STORYMIRROR

Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

કહું કોને ?

કહું કોને ?

6 mins
230

આમ તો એવું કહેવાય છે કે સ્ત્રીઓની છઠ્ઠી ઈંદ્રીયને કારણે એ સામેની વ્યક્તિને બરાબર ઓળખી જાય છે. પરંતુ ખરેખર તો પુરૂષો ઘરની બહાર નોકરી દરમ્યાન ઘણી બધી વ્યક્તિઓને મળે છે એટલે એ તો સામેની વ્યક્તિની આંખો પણ વાંચી શકે છે. એ તો એમની વિશિષ્ટતા છે.

તરલને પણ એવું જ હતું કે એ સામેની વ્યક્તિ જોઈને એના સ્વભાવ વિષે એ સરળતાથી જાણી શકતો. આજે એ તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને આવી સમજ ના હોત તો કેટલું સારૂ થાત !

એ તો અનેક વ્યક્તિના સંપર્કમાં આવતો હોવાથી સામેની વ્યક્તિને મળવાથી એનો સ્વભાવ ખબર પડી જતો.

કૂહુ તો એમની ખૂબ વહાલી દીકરી હતી. ઘરમાં નાની મોટી બિમારીઓ તો આવતી જ રહેતી હોય. એમાંય એમને હાઈ. બી. પી. અને થાઈરોડ. પત્નીને ડાયાબીટીસ તથા લોહી પાતળું થવાની દવા નિયમીત લેવી પડતી અને આ બધી દવાઓ લેવા કૂુહુ જ જતી. તેથી જ દવાની દુકાને બેસનાર દર્પણ જોડે એ પ્રેમમાં પડી ગઈ.

દર્પણની મીઠી વાતોમાં કૂહુ આવી ગઈ હતી. તરલને કૂહુ બહુ જ વહાલી હતી. જયારે એના જન્મના સમાચાર મળ્યા એ જ સમયે કોયલ બોલી એટલે જ તરલે દીકરીનું નામ કૂહુ પાડી દીધું. બધાને નામ ખૂબ ગમી ગયું હતું. એટલું જ નહીં પણ જોનારને પણ પહેલી નજરે ગમી જાય એટલી સુંદર કૂહુ હતી.

તરલને એ જ વાતનું દુ:ખ હતું કે એને પહેલી નજરે પણ દર્પણ ગમ્યો ન હતો. પણ દરેક કુટુંબમાં બને છે એમ છેવટે લગ્ન માટે હા કહેવી જ પડી. સ્ત્રીઓ મગજથી વિચારવાને બદલે દિલથી વિચારે તેથી તો કૂહુની મમ્મી કાસ્વી પણ દિલથી જ વિચારતી. એ તો કૂહુની ખુશી જોઈ ઘણી જ ખુશ થતી. પતિને પણ કહેતી,"જિંદગીમાં આપણને બાળકોની ખુશી સિવાય શું જોઈએ ? જુવો તમે હા કહ્યા પછી કૂહુ કેટલી ખુશ છે !"

તરલને મનમાં થતું કે મારી ધારણા ખોટી પડે તો કેવું સારૂ ! એ વર્ષોથી ઘણા બધા માણસોને મળતો. એનો અનુભવ પણ ઘણો હતો. કંપનીએ એને કાર આપી હતી તે ઉપરાંત કંપનીની કાર જ એને લેવા મૂકવા આવતી હતી.

તેનો પુત્ર શ્રેણિક કયારેક કાર વાપરતો. તરલ પાસે હમેશાં સમયનો અભાવ રહેતો. જયારે જરૂર પડે ત્યારે એ ડ્રાયવરને બોલાવી લેતાં. દર્પણે આ બાબતની નોંધ લીધી હતી. તેથી અવારનવાર પિકનીક કે રિસોર્ટમાં જવાનો પ્રોગ્રામ બનાવી લેતો. પૈસા તો સ્વાભાવિક છે કે દર્પણને બદલે તરલ જ પૈસા આપતો. દર્પણને ડ્ર્રાયવીંગ આવડતું એનો એ ભરપૂર લાભ ઉઠાવતો. હવે તો એને અને કૂહુ ને બહાર ફરવા જવું હોય તો કારનો જ ઉપયોગ કરતાં. પેટ્રોલનો ખર્ચ તો સ્વાભાવિક છે કે તરલ ભોગવતો.

ધીરેધીરે દર્પણનું વર્તન એવું થતું ગયું કે કાર એની જ હોય. વાતો તો હમેશાં એવી જ કરતો કે ,"મારે દવાની બે દુકાન છે હવે ત્રીજી ખોલીશ. દરેક જગ્યાએ માણસો રાખી લીધા છે. તેથી તો હું કૂહુ જોડે શાંતિથી ફરી શકું છું."

તરલને થતું એ કહી દે કે ,"તમે ધ્યાન ના આપો તો પારકો માણસ તમને કયારેય કમાઈને ના આપે. યુવાની રખડપટ્ટી માટે નથી. એ ઉંમરમાં તો પરિશ્રમ કરવો પડે"

એ તો કહેતો કે ,"કૂુહુ હું તને દુનિયાભરની ખુશી આપીશ. લગ્ન બાદ હું અને તું આપણી નાનકડી દુનિયા વસાવીશું. આપણા સુખની તો દેવોને પણ ઈર્ષ્યા આવશે. "

દર્પણ એટલી તો સરસ રીતે રજૂઆત કરતો કે તરલને થતુું કે આ માણસને જીભનો ડાયાબિટીશ તો નહીં થઈ ગયો હોય ! વધારે પડતું મીઠું બોલનાર વ્યક્તિથી હમેશાં ચેતતા રહેવું.

કૂહુ ઘરમાં પણ કહેતી કે ,"મારી જેઠાણી માંડ બારમું પાસ છે. જેઠમાં પણ એટલી આવડત નથી. આખો દિવસ ઘરમાં વૈતરૂ કરે છે. એની દીકરીને લેવા મૂકવા સ્કૂલે જાતે જાય. સસરાનો પડ્યો બોલ જીલવાનો. દર્પણે તો કહી જ દીધું છે કે "લગ્નબાદ આપણે જુદા જ રહીશું. હું તો તને ફૂલની જેમ સાચવીશ."

કાસ્વી આ સાંભળી ને ખુશ થતી કે એની દીકરી બહુ જ સુખી થશે. પરંતુ તરલને આ વાત ગમતી નહીં. શું માબાપનું કરવું એ વૈતરૂ છે ? નાનેથી મોટા માબાપે તમને કર્યા એ શું વૈતરૂ હતું ? પણ ઘરમાં કાસ્વીનું જ ચલણ હતું એટલે એ કંઈ બોલ્યો નહીં.

દર્પણ કાર વાપરતો પણ પેટ્રોલ તરલ પૂરાવતો, કાસ્વીનું કહેવું હતું કે બંને જણાના હરવા ફરવાના દિવસો છે તો ભલે ફરે. દીકરો તો આખી મિલકત વાપરશે. હાલમાં જ શ્રેણિકે લેબોરેટરી ખોલી. એને પૈસા આપ્યા તે ઉપરાંત એને લોન લીધી. લોનના હપ્તા પુરા ના થાય ત્યાં સુધી એ ઘરમાં પૈસા નહીં આપે. જો કે તરલે જ કહેલું કે તારે ઘરમાં પૈસા આપવાની જરૂર નથી.

લગ્ન સમયે કૂહુએ ઘણીબધી ખરીદી કરી હતી. પપ્પાના બજેટનો વિચાર કરવાની એને જરૂર જ લાગતી ન હતી. જો કે એમાં કાસ્વી પણ પ્રોત્સાહન આપતી. કહેતી એકવાર લેવાનું છે સારામાં સારી વસ્તુ લેવાની.

લગ્નના બીજા જ દિવસથી કૂહુ દરરોજ સવારે આઠ વાગે આવી જતી. થોડીવાર રહીને દર્પણ પણ આવી જતો. માત્ર સૂવા માટે જ ઘેર જતાં. તરલે આ વિષે પત્નીને પૂછ્યું તો એને કહી દીધું,"કૂહુ કંઈ વૈતરા કરવા જન્મી નથી. જમાઈ હવે ઘેર જમતાં પણ નથી એટલે પૈસા આપવાનો સવાલ જ નથી."

બંને જણ તરલને ત્યાં જ રહેવા લાગ્યા હતાં. તરલને ગમતું ન હતું પણ પત્નીને કંઈ કહેવા જાય તો ઝગડો ચાલુ કરી એનું રૌદ્રસ્વરૂપ પ્રગટ કરતી. પરણેલી દીકરી સાસરે જ શોભે પરંતુ કૂહુ અને દર્પણ તો માત્ર સૂવા માટે જ જતાં સાથે સાથે કહેતા કે અમે ના જઈએ તો એ ઘરમાંથી અમારો હક જતો રહે.

તરલને ઘણું જ દુઃખ થતું હતું હવે એ કંપનીના ગેસ્ટહાઉસમાં જ જમી લેતો અને મોડેથી ઘેર જતો. પહેલી તારીખે એને ખૂબ જ ઓછા રૂપિયા આપ્યા. કહ્યું કે,"કૂહુ ના લગ્ન વખતે મેં મારા મિત્ર પાસે થી ઉછીના લીધા હતાં એટલે આ મહિને આટલામાં જ ચલાવવું પડશે. તરલનું મોડા આવવાનું નિયમીત બનતું ગયું. મોટેભાગે તો કૂહુ સાસરે જાય પછી જ આવતો. રવિવારે પણ ઓફિસમાં કામ છે કહી આખો દિવસ હોટલમાં જ રહેતો.

કૂહુના વ્યવહાર માટે એની મમ્મી જ જવાબદાર હતી. કાસ્વીએ કયારેય એના માબાપની સેવા કરી ન હતી. જયારે પણ એ લોકો એના ઘેર રહેવાની વાત કરે ત્યારે એ અચૂક બિમાર હોય. ઘરની શાંતિ ના જોખમાય એટલે એ ચૂપચાપ બધું સહન કરતો. પત્નીના ખરાબ વર્તનની ફરિયાદ પણ કોને કરે ? હવે દીકરી પણ માના રસ્તે ચાલતી હતી.

મનમાં થતું કે આવી માનસિકતા સ્ત્રીઓ ધરાવે તો સંસ્કૃતિ લુપ્ત થતી જાય. એના તો આવા સંસ્કાર ન હતાં. તેથી તો પત્નીથી છૂપી રીતે માબાપને ઘણા પૈસા આપતો. ઘણીવાર તરલની આંખના આંસુ ઘણીબધી ના કહેલી વાત પણ માબાપ સમજી જતાં. પુત્રને એમના પ્રત્યે પ્રેમ છે એ જ એમના માટે આનંદની વાત હતી. એ તો ઘણીવાર ઓફિસ જવાનું કહીને માબાપ સાથે આખો દિવસ રહેતો. દુનિયામાં માબાપ જ એવા છે કે સંતાને કંઈ જ કહેવાની જરૂર પડતી નથી એ તો સંતાનની વાત વગર કહે સમજી જાય છે.

પણ કૂહુ એ તો એના સંસ્કાર લજવ્યા. માબાપ પણ હયાત ન હતાં. તરલ કહે તો પણ કોને કહે ?

બીજા મહિને પણ પૈસા ઓછા આપતી વખતે કહ્યું. "પટાવાળાને ચારધામની જાત્રા એ જવું હતું એટલે એને પૈસા આપ્યા છે"

જયારે તરલના મોટાભાઈ ને ખબર પડી કે એનો નાનોભાઈ તકલીફમાં છે ત્યારે તરલને ઓફિસમાં જઈને એની કેબિનમાં એના માથે હાથ ફેરવતાં બોલ્યો,"તરલ તું કોઈ વાતની ચિંતા ના કરીશ. હું તારો મોટોભાઈ છું મને બધી વાતની ખબર પડી ગઈ છે. તું મનમાં મુંજાઈશ નહીં કે કહું કોને ? એ બધાની બુધ્ધિ ઠેકાણે લાવવાની જવાબદારી મારી. આપણા કુટુંબના સંસ્કાર લજવવા ના જોઈએ. જયાં કુટુંબમાં અરસપરસ પ્રેમ હોય ત્યાં મનની મૂંઝવણ વ્યક્ત કરવાની જરૂર નથી. કૂહુને એનું સ્થાન બતાવીશું જ. આપણા સંસ્કાર છે. આપણે જ એમની બુધ્ધિ ઠેકાણે લાવીશું"

તરલ તેં બે મહિનાથી પગાર ના પૈસા ઓછા આપી સારૂ કામ કર્યું. કારણ રજાના દિવસે તારી જ કારમાં, રિસોર્ટમાં રહેવું અને એ બિલ તારે જ ભોગવવાનું. દર્પણ વાતો જ કરે છે ધંધામાં ધ્યાન આપતો નથી. તારા પૈસે જલસા કરે છે. જો કે તને મેં ઉદાસ જોયેલો એટલે જ મેં શ્રેણિકને બોલાવી ને હકીકત જાણી લીધી. એ તો સમજુ છે. કાસ્વીની બીકે એ કંઈ બોલતો નથી. પરંતુ મેં એને સમજાવ્યું છે કે તું તો નાનો છું એટલે તું જાતજાતની માંગણીઓ કરી એને હેરાન કર.

તરલના ભાઈની યુક્તિ કામ લાગી. કયારેક તો એ અવું પણ કહેતો,"મારી પત્નીને પિયર જવા જ ના દઉં અને હું પણ સાસરે ઘરજમાઈની જેમ પડી ના રહું. જો કે દર્પણને તો અસર ના થઈ પણ કૂહુએ પિયર આવવાનું લગભગ બંધ કરી દીધું. ત્યારબાદ તરલના મોં પરનો વિષાદ ગાયબ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational