STORYMIRROR

Ashvin Kalsariya

Tragedy Crime

3  

Ashvin Kalsariya

Tragedy Crime

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૩

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૩

5 mins
413


(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય સુનિતા સાથે ઓળખાણ કરી અને જે ખોટી લાગણીઓમાં તે પોતાની જિંદગી સાથે ખિલવાડ કરવા જઈ રહી હતી તેને શૌર્ય એ તેને લાગણીનો સાચો મતલબ સમજાવ્યો, બીજી તરફ એક નવો દુશ્મન શૌર્યની લાઈફ આવી ચૂકયો હતો, તો શું હશે ખુલાસો થશે કોઈ નવાં રહસ્યોનો ? )


દિગ્વિજયસિંહ હજી પણ ક્રાઇમ સીન પર લીધેલા ફોટો અને ફોરેન્સિક રિપોર્ટને વાંચી રહ્યો હતો, આજ તે દસ સિગરેટ ફૂંકી ગયો પણ હજી તેને શાંતિ ન હતી, પહેલો એવો કેશ હતો કે જે હજી પણ દિગ્વિજયસિંહ કોઈ તારણ લાવી શકયો ન હતો, તે ફાઈલો ફંફોળી રહ્યો હતો ત્યાં ફોન રણકયો,


“હલ્લો ” દિગ્વિજયસિંહએ પૂછયું

“દિગ્વિજય જલ્દીથી મારી કેબિનમાં આવ” સામે છેડેથી એકદમ ઠંડો અવાજમાં કમિશનરે કહ્યું.

“ઓકે સર.” આટલું કહી દિગ્વિજયસિંહ ફોન મૂકી ને ફાઇલો સાઈડમાં મૂકી અને કમિશનરની કેબિન તરફ જવા નિકળ્યો

તે થોડીવારમાં કમિશનરની આૅફિસ પાસે પહોંચ્યો,


“મે આઈ કમ ઈન સર” દિગ્વિજયસિંહે કહ્યું.

“આવ દિગ્વિજય, અંદર આવ.” કમિશનરે કહ્યું.

“સર, તમે મને અત્યારે બોલાવ્યો કોઈ અરજન્ટ કામ છે ? ” દિગ્વિજયસિંહે અંદર જઈને કહ્યું.

“પહેલા શાંતિથી બેસ થોડું જરૂરી કામ છે” કમિશનરએ સામે ની ખુરશીમાં બેસવાનો ઈશારો કરતાં કહ્યું.

“ઓકે સર.” દિગ્વિજયસિંહે બેસતાં કહ્યું.

“દિગ્વિજય અત્યારે કયાં કેસ પર કામ કરી રહ્યો છે ?” કમિશ્નરએ પૂછયું.

“સર ખંડેરમાં જે મડૅર થયાં એનાં પર કામ ચાલુ છે.” દિગ્વિજયસિંહે કહ્યું.

“તો એ કેસને અત્યારે બંધ કર.” કમિશનરે કહ્યું.

“સર, શા માટે? ” દિગ્વિજયસિંહે કહ્યું.

“કારણ કે મારી પાસે એક નવો કેસ છે.” કમિશનરે કહ્યું.

“સર તમે મને આ કેસમાંથી હટાવા માંગો છો ?” દિગ્વિજયસિંહે કહ્યું.

“દિગ્વિજય એવું નથી, આ કેસ કરતાં પણ એક નવો કેસ આવ્યો છે જે બહુ જરૂરી છે.” કમિશનરે કહ્યું.

“કયો કેસ ?” દિગ્વિજયસિંહે કહ્યું.

“આ ફાઈલ જો” કમિશનરે એક ફાઈલ આપતાં કહ્યું.

લાલ કલરની એક ફાઈલ આપી જેનાં ઉપર મિશન વિરાટ લખ્યું હતું, દિગ્વિજયસિંહે એ ફાઈલ લઈને એ વાંચ્યું.


“મિશન વિરાટ !” દિગ્વિજયસિંહે વાંચતાં કહ્યું.

“હા, મિશન વિરાટ. આ ફાઈલ અંદરની માહિતી એકઠી કરવામાં આપણાં પચાસ અન્ડરકૉપ ઈન્સ્પેક્ટર પોતાની જિંદગી ગુમાવી છે.” કમિશનરે નિસાસો નાખતાં કહ્યું.

“સર... ” દિગ્વિજયસિંહે આશ્ચર્ય સાથે કહ્યું.

“હવે તું જ નકકી કર કે પહેલો કેસ મહત્વપૂર્ણ છે કે આપણાં ઈન્સ્પેક્ટર એ પોતાની જિંદગી ગુમાવી ને ભેગી કરેલી આ માહિતી ?” કમિશનરે કહ્યું.

 “ઠીક છે સર હું આ કેસ પર કામ કરી પણ આ ફાઈલ વાંચતાં પહેલાં હું તમારા પાસેથી જ આની સ્ટોરી સાંભળવા માગું છું.” દિગ્વિજયસિંહે ફાઈલ ટેબલ પર મૂકતાં કહ્યું.

“ઠીક છે અત્યારે આ જગ્યા અનુકૂળ નથી કારણ કે કહેવાય છેને દિવાલોને પણ કાન હોય છે એટલે આજ સાંજે નવ વાગ્યે મારાં ઘરેજ આવજે.” કમિશનરે કહ્યું.

‘ઓકે સર, આજ સાંજે નવ વાગ્યે હું પહોંચી જઈ’ સલામ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું

“ઓકે.” કમિશ્નર એ કહ્યું


આટલું કહીને દિગ્વિજય સિંહ ત્યાંથી જતો રહ્યો, કમિશનર આર.જે.મિશ્રાએ તે લાલ ફાઈલ લઈને પોતાના ટેબલના ખાનામાં મૂકી અને એક નિસાસો નાખ્યો, આર.જે.મિશ્રા પણ સત્યનો સાથ આપવામાં માનતો પણ આજના ભ્રષ્ટ નેતાઓનાં દબાણના કારણે તે પોતાના મનમરજીના નિણૅયો લઈ શકતો ન હતો. હવે તેની નિવૃતિને થોડાં વર્ષો જ રહ્યા હતા એટલે હવે તેણે કોઈ પણ ડર વગર પોતાની મરજી

ચલાવવાનો વિચાર કર્યો.


આ તરફ શૌર્ય સુનિતાને સમજાવીને કેન્ટીન તરફ જઈ રહ્યો હતો ત્યાં જ અક્ષય, શ્રેયા અને પ્રીતિ તેને દરવાજા પાસે જ મળી ગયા, 

“કયાં હતો તું ? ” પ્રીતિએ ગુસ્સામાં કહ્યું.

“અરે થોડું કામ હતું એટલે.” શૌર્ય કહ્યું

“હા હવે ખબર છે તારાં કામ થોડી વારનું કહી ને....” પ્રીતિએ કહ્યું


આ તરફ અક્ષય અને શ્રેયા આ જોઈને હસી રહ્યા હતા, શૌર્ય એ બન્ને તરફ જોયું તો એ બન્ને ચૂપ થઈ ગયાં.

“અરે ભઈલું, પ્રીતિ કહેતી હતી કે આજના બધાં લેકચર બોરિંગ છે તો આજે મૂવી જોવા જઇએ.” શ્રેયાએ કહ્યું.

‘અને તું પણ અમારી સાથે ચાલ આપણે ચારેય જઈએ તું ના ન કહેતો.’ અક્ષયએ કહ્યું

“ઓકે, હું પણ આવીશ.” શૌર્યએ કહ્યું.

“ઓકે તો હું કાર લઈને આવું છું આપણે જઇએ.” પ્રીતિએ કહ્યું.

“હું બાઈક લઈને આવ્યો છું તો હું એમાં જ આવું છું.” શૌર્યએ કહ્યું

“ઓકે નો પ્રોબ્લેમ.” પ્રીતિ એ કહ્યું


પ્રીતિ, શ્રેયા અને અક્ષય કારમાંમા બેસીને નીકળી ગયા, શૌર્યએ પણ બાઇક ચાલુ કરી અને પોતાના બોડીગાર્ડને ફોન કરીને કહી દીધું કે હું મૂવી જોવા જાવ છું અને મારાથી દૂર રહીને ધ્યાન રાખે તેનાં મિત્રોને જાણ ન થાય. પંદર મિનિટમાં તે ત્રણેય મોલ પાસે પહોંચી ગયા, અક્ષય ટિકિટ લઈને આવી ગયો પણ શૌર્ય આવ્યો ન હતો.

“અરે આ શૌર્ય કયાં રહી ગ્યો ? ” શ્રેયાએ કહ્યું.

“કયાંક તેણે પ્લાન કેન્સલ તો નથી કરી નાખ્યોને !” અક્ષયે કહ્યું.

“જો તે આવું કરશે ને કાલ હું એને....” પ્રીતિ આટલું બોલી ત્યાં શૌર્ય આવી પહોંચ્યો.

“શું કરી તુ ? ” શ્રેયાએ પ્રીતિને ચીડવવા કહ્યું.

“શું થયું ?” શૌર્યએ પૂછયું

“કંઈ નહીં જલ્દી ચાલો મૂવી ચાલુ થઈ જશે.” પ્રીતિ એ વાતને ટાળતાં કહ્યું.


બધાં મૂવી જોવા જતાં રહ્યાં, અક્ષય અને શ્રેયા તો મૂવીને બદલે એકબીજામાં જ ધ્યાન આપી રહ્યાં હતાં અને અહીં શૌર્ય અને પ્રીતિ સાથે બેઠાં હતાં, ભૂલથી શૌર્યનો હાથ પ્રીતિના હાથ પર ગયો અને તેણે તરત જ ખેંચી લીધો. આ જોઈ પ્રીતિ મનમાં જ હસવા લાગી. પછી તો શૌર્ય બહુ ધ્યાનથી જોઈને પોતાના હાથ નીચે મૂકતો. આ બધું જોઈને પ્રીતિ ને હસવું આવતું હતું. મૂવી પુરૂ થયાં પછી તે બધાં બહાર નીકળ્યા,


“બહુ મસ્ત મૂવી હતું.” અક્ષયે કહ્યું

“અચ્છા તારું ધ્યાન હતું મુવી મા ? ” શૌર્યએ હસતાં કહ્યું

“એનું એકનું નહીં બીજું કોઈ પણ હતું હજી.” પ્રીતિએ શ્રેયા સામે જોઈને કહ્યું.

“તું કહેવા શું માંગે છે ? ” શ્રેયાએ ત્રાંસી નજરે જોઈને કહ્યું.

‘એજ કે તમે બનેં તો તમારાંમાં જ વ્યસ્ત હતા’ પ્રીતિએ કહ્યું.


પછી તો કોઈ કંઈ પણ ન બોલ્યું, બહાર પહોંચતાની સાથે જ પ્રીતિએ બધાંને પોતાના ઘરે આવવા કહ્યું. પણ આ સાંભળીને શૌર્યના ભાવ થોડા બદલાઈ ગયા અને તેણે આવવાની ના પાડી. પ્રીતિએ તેને કહ્યું પણ પોતાને થોડું કામ છે એમ કહીને તે જતો રહ્યો. પ્રીતિને તેનું આ વતૅન સમજાયું નહીં તે પણ વધારે બોલ્યા વગર ઘરે જતી રહી. પણ ન જવા પાછળ પણ શૌર્યનું કારણ હતું જે બહુ જલ્દી ઉજાગર થવાનું હતું.


આખરે શું હતું આ 'મિશન વિરાટ' કે જેના માટે આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને ઘરે બોલાવ્યો હતો ?

શું એ ફાઈલમાંમા રહેલી માહિતી શૌર્યના અતિત સાથે જોડાયેલા છે કે પછી કોઈ નવું રહસ્ય ઉજાગર થવાનું છે ?

હજી એક પહેલી પણ અકબંધ હતી કે આંખનું ચિહ્ન વાળો વ્યક્તિ કોણ હતો ?

સવાલ તો બહુ છે પણ જવાબ એક જ છે .. “કિંગ પાવર ઓફ એમ્પાયર ”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy