The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ashvin Kalsariya

Crime Thriller

3  

Ashvin Kalsariya

Crime Thriller

કિંગ- પાવર ઓફ એમ્પાયર 18

કિંગ- પાવર ઓફ એમ્પાયર 18

4 mins
685


“પ્રીતિ આપણે જલ્દી કંઈક કરવું પડશે.” શ્રેયાએ કહ્યું.

“સાચું કહું તે શ્રેયા, જલ્દીથી ઘરે જઈએ દાદાજી જરૂર મદદ કરશે” પ્રીતિએ કહ્યું.

તે ત્રણેય પાર્કિંગ તરફ જાય છે અને પ્રીતિ કાર બહાર કાઢે છે, શ્રેયા અને અક્ષય કારમાં બેસે છે અને પ્રીતિ ગાડી ઘર તરફ દોડાવી મૂકે છે.


આ તરફ ઇન્સપેક્ટર પાવલે શૌર્યને લઈ ને પોલીસ સ્ટેશનમાં આવે છે અને તે શૌર્યને જેલમાં બંધ કરે છે, જેલમાં શૌર્ય સિવાય કોઈ ન હતું, ખૂણામાં એક માટીનો ઘડો પડયો હતો અને તેની બાજુમાં બેસવા માટેની જગ્યા બનાવેલી હતી, શૌર્ય શાંતિથી ત્યાં જઈને બેસી ગયો.


“તાવડે એક ગરમાગરમ કડક મસાલેદાર ચા લઈને આવ.” ઈન્સ્પેકટર પાવલેએ કહ્યું.

ત્યાં ઉભેલો હવાલદાર “જી સર” કહીને જતો રહ્યો, હવે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેકટર પાવલે અને શૌર્ય સિવાય કોઈ ન હતું, પાવલે એ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને વાંચવા લાગ્યો અને પછી તે મલકાયો,

તેણે ફોન હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો અને ફોન કાન પાસે રાખ્યો,

“હલ્લો કોણ ?” સામે છેડેથી અવાજ આવ્યો.

“યાદવ સાહેબ આપનો વફાદાર નોકર.” પાવલે એ લુચ્ચાઈથી કહ્યું.

“પાવલે બોલ બોલ” સામે છેડેથી વાત કરતાં રવિ યાદવેએ કહ્યું.

“યાદવ સાહેબ તમારાં છોકરાંના કારણ એ એક છોકરી એ આત્મહત્યા કરી તેનું સબૂત મારી પાસે છે. અને જેણે તમારાં છોકરાંને આજે મારયો એ મારી જેલમાં છે.” પાવલે લહકા લેતાં કહ્યું.

“શાબાશ પાવલે” રવિ યાદવે ખુશ થતાં કહ્યું.

“યાદવ સાહેબ ખાલી શાબાશીથી કામ નહીં ચાલે.” પાવલે એ કહ્યું

“તું ચિંતા ના કર પાવલે, આજ સાંજ સુધીમાં તારાં ઘરે મીઠાઈ પહોંચી જશે.” રવિ યાદવે કહ્યું.

“માફ કરજો હજૂર પણ શું જાણી શકું છું કે મીઠાઈ પર વરખ કેટલાંનું ચડશે.” પાવલેએ કહ્યું.

“દસ લાખ.... ઓછું તો નહીં પડેને પાવલે ” રવિ યાદવે હસતાં હસતાં કહ્યું.

“અરે બિલકુલ આેછું નહીં પડે માલિક.” પાવલેએ કહ્યું.

“બસ એક કામ કરવાનું છે તારે પાવલે.” રવિ યાદવે કહ્યું.

“અરે એક શું એકસો એક કામ કરીશ. ” પાવલેએ કહ્યું.

“તો સાંભળ જે સબૂત તારી પાસે છે એને તું મીટાવી દે અને મારા દિકરાની જેણે આ હાલત કરી તેને એવા કેસમાં ફસાવ કે કયારેય બહાર ન નીકળી શકે.” રવિ યાદવે કહ્યું.

“જેવું તમે કહું એવું જ થશે.” પાવલેએ કહ્યું.


સામે છેડેથી ફોન કટ થઈ ગયો, પાવલેએ ફોન ટેબલ પર મૂકયો અને તેનાં ટેબલનાં ખાનામાંથી લાઈટર બહાર કાઢયું, તેણે ચિઠ્ઠીને આગ લગાવી દીધી અને કચરાપેટીમાં નાખી દીધી, ત્યાં જ હવાલદાર ચા લઈને આવ્યો, પાવલે ટેબલ પર પગ લાંબા કરીને ચાની ચૂસકી લેવા લાગ્યો.


આ તરફ શૌર્ય શાંતિથી જેલમાં બેઠો હતો અને તેનાં ચહેરા પર એક સ્મિત હતું, પણ કોને ખબર હતી કે આ શાંતિ આવનારા તોફાન પહેલાંની શાંતિ છે. આ તરફ પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યા, ત્રણેય ઘરમાં પ્રવેશ્યા પણ ઘરમાં કોઈ દેખાઇ રહ્યું ન હતું, ત્યાં જ એક નોકર કિચનમાંથી બહાર નીકળ્યો, પ્રીતિએ તેને બોલાવ્યો અને કહ્યું, “ઘરમાં કોઈ દેખાતું નથી, કયાં ગયા બધાં ?”


“મેડમ બધાં એક ફંક્શનમાં ગયા છે અને રાત્રે મોડા ઘરે આવવાના છે.” નોકરએ કહ્યું.

“ઓકે નો પ્રોબ્લેમ તમે જાવ” પ્રીતિએ કહ્યું.

પ્રીતિએ તરત મોબાઈલ કાઢીને તેનાં દાદાજીને ફોન લગાવ્યો પણ તેને ફોન ન લાગ્યો, પછી તેણે તેનાં મમ્મી પપ્પાને ફોન લગાવ્યો પણ તેને પણ ન લાગ્યો.


“શું થયું પ્રીતિ.” શ્રેયાએ કહ્યું.

“બધાંના ફોન કવરેજ ક્ષેત્રની બહાર બતાવે છે.” પ્રીતિએ હતાશ થતાં કહ્યું.

“ઓહહનો... ” શ્રેયાએ નિસાસો નાખ્યો.

“અત્યાર સુધીમાં તો રવિ યાદવને બધી ખબર પડી ગઈ હશે, આપણે ગમે તે કરી શૌર્યને કાલ સવાર સુધીમાં બહાર લાવવો પડશે.” અક્ષયે કહ્યું.

“તારી વાત સાચી છે અક્ષય પણ..... ” પ્રીતિએ કહ્યું.

“એક આઈડિયા, આપણે દેસાઈ અંકલને ફોન કરીએ એ તો શહેરના મોટા વકીલ છે અને કાનજી દાદાના સારાં મિત્ર પણ છે.” શ્રેયાએ કહ્યું.

“યસ આર યુ રાઈટ.” પ્રીતિએ કહ્યું.


તેણે તરત મોબાઈલ પર નંબર ડાયલ કર્યો અને ફોન લગાવ્યો, “હલ્લો દેસાઈ અંકલ.”

“હા, તમે કોણ ?” સામે છેડેથી અવાજ આવ્યો.

“હું પ્રીતિ બોલું છું અંકલ.” પ્રીતિએ કહ્યું.

“ઓહ બોલ બેટા શું થયું ? મિસ્ટર દેસાઈએ કહ્યું

“અંકલ તમારી મદદની જરૂર હતી” પ્રીતિએ કહ્યું.

“જરૂર બેટા બોલ શું મદદ કરું ” મિસ્ટર દેસાઈ એ કહ્યું

“મારો એક ફ્રેન્ડ પોલીસ સ્ટેશનમાં છે બસ તેની જમાનત કરવાની છે.” પ્રીતિએ કહ્યું

“પોલીસ સ્ટેશનમાં, શું થયું બેટા ? ” મિસ્ટર દેસાઈએ કહ્યું.

પ્રીતિએ સુનિતાની આત્મહત્યા અને રૉકી સાથે થયેલ ઝઘડાની વાત કરી.

“ઓહહ, પણ બેટા હું એક કેસના સિલસિલામાં દિલ્હી આવ્યો છું.” મિસ્ટર દેસાઈએ કહ્યું

“ઓહહ નો” પ્રીતિએ કહ્યું

“તું ચિંતા ના કર બેટા, હું મારી ઓફિસમાં ફોન કરીને મારા આસિસ્ટન્ટને કહું છું તે કાલ સવાર સુધીમાં તારાં મિત્રની જમાનત કરાવી આપશે.” મિસ્ટર દેસાઈએ કહ્યું.

“થેન્કયુ અંકલ થેન્કયુ સો મચ.” પ્રીતિએ ખુશ થતાં કહ્યું.

“ઓકે બેટા, બાય.” મિસ્ટર દેસાઈએ કહ્યું

“ઓકે અંકલ બાય.” આટલું કહીને પ્રીતિ એ ફોન કટ કરયો.

“શું થયું પ્રીતિ ?” શ્રેયાએ કહ્યું.

“અંકલ તો દિલ્હીમાં છે પણ તે પોતાના આસિસ્ટન્ટને કહીને કાલ સવાર સુધીમાં શૌર્યની જમાનત કરાવી આપશે.” પ્રીતિએ ખુશ થતાં કહ્યું.

“ઓહ ગ્રેટ” અક્ષયએ કહ્યું


શું લાગે છે પ્રીતિ શૌર્યની જમાનત કરાવી શકશે ? શું ઈન્સ્પેકટર પાવલે શૌર્યને કોઈ જૂઠાં કેસમાં ફસાવશે ? અને બીજી તરફ શૌર્ય આટલો શાંત હતો તે શું આવનાર તોફાન પેલાની શાંતિ છે ? પ્રશ્નો તો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતાં રહ્યો, “કિંગ પાવર ઓફ એમ્પાયર ”



Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Crime