કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૬
કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૬


(આગળનાં ભાગમાં જોયું કે સુનિતા આત્મહત્યા કરે છે આ વાત થી શૌર્યને આઘાત લાગે છે, જયારે સુનિતાની ડેડબૉડીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે ત્યારે શૌર્યની નજર સુનિતાની હાથમાં રહેલ ચિઠ્ઠી પર પડે છે, શૌર્ય તે ચિઠ્ઠી લઈને વાંચે છે અને ખૂબ ગુસ્સે થયા છે એવું તો શું હતું એ ચિઠ્ઠીમાં આવો જાણીએ)
“શૌર્ય શું લખ્યું છે આ ચિઠ્ઠી મા ? ” પ્રીતિએ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું.
શૌર્ય એ તે ચિઠ્ઠી પ્રીતિ તરફ કરી અને તેણે તે ચિઠ્ઠી પોતાના હાથમાં લીધી, શ્રેયા અને અક્ષય પણ તેની પાછળ ગોઠવાય ગયાં અને ચિઠ્ઠી વાંચવા લાગ્યા.
“હું સુનિતા એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું, હું મારા માતા પિતાની એકની એક સંતાન છું એટલા માટે મારા માતા પિતા એ મારી બધી ઈચ્છા પૂરી કરી, મને ભણાવવા માટે પણ એમણે ખૂબ મહેનત કરી, પણ હું નાદાન એક જ ભૂલ કરી બેસી, એક એવા વ્યક્તિ સાથે પ્રેમ કર્યો જે પ્રેમનો નહીં પણ વાસનાનો ભૂખ્યો હતો અને એ છે અહીં ના એમ એલ એ રવિ યાદવનો છોકરો રૉકી યાદવ. એણે બીજી છોકરીઓની જેમ મારો ઉપયોગ કરી મને તરછોડી દીધી. પણ મને એક વ્યક્તિએ સમજાવ્યું હતું કે આવાં વ્યક્તિ માટે હું લાગણી રાખીને પોતાનું જીવન બરબાદ કરું એના કરતાં જે માતા પિતા એ મને આજ સુધી ઉછેરી એના માટે જીવું. મે એ વાત માની પણ મારું નસીબ જ ખરાબ હતું મને કાલ રાત્રે જ ખબર પડી કે હું પ્રેગ્નેટ છું અને આ બાળક બીજા કોઈ નું નહીં પણ રૉકીનું છે. મે તેને રાત્રે ખૂબ વિનંતી કરીને મળવા બોલાવ્યો અને આ બધી વાત કરી પણ તેણે કહ્યું,
“જો તારા જેવી કેટલીય છોકરીઓ આવી અને ગઈ અને વાત રહી આ બાળકની તો તેને ખતમ કરી દે જે પૈસા થશે એ હું આપી અને થોડાં વધારે આપી જે તું રાખજે આમ પણ તમે છોકરીઓ એ માટે આ બધું કરો છો ”
આ સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો કે આ એક હવસનો પૂજારી છે આને માત્ર પોતાની હવસ સંતોષવા માટે જ આ કરે છે. મે તેને બહુ વિનંતી કરી કે તે મને અને આ બાળકને અપનાવી લે પણ તેણે કહ્યું,
“જો સુનિતા મારા ખોટું દબાણ ન કર નહીં તો તું જાણે છે કે મારા પપ્પાની પહોંચ કયાં સુધી છે અને તું ગમે તે કરી પણ એ સાબિત નહીં કરી શકે કે આ બાળક મારું છે અને હું એ અફવા પણ ફેલાવી દઈ કે તું પૈસા માટે લોકો સાથે...” આટલું કહીને તે હસ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો.
આ સાંભળીને હું સમજી ગઇ હતી કે તે મને એક વેશ્યા સાબિત કરી દેશે અને આ સમાજ મને કયારેય નહીં અપનાવે. હું મારા માતા-પિતા પર એ કલંક લગાવા નથી માંગતી કે લોકો એમને એક વેશ્યાના માતા પિતા કહે એટલા માટે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ન હતો, પણ જતાં જતાં હું એટલું જ કહી કે મારી અને આ બાળકની મોતનું જવાબદાર રૉકી યાદવ છે, ભગવાન પાસે જઈ તેને એક પ્રશ્ન અવશ્ય કરીશ કે આવા પાપીઓનાં સંહાર માટે તેમણે કોઈ નાયક કેમ ન બનાવ્યો ”
આ વાંચીને પ્રીતિની આંખોમાં પણ આંસુ આવી ગયા, શ્રેયા અને અક્ષયને પણ સુનિતા માટે ખૂબ દુઃખ થયું, શોર્ય પણ દુઃખી હતો. પણ સાથે સાથે એ ગુસ્સામાં પણ હતો અને જયારે પણ કોઈ વ્યક્તિની અંદર દુઃખ અને ગુસ્સો એકસાથે હોય ત્યારે તેની પરિસ્થિતિ સમજવી ખૂબ મુશ્કેલ છે અને સુનિતા એ લખેલુ
ં છેલ્લું વાકય તેને ખૂબ ખૂચ્યું હતું, “કે ભગવાને પાપી ઓના સંહાર માટે કોઈ નાયક ન બનાવ્યો ” કારણ કે શૌર્ય એ તેનાં અતિતમાં પણ આ વાકય સાંભળ્યું હતું.તે સમયે જે પરિસ્થિતિ હતી તેનાં કરતાં આ પરિસ્થિતિ અલગ હતી પણ તેની વેદના તો માસૂમ લોકોને જ વેઠવી પડી આ વાતનું શૌર્યને દુઃખ હતું.
“શું થયું છે અહીં કેમ બધાં અહીં ટોળું એકઠું કર્યું છે ?” ટોળાંની પાછળથી અવાજ આવ્યો.
રૉકી તેનાં કેટલાંક મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો, તેણે ટોળામાં ઉભેલાં એક છોકરાંનો કૉલર પકડીને ખેંચ્યો અને કહ્યું , “અહીંયા શું તારાં બાપના લગ્ન છે જો ઉભો છે ? શું થયું એ બોલ.... માદર ”
“એક છોકરી એ આત્મહત્યા કરી છે રૉકીભાઈ.” એ છોકરાંએ થોથરાતાં અવાજે કહ્યું.
“આત્મહત્યા... પણ છોકરી કોણ હતી એ ?” રૉકીએ કહ્યું.
“સુ... સુનિતા ” પેલાં એ થોથરાતાં કહ્યું
રૉકી સમજી ગયો કે તેણે આત્મહત્યા શા માટે કરી. પણ હવે એ દુઃખ વ્યક્ત કરવાને બદલે એને બદનામ કરવાનું વિચારવા લાગ્યો, તેણે પેલાં છોકરાંને ધકકો મારી ને સાઈડ પર કર્યો તેનાં મિત્રો બધાંને બાજુમાં કરવા લાગ્યા અને રૉકી આગળ આવ્યો.
“મને તો ખબર જ હતી કે આ આવું જ કરશે.” રૉકીએ કહ્યું.
“કેમ રૉકીભાઈ તમને કેમ ખબર.” તેનાં મિત્ર એ તેની ચાપલૂસી કરતાં કહ્યું.
“અરે પૈસા લઈને લોકોની રાતો રંગીન કરતી હતી.” રૉકીએ આંખ મારતાં કહ્યું.
“તો પછી તમે પણ લાભ લીધો લાગે ?” તેના બીજાં મિત્રએ કહ્યું.
“એ પણ કંઈ પૂછવાની વાત છે, હું કંઈ વિશ્વામિત્ર થોડો છું પણ સાચું કહું તો કસમથી મઝા આવી ગઈ હતી થોડી જલ્દી મરી ગઈ, નહીં તો તમને પણ લાભ અપાવત.” રૉકીએ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું.
રૉકીના શબ્દો શૌર્ય ના કાન સુધી પહોંચ્યા, તેણે પોતાના હાથની મૂઠી બનાવી લીધી પ્રીતિ આ જોઈને તેની પાસે ગઈ અને તેનાં ખભા પર હાથ મૂકીને કહ્યું, “નહીં શૌર્ય આ સમય એ તું કંઈ ન કરતો આ સમય આ બધી વાતો માટે ઉચિત નથી ”
“સમય કયારેય પણ ઉચિત નથી હોતો પ્રીતિ તેને ઉચિત બનાવવો પડે છે.” શૌર્ય એ આવેશમાં આવીને કહ્યું.
“શૌર્ય પ્લીઝ આવેશમાંમા આવીને કોઈ નિર્ણય ન લે. ” પ્રીતિએ કહ્યું
“આની જેવાં પાપીને જો માફ કરું તો મારું કિં...... ” આટલું બોલતાં શૌર્ય અટકી ગયો.
“કિં... શું શૌર્ય ?” પ્રીતિએ તરત જ કહ્યું
“કંઈ નહીં” શૌર્યએ કહ્યું.
શૌર્ય થોડો શાંત પડયો. તેણે મનમાં જ વિચાર્યું કે આવેશમાં આવીને તે પ્રીતિ સામે બીજું કંઈક ન બોલી બેસે
“અરે આવી વેશ્યા માટે અફસોસ વ્યક્ત કરવાની જરૂર નથી કોને ખબર કેટલાં સાથે મૌં કાળું કર્યું હશે.” રૉકી એ ટોળાંને વિખેરતા કહ્યું.
“અસત્ય બોલીને નામર્દની જેમ કયાં જાય છે, મર્દ બનાવાનો શોખ હોય તો સત્ય બોલ રૉકી યાદવ ” પાછળથી શૌર્ય એ ત્રાડ પાડી.
શું ખરેખર શૌર્ય રૉકીને તેનાં ગુના ની સજા આપશે ?
શું રૉકી સાથે દુશ્મની તેને નવી મુસીબતમાં મૂકશે કે પછી શૌર્ય કોઈ નવી રહસ્યમય સંજોગો ઉભા કરશે ?
કિંગ તરીકે પોતાની આેળખને શું તે પ્રીતિથી છુપાવી શકશે ?
ક્રમશ: