ખુશી
ખુશી


સોસાયટીમાં દીવાળીનો માહોલ બરાબર જામ્યો હતો. મોટાં બાળકો જાતજાતના ફટાકડાં ફોડી ખુશ થતાં હતાં. નાનાં છોકરાં, સલામત હોય તેવા ફટાકડાં ફોડીને અને બાકી મોટાઓ દ્વારા થતાં ધમાકાને આતશબાજી જોઇ ખુશ થતાં હતાં.
દૂર ખૂણામાં ઉભેલાં ઝુપડપટ્ટીમાં રહેતા બે બાળકો દત્તુ ને શકુ પણ આ બધુ જોતાં ખૂબ જ ખૂશ થતાં હતાં
એવું વિચારી ને કે, 'આ લોકો આટલાં બધાં ફટાકડાં ફોડે છે તે હવે, અમને ફટાકડાં બનાવતું કારખાનું, ઘણું બધું કામ ને એ કામ કરવાના જે પૈસા આપશે. એમાંથી માંદી 'મા'ની દવા ખરીદીશું !