The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ashvin Kalsariya

Drama Thriller

3  

Ashvin Kalsariya

Drama Thriller

કિંગ- પાવર ઓફ એમ્પાયર - 21

કિંગ- પાવર ઓફ એમ્પાયર - 21

5 mins
570



( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પાવલે તેની સામે હોશિયારી બતાવે છે, S.P. ચીફ મિનિસ્ટર ને ફોન કરે છે અને શૌર્ય ને બહાર લાવે છે, શૌર્ય ની આટલી ઉંચી પહોંચ જોઈ ને પાવલે તેની સામે કગરવા લાગે છે, શૌર્ય તેને મોત આપશે કે એ તો હવે સમય જ બતાવશે) 


“પાવલે હું તને નહીં મારું પણ.... ” શૌર્ય એ કહ્યું.

“પણ શું સર? ” પાવલે ધ્રુજતાં કહ્યું.

“હું તને બે વિકલ્પ આપું છું એક તને જીંદગી આપશે અને એક મોત ” શૌર્ય એ કહ્યું .

“સર મને બક્ષી દ્યો મારે મરવું નથી ” પાવલે ઘૂંટણ પર બેસીને હાથ જોડીને જીંદગીની ભીખ માંગવા લાગ્યો.

“અરે.... અરે.... પાવલે સાહેબ બહુ ઉતાવળ ન કરો કયારેક મોત પણ જીંદગી કરતાં બહેતર હોય છે ” શૌર્ય એ કહ્યું ..

“હું કંઈ સમજયો નહીં ” પાવલે એ આશ્ચર્ય ના ભાવ સાથે કહ્યું.

“કાગળ અને પેન તો છે ને તમારી પાસે? ” શૌર્ય એ કહ્યું.

“હા સર છે ” પાવલે એ કહ્યું.

“હા તો ઠીક છે હું કહું તેમ લખતાં જાવ ” શૌર્ય એ કહ્યું.

“ઓકે સર ” પાવલે એ કહ્યું.


તેણે ટેબલ પર પડેલા કાગળ અને પેન લઇને તૈયાર થઈ ગયો અને તેના બોલવાની રાહ જોવા લાગ્યો.

“પાવલે જ્યાં સુધી હું તને ના કહું ત્યાં સુધી તું અટકતો નહીં ” શૌર્ય એ કહ્યું.

“ઓકે સર ” પાવલે એ કહ્યું.

તો લખો, “હું ઈન્સ્પેકટર પાવલે, મે આજ સુધી ઘણાં ગુનેગારો પાસેથી પૈસા લઈને તેમને બેગુનાહ સાબિત કર્યા છે, પૈસા માટે મે ઘણાં માસુમ લોકો પર ખોટાં કેસ ચલાવ્યા છે, મે કેટલાય બેગુનાહ લોકોને ગુનેગાર કરવા મજબૂર કર્યા છે, હું લોકોનો નહીં પણ પૈસાનો ગુલામ બની ગયો છું, હું આ પોલીસ યુનિફોર્મને લાયક નથી એટલે પોતાની ભૂલ સુધારવા હું આત્મહત્યા કરું છું. ”


આત્મહત્યા સાંભળતા જ પાવલે લખવાનું અટકાવી દિધું અને શૌર્ય સામે જોયું, “મે પહેલાં જ કહ્યું હતું પાવલે લખવાનું બંધ ન કરતો ” શૌર્ય એ કહ્યું.

તેણે શોર્ય ના કહ્યા પ્રમાણે લખી ને નીચે સિગ્નેચર કરી ને તે કાગળ શૌર્ય ને આપ્યું અને શૌર્ય એ તે વાંચી ને તે કાગળ ટેબલ પર મૂકયું અને તેનાં પર પેપરવેટ મૂકયું. 


“આ હતો પહેલો રસ્તો, હવે સાંભળ હું તને મારી અને કોઈ ને મારવા પણ નહીં દવ, તને જીંદગી આપી પણ આ જીંદગી નરકથી પણ ખરાબ હશે ના તો તું આરામથી જીવી શકી કે ના તો મરી શકીશ, ક્ષણે ક્ષણે તું મોત ની ભીખ માંગે તો પણ તને એ નસીબ નહીં થાય, આ છે બીજો રસ્તો ” શૌર્ય એ કહ્યું.


“પ્લીઝ મને માફ કરી દ્યો ” પાવલે એ કહ્યું.

“પાવલે મે તને બે રસ્તા આપ્યા છે એક આસાન મોત અને બીજો દર્દ ભરી જીંદગી ચોઇસ ઇસ યોર્સ, પસંદગી તારી છે તારે શાંતિ થી મરવું છે કે પછી.... ” શૌર્ય એ કહ્યું.


 શૌર્ય આટલું કહીને ઉભો થઈ ગયો, તેનાં ઉભા થવાની સાથે જ S.P. અને અર્જુન પણ ઉભા થઈ ગયા, શૌર્ય બહારની તરફ આગળ વધ્યો અને તેની એક બાજુ S.P. અને બીજી બાજુ અર્જુન અને તે બંને ની પાછળ બાકીના બોડીગાર્ડ હાથમાં ગન લઈ ને શૌર્ય ની પાછળ જવા લાગ્યા, શૌર્ય દરવાજા પાસે પહોચ્યો અને ઉભો રહી ગયો, તે થોડો ત્રાસો થયો અને ઘૂંટણિયે બેસેલા પાવલે ને કહ્યું, “પાવલે મે તને કહ્યું હતું રાત્રે બાર વાગશે તે પહેલાં હું જેલમાંથી બહાર આવી જઈશ અને હજી બાર વાગ્વામાં સમય છે એટલે આને મારી ગીધડ ધમકી સમજવાની ભૂલ ન કરતો ” આટલું કહીને શૌર્ય ત્યાં થી નીકળી ગયો. 


પાવલે હવે મુશ્કેલી મા હતો એક તરફ કુવો અને બીજી તરફ ખાઈ હતી, કંઈ બાજુ જવું તેને સમજાતું ન હતું , જેને તે મામુલી હરણ સમજતો એ જ ડાલામથો સાવજ નીકળ્યો, જે હવે તેનો શિકાર કરવાનો હતો, પાવલે માટે નિર્ણય કરવો મુશ્કેલ બની ગયો હતો. 


S.P. કાર ચલાવી રહ્યો હતો અને અર્જુન તેની બાજુમાં બેઠો હતો, શૌર્ય પાછળની સીટ પર બેઠો હતો અને કેન્ડી ક્રશ રમી રહ્યો હતો,

“સર પાવલે ને જીવતો છોડી ને કોઈ ભૂલ તો નથી કરી ને? ” S.P.એ કાર ચલાવતા કહ્યું .


“જો તેને માર્યા હોત તો એ આપણી ભૂલ હોત ” શૌર્ય એ ગેમ રમતાં કહ્યું .

“મતલબ? ” અર્જુન એ કહ્યું.

“મતલબ એ કે પાવલે ભલે ગમે તેવો હરામી હોય પણ છે એક પોલીસ ઇન્સ્પેક્ટર જ ને, તેનાં શરીર પર એ યુનિફોર્મ છે આપણે તેની ઈજ્જત કરવાની છે એ વ્યક્તિની નહીં અને S.P. - અર્જુન એક વાત હમેશાં યાદ રાખજો - "રિસ્પેક્ટ ધ ચેર નોટ પર્સન ” શૌર્ય એ ફોન બાજુ મા મૂકતાં કહ્યું .

“પણ સર એ કાલ સુધીમાં ભાગી ગયો તો? ” S.P. એ કહ્યું.

“ચિંતા ના કર S.P. ભાગી ને જશે પણ કયાં સુધી કાનૂન કરતાં કિંગના હાથ વધુ લાંબા છે ” શૌર્ય એ કહ્યું.


આ તરફ શૌર્ય આરામથી પોતાના કામ પૂર્ણ કરી રહ્યો હતો તો બીજી તરફ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ લાલ ડાયરી અને હુસેનના કેસમાં અટવાય ચૂક્યો હતો, એક તરફ લાલ ડાયરીની માહિતી કેટલાંક અંશે સાચી છે એ તે જાણી શકતો ન હતો અને બીજી તરફ હુસેનનો કેસ છોડવા તે પોતે તૈયાર ન હતો કારણ કે એ તેનો પહેલો કેસ હતો. 


ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ અત્યારે પોતાના સ્ટડીરૂમમાં બેઠો હતો અને તેની સામે ટેબલ પર લાલ ડાયરી પડી હતી, એક તરફ તેને એ કોઈ મોટું ષડયંત્ર લાગતું તો બીજી તરફ એ ડાયરી મા લખેલી વાતો એક કહાની જેવી લાગતી હતી, તેણે અથાગ પ્રયત્ન કરી ને બાદશાહ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનાં હાથ માત્ર એક જ માહિતી લાગી કે બાદશાહ ને ચાર વર્ષ પહેલાં જ જોયો હતો ત્યારબાદ ન તો તે તેની ગેંગ ના કોઈ વ્યક્તિ ને મળ્યો કે ન તો પોલીસ ને તેનાં વિશે કોઈ માહિતી મળી. 


દિગ્વિજય સિંહ એક વાત તો માની કે બાદશાહ નામક કોઈ વ્યક્તિ તો છે કારણ કે તેનાં નામ પર ઘણાં કેસ દર્જ હતાં, તેનો ફોટો પણ હતો પણ તેમાં ઠીકથી તેની ઓળખ થતી ન હતી , એટલા માટે દિગ્વિજય સિંહ તેની સાચી ઓળખ કરવામાં નિષ્ફળ હતો. 


આ તરફ દિગ્વિજય સિંહ લાલ ડાયરીની ગૂંથ ને સુલજાવી શકતો ન હતો અને બીજી તરફ શૌર્ય એ નવો કાંડ કર્યો હતો પણ તે જાણતો ન હતો એ એક નવી મુસીબત લઈ ને આવવાનો હતો, શું હકીકત મા બાદશાહ જેવી કોઈ વ્યક્તિ હતી કે પછી એક ભ્રમ હતો, હવે આ સ્ટોરીમાં એ વળાંક આવશે જયાં શૌર્ય પોતાના અતિત અને ભવિષ્ય બંને ની સામે ટકરાશે અને એક એવું રહસ્ય ઉજાગર થશે જે શૌર્ય ના એક બહુ મોટા ભ્રમ ને તોડશે.


(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama