STORYMIRROR

ILABEN MISTRI

Inspirational

4.2  

ILABEN MISTRI

Inspirational

ખુલ્લી આંખે સપનું

ખુલ્લી આંખે સપનું

2 mins
23.8K


શહેરનાં ટાઉનહોલમાં, તાળીઓના ગડગડાટથી મિ. જશ પટેલ નું સ્વાગત થયું."વેપારી મહાજન સંઘ"

દ્વારા મિ.જશ પટેલનું બહુમાન કરવામાં આવ્યું.

    મિ.જશ પાસેથી એની સફળતા ગાથા સાંભળવા બધાને તાલાવેલી હતી.

   મિ.જશે માઇક સંભાળ્યું...બધા એકચિત થઈ સાંભળી રહ્યા હતાં. ખુદ જશ પટેલ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા.

    જયસુખ ગામડેથી શહેર આવ્યો, ત્યારે હૈયે હામ અને સપનાં સિવાય એની પાસે કઈ નહોતું. ગામનાં મુખીની ઓળખાણથી એને કોસ્મેટિક કંપનીમાં પટાવાળાની નોકરી મળી ગઈ. સાહેબો આવે તો સલામ સાહેબ કરી માન આપતો, અને સાહેબોને ચા પહોંચાડવાનું કામ હસતાં ચહેરે કરતો.

    એક દિવસ બોર્ડ મિટિંગમાં મૂંગા મોંએ ચા આપતો હતો. મિટિંગમાં ગુણવત્તાની સાથે સાથે વેચાણ વધારવાની નવી નવી તરકીબોની દલીલ ચાલતી હતી. જયસુખ ખુલ્લા કાને ચર્ચાનો મુક સાક્ષી બની સાંભળતો હતો. ગામડાનો માણસ, હતો એટલે ભોળો અને ધૂળમાંથી ધન કાઢવા વાળી પ્રજા..એનાથી બોલાઈ ગયું..!!!

"સાહેબ એક સૂચન કરું?" બધાં ચા આપતા જયસુખની વાત પર ગુસ્સે થયાં તો પણ હિંમત કરીને એ બોલ્યો..."માફ કરજો સાહેબ...પણ જો કોઠારમાંથી જાજા ઘઉં કાઢવા હોયને તો કોઠારની આડ્સ વધારે ખોલવી પડે."

પહેલા કોઈ સમજ્યું

નહિ. પણ મિ.રોય ખૂબ સમજદાર ને બુધ્ધિશાળી હતા. એમને કહ્યું... "કેવી રીતે જરા સમજાવ..."

  "આપ માલને થોડો નરમ અને કાણું થોડું મોટું કરી દયો એમ"

  મિ. રોય સમજી ગયા...

જયસુખ પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયો. સાહેબોની ગાડી આવતી વખતે ગેટ ખોલવા દોડી જતો. પણ દરેક કામ પુરા ખંતથી કરતો. સપનાં જોતો...પોતાની સાયકલની પાંખે આકાશમાં ઉડવાના સપનાં... એક દિવસ પોતાની પાસે મોટર કારથી લઈને વિમાનની સફર સુધીના સપના હતા એની આંખોમાં.

  એ પુસ્તકો વાંચતો એમાંથી એક વાક્ય મનમાં બેસાડી દીધું...ગરીબીમાં જન્મવું ગુન્હો નથી ગરીબીમાં મરવું ગુન્હો છે.અને મિ.રોયને જયસુખની વાત થી ફાયદો થયો...એની વાત કામ કરી ગઈ.. અને જયસુખ ને મળ્યું ઉડવાને આકાશ.

  જયસુખ પટેલ હવે મિ.જશ પટેલ બની ગયા.

લોકોમાં મિશાલ બની ગયા મિ. જશ પટેલ યુવાનોનાં આદર્શ બની ગયા.

 તાળીઓના ગડગડાટથી જશ પટેલને વર્તમાનનું ભાન થયું.."અને છેલ્લે...મિત્રો, કયારેય નીચું નિશાન નહિ રાખવું... હંમેશા ઊંચી ઉડાનને ઊંચા સપનાં રાખો...

જે જયસુખમાંથી જય પટેલ બનતા વાર નથી લાગતી"

ખીચોખીચ ભરેલાં હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો...

એક ગરીબ માણસની સફળતા તરફના પ્રયાણની ગાથા એ હાજર દરેકને પોઝિટિવ ઊર્જાથી ભરી દીધા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational