હતું અને તેની પાસેથી નદી પણ વહેતી હતી એટલે કોઈ પણ કંપનીને પાણીની જરૂરિયાત સરળતાથી પુર્ણ થઈ શકે તેમ હતી અને ત્યાંની ફેકટરીમાંથી નીકળતા કચરાનો સરળતાથી નિકાલ પણ કરી શકાય તેમ હતો અને સૌથી મોટો ફાયદો હતો ત્યાંના લોકો કારણ કે તેને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય ન આવડતો હોવાથી જમીન તેના હાથમાંથી જતાં ના છૂટકે તેને તે ફેકટરીઓમાં મજૂર તરીકે કામ કરવું પડે એટલે મજૂરનું પણ ટેન્શન ન હતું આ કારણથી લોકોએ જમીનનો વધારે ભાવ આપવા પણ તૈયાર હતાં. 


વિલાસપુરનું પણ એક અતિત હતું, જે જમીન પર એ ગામ બન્યું તે એક ટ્રસ્ટના માલિકે વર્ષો પહેલાં દાનમાં આપી અને આજે એ જ ટ્રસ્ટના નવા માલિક ને આ વાતની જાણ થઈ એટલે તેણે નક્કી કર્યું કે તે આ જમીનને કોઈ મોટી કંપનીને વેચી ને કરોડો રૂપિયા મેળવી લેશે, આમ પણ કાયદાકીય રીતે આ જમીન ટ્રસ્ટના નામ પર હતી એટલે કોઈ પ્રોબ્લેમ પણ ન હતી, જયારે ગામના લોકોને એ ખબર પડી એટલે તેમના માટે મુસીબત ઉભી થઇ ગઇ, તેણે વિરોધ કર્યો પણ તેનો કોઈ ફાયદો ન હતો, કારણ કે કાયદાકીય રીતે એ જમીન પર એમનો કોઈ હક ન હતો, હવે તેમણે ન છૂટકે એ જમીન અને ગામ છોડવું પડે એમ હતું, પણ શૌર્ય ને આ વાતની ખબર પડી તેને પણ એ જમીન જોઇતી હતી, તે ધારે તો ટ્રસ્ટના માલિકને માંગે એટલા પૈસા આપીને જમીન મેળવી શકે એમ હતો પણ તેનાં મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. 


ટ્રસ્ટનો માલિક જયદેવ પવાર એ જમીનની હરાજી કરવા માંગતો હતો કારણ કે એમ કરવાથી વધારે પૈસા તેને મળી શકે, ગામનાં લોકો ગામ છોડવા તૈયાર ન હતા, શૌર્યની કંપની એ આપેલી ઓફર ને પણ અવગણી નાખી અને ત્યારબાદ પવાર આવ્યો તેણે જમીનની હરાજીનું એલાન કરી દીધું, હવે એ લોકોને ગામ પણ છોડવાનું હતું અને તેનાં હાથમાં એક પણ પાઈ આવવાની ન હતી. 


શૌર્યની આસપાસના ઘણાં વિસ્તારમાં હેલીપેડ હતાં અને વિલાસપુરના સૌથી નજીકના હેલીપેડ પર શૌર્યનું હેલીકોપ્ટર લેન્ડ થયું,નીચે ઉતરતા જ ચાર ગાડી ત્યાં પડી હતી, કાળાં કલરનાં સુટમાં કેટલાક લોકો ત્યાં ઉભા હતાં, શૌર્ય ના આવતાં જ તે બધાં તેની પાસે પહોંચી ગયાં, તેમાંથી એક એ કહ્યું., “વેલકમ સર ”

“સર તમારી કાર તૈયાર છે ” બીજ એક વ્યક્તિ એ કહ્યું. 

“ઓકે ” શૌર્ય એ કહ્યું. 

તે બધાં ગાડી તરફ પહોંચ્યા, બધાં કારમાં બેસવા જતાં હતાં ત્યાં જ શૌર્ય એ તેનાં રોકયાં અને કહ્યું., “એક મિનિટ, તમે બધા અહીંથી કંપની પર જાવ, હું,S.P. અને અર્જુન જ ગામમાં જઇશું ”


“ઓકે સર ” આટલું કહીને બાકીની ત્રણ કાર જતી રહી, શૌર્ય, S.P. અને અર્જુન ગાડીમાં બેસી ગયા અને વિલાસપુર તરફ નીકળી ગયા, અર્જુનને શૌર્યનું આમ કરવાનો અર્થ સમજાયો નહીં પણ તેણે શૌર્ય ને એ વિશે પૂછવાનું ટાળ્યું. 


શૌર્ય વિલાસપુર તરફ જઈ રહ્યો હતો, આજે તે લોકો મુસીબતમા હતા પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હતો, શું શૌર્ય તેમના માટે કોઈ આશાનું કિરણ લઈ ને જશે કે પછી તે એ લોકોની જમીન જયદેવ પવાર પાસેથી ખરીદી ને તેને પોતાના ગુલામ બનાવશે, આ એક નવો વળાંક છે આ સ્ટોરી નો અને શૌર્યના કિંગ તરીકેનો એક નવો અધ્યાય જે હવે ઘણાં નવા કિસ્સા લઈને આવવાનો છે આ સ્ટોરીમાં, હજી દિગ્વિજય સિંહ ને પણ ખબરી પાસેથી ખબર મળવાની હતી, પ્રીતિ ના બર્થડે મા પણ કંઈ નવું થશે અને આખરે એ ફંકશન કે જેમાં શૌર્ય દુનિયાની સામે આવીને એક રહસ્ય ઉજાગર કરવાનો હતો.


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller