અશ્ક રેશમિયા

Children Drama

2.5  

અશ્ક રેશમિયા

Children Drama

કીડીને જડ્યું ઝાંઝર

કીડીને જડ્યું ઝાંઝર

2 mins
14.6K


એક હતી કીડી.

કાળી-કાળી મગના દાણા જેવી.

એને મળી કંકોત્રી.

બાજુના ગામમાં મેવો નામે એક મંકોડાભાઈ રહે. એમના મોટા દીકરાંના લગ્ન હતાં.

લગ્નનું આમંત્રણ મળતાં જ કીડીબેન નાહીને તૈયાર થઈ ગઈ.

કીડીએ તો નવાનક્કોર કપડાં પહેર્યા. કાનમાં બુટ્ટી લગાવી. વાળમાં અંબોડો અને અંબોડામાં ગજરો ભરાવ્યો. નાકમાં નથણી અને હાથમાં બંગડી પહેરી.

પગમાં ઊંચી એડીના ચંપલ પહેર્યા. હાથમાં મોબાઈલ અને ખભે પાકીટ ભરાવીને એ તો ચાલવા લાગી.

ઉનાળાના દિવસો હતાં. સવારથી જ ગરમીનો પારો ચડવા લાગ્યો હતો.

કીડી બે-ત્રણ કિલોમીટર જેટલું ચાલી હશે એવામાં એને થાક લાગ્યો. થાક ઉતારવા સુંદર લીમડાના એક ઝાડ નીચે બેઠી.

પંદરેક મિનિટની આરામ બાદ ઊભી થઈને એ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ હશે ને એને એક ઝાંઝર જડ્યું!

ઝાંઝર સુંદર હતું.કીડીને એ ગમી ગયું. એ તો આનંદ ઘેલી બની નાચવા લાગી.હવે, કીડી ઝાંઝર પગમાં પહેરે છે એ વખતે એને વિચાર આવ્યો કે પોતે ઝાંઝર મળવાથી ખુશ તો થઈ છે પણ જેનું આ ખોવાયું છે એ કેટલા દુ:ખથી રડતું હશે?મારાથી આ કેમ કરીને પહેરાય?આવો વિચાર આવતાં જ એણે ઝાંઝર પાકીટમાં મૂક્યું.

રસ્તામાં આગળ જતાં એક ગાામ આવ્યું. કીડીને આગળને ગામ જવામાં મોડું થતું હોવા છતાંય એ આખા ગામમાં ઘેર-ઘેર ફરવા લાગી ને પૂછવા લાગી કે કોઈનું ઝાંઝર ખોવાયું છે? મને જડ્યું છે.

કીડી આખા ગામમાં ફરી આવી પણ કોઈએ કહ્યું નહી કે અમારું ખોવાયું છે! કીડી તો ઉદાસ થઈ ગઈ.'ઝાંઝર કોનું હશે અને કેમ કરતાં ખોવાયું હશે!' આમ એ વાચારવા લાગી. વળી એને વિચાર આવ્યો કે આખા ગામમાં ફરી આવી. એ કોઈનું નથી એટલે એ મારું થયું. હવે ચિંતા શાની? આમ વિચારી એણે ઝાંઝર પગે કર્યું.

એવામાં મંકોડાભાઈનું ગામ આવી ગયું.ધ્રિબાંગ..ધ્રિબાંગ ઢોલ ઢબુકતો હતો. શરણાઈના મીઠા શૂર સંભળાઈ રહ્યાં હતાં.ગામમાં પ્રવેશતાં જ કીડી હરખઘેલી થઈને નાચવા લાગી.

'નાચતી-નાચતી કીડી આવી છે.' એવા વાવડ આખા ગામમાં ફેલાયા.એને જોવા શેરીએ શેરીએ લોકો ઊભરાવા લાગ્યા. નાના બાળકોથી લઈને છેક મોટેરાઓ સુધી સૌ જોવા આવી ગયા. જોનાર ખુશખુશાલ બની ગયા.

સુંદર નાચ નાચતી અને ઝાંઝર ઝણકાવતી કીડી મેવા મંકોડાભાઈની શેરીએ આવી પહોંચી.

મેવામંકોડાએ ફૂલહારથી વાજતેગાજતે કીડીબાઈનું સ્વાગત કર્યું. ગામ આખામાં કીડીબાઈનો વટ પડી ગયો. ઘેર-ઘેર કીડીના નૃત્યની ચર્ચા થવા લાગી.

એ વખતે એક ખૂણામાં બેઠીબેઠી મહેમાન મંકોડાની નાનકડી દીકરી રડી રહી હતી. કીડીની નજર ઝટ તેના પર પડી. ઝપાટે ઊભઈ થઈને એ પેલી રડતી દીકરી પાસે આવી. તેના માથે હેતથી હાથ ફેરવ્યો.પછી બોલી: 'કેમ રડે છે બેટા? શું થયું છે બોલ.'

ડૂસકા ભરતી મંકોડાની દીકરી બોલી: 'અમારા ગામેથી આવતી વેળાએ માર્ગમાં મારું એક ઝાંઝર ખોવાઈ ગયું છે.'

કીડીએ તેને ખોળામાં બેસાડી. હસતાં-હસતાં બોલી, 'બસ,બેટા હવે છાની રહી જા. તારું ઝાંઝર મને જડ્યું છે. હું એ લેતી આવી છું.' આમ કહીને કીડીએ પોતાના પગમાંથી ઝાંઝર કાઢીને આપ્યું.

ઝાંઝર જોઈને એ ખુશખુશાલ બની ગઈ! એણે તો ઝટપટ પહેર્યા. અને નાચવા લાગી. ભેગા કીડીએ પણ ઠુમકા લગાવ્યા.

બંનેને નાચતી જોવા ફરી લોકોના ટોળા ઊભરાવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children