sahity rasdhara

Inspirational

4  

sahity rasdhara

Inspirational

ખુદ્દારી

ખુદ્દારી

2 mins
208


એ માણસ મંદિરના પગથિયાં પાસે બેઠો હતો, એને ફાટેલો, સાથે કલર પણ ન દેખાય એટલો ગંદો, શર્ટ પહેર્યા હતો.પેન્ટ તો કોઈ મોટી કમરવાળા પુરુષનું ઉપાડીને લઇ આવ્યો હોય, તેવું તેના પેન્ટ સાથે બાંધેલી દોરી જોઈને જણાઈ રહ્યું હતું.

 મે મંદિરના પગથિયાં પાસે મારા ચપ્પલ કાઢ્યા, અને એક હાથે પૂજાની થાળી સંભાળતાં હું એક પછી એક પગથિયાં ચડવા લાગી. મારી નજર હજી એ માણસ પર જ ચોંટી હતી. તેના હાથના વધી ગયેલ નખમાંથી મેલ ડોકિયું કરતો હતો. એ માણસ મંદિરના પગથિયાં પર બેસીને, ભીખ માંગી રહ્યો હતો. એવામાં હું તેને નજર અંદાજ કરતી ત્યાંથી ઉપર તરફ ચડવા લાગી. ત્યાં એ માણસ ઊભો થઈ મારી પાસે આવ્યો,એના હાથમાં ભીખ માંગવાનો કટોરો હતો. એ માણસ ઊંચો, કદાવર દેખાતો હતો. છતાંય ભીખ ! હું એને મારી નજીક આવતા જોઇ રહી. મને થોડા સમય પહેલા બનેલી નાની અમથી, છતાંય હદયને સ્પર્શી જાય, એવી ઘટના મારી આંખો સામે તરવા લાગી. અને હું એ દિવસની યાદ તરફ સહેજ સરકી ગઈ.

ઉનાળાનો બપોરનો સમય, બહાર માથું ફાડી નાખે તેવો તડકો, કોઈ પંખી પણ ફરકતું નહોતું દેખાઈ રહ્યું. એવામાં ગોળા વેચવાવાળો, લારી લઇને આવતો નજરે ચડ્યો. લારીમાં બરફ, બરફમાં નાખવાના જાત જાતના રંગો, અને ગોલા બનવાનું મશીન, એ તો મજાનો પોતાની મસ્તીમાં લારીમાં લટકાવેલ ઘંટ, અને તેમાં બાંધેલ દોરી ખેંચતો ઘંટ વગાડતો વગાળતો, આવી રહ્યો હતો. એ દરવાજાની લગોલગ આવી ઊભો રહ્યો,

હું ઘડીક તેને તાકી રહી, એ એક પગેથી અપંગ હતો. એ એક હાથથી બગલમાં રાખેલ ઘોડીના ટેકે ઊભો હતો. અને બીજા હાથેથી ઘંટ વગાડતો. એ હાથ લારીને ખેંચી રહ્યો હતો. આવા ભર બપોરે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ માત્ર હાથ ઘોડીના સહારે બરફના ગોલા વેંચી પોતાનું પેટયું રડતો હતો.

"બેન, કઈક ખાવાનું આપો" ભિખારીના શબ્દો મારા કાને પડ્યા, અને હું તંદ્રામાંથી બહાર આવી. મે ફરી એક નજર પેલા ભિખારી પર નાખી, અને પેલા ગોળાવાળાની ખુમારી એની ખુદ્દારી મારી આંખો મથી આંસુ બની ટપકી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational