Shaimee Oza lafz

Romance Tragedy

4  

Shaimee Oza lafz

Romance Tragedy

ખોટો નિર્ણય

ખોટો નિર્ણય

9 mins
330


રીમાનામે યુવતી હતી. તે સુંદર સંસ્કારી સ્વભાવે શાંત ભણતર અને ગણતરમાં અવ્વલ. તે ધીરે ધીરે યુવાનીના ઉંબરે પહોંચી. માતા પિતાને દિકરીની ચિંતા થવા લાગી, આતો સહજ વાત છે, રીમા માટે લગ્નની વાતો વાતો આવવા લાગી, પણ માતા પિતા દિકરીની મરજીને વશ થઇનેના પાડી દેતા. રીમા દરેક સાથે કામ પુરતી જ વાત, કોઈની સાથે ન તો કાંઈ માથાકુટ ઘરથી કોલેજ અને કોલેજથી ઘર. આમને આમ એનો દિવસ પુરો થાતો.

રીમા પોતાનું એસાઈનમેઇન્ટ પુરાં કરી રહી હતી. ત્યાં જ તેના મમ્મી તેના સ્ટર્ડી રુમમાં આવ્યાં દિકરીના માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે "બેટા રીમા હું જાણું છું કે તું બહુ ડાહીને સીધી છોકરી છો પણ દુનિયા પર બહુ ભરોસો ન કરવો."

રીમા એ કહ્યું કે "મમ્મી શું વાત છે, આમ અચાનક આ મુદ્દા પર વાત કરવાનું શું કારણ ?"

"બેટા તારી નિહારિકાના મમ્મીનો ફોન આવ્યો હતો મારી ઉપર."

રીમા ઉત્સુકતા પૂર્વક પુછ્યું કે "શું કહેતા હતાં આન્ટી ?"

રીમાના મમ્મીના અવાજમાં ગમગીનતા જણાતી હતી. તે કહેતા તે કહેતા હતાં કે "નિહારિકા કોલેજના કોઈ છોકરા સાથે ભાગી ગઈ." અને તેમને વધુંમાં ઉમેરતા કહ્યુ કે એ એમ કહેતી હતી કે "હું રીમા સાથે છું, તું આના વિશે ઉડાણપુર્વક જાણે છે."

"શું વાત કરે છે મમ્મી ? મને તો આ વાતની કોઇ જ ખબર નથી."

રીમાની મમ્મી એ પ્રેમપુર્વક કહ્યું "બેટા રીમા તું ચેતજે આવી મિત્રોથી તને મિત્રતાના નામે ફસાવી દેશે, એની તને ખબર પણ નહીં પડે. બેટા રીમા તને કોઈ ગમે છે, તો તું પહેલાં મને જાણ કરજે તું કાંઈ આવું કદમ ન ઉઠાવતી, તારા એકનાદાન કદમના કારણે તારા પપ્પાને મારે સમાજમાં નીચા જોવા જેવું થશે. તને ખબર છે સમાજમાં ઇજ્જત બનાવતાં આખી જીંદગી નિકળી જાય છે. પણ કલંક લાગવા માટે એકનાની ભૂલ જ કાફી હોય છે."

રીમાએ મંદ અવાજે કહ્યું કે "હા મમ્મી તું મારા ઉપર ભરોસો રાખ હું આવું કોઇ કદમ નહીં ઉપાડુ કે જેથી પપ્પાને સમાજમાં નીચા જોયા જેવું થાય."

મમ્મીએ દિકરી પર ગર્વ કરતાં કહ્યું કે "મને તારા ઉપર પગથી માથા સુધીનો ભરોસો છે કે મારી રીમા આવું નહીં કરે."

બીજા દિવસે રીમા કોલેજમાં ગઈ, ત્યાં નિહારિકાના મમ્મી તરફથી રીમાને પુછપરછ કરવામાં આવી. રીમાનો જવાબ ના જ હતો. આ બધી ઘટનાને ટાળીને તે કોલેજમાં લેક્ચર અટેન્ડ કરવા ગઈ. એક રિતેષ નામનો યુવાન તેનો રોજ પીછો કરતો હતો, રીમા આ બધું અવગણીને ભણવામાં જ ધ્યાન રાખતી, તેનું લક્ષ્ય હતું ભણી ગણીને આઇ. એ. એસ. થવું, તે પોતાના સપના પુરાં કરવામાં લાગી હતી.

કોલેજ છુટવાની તૈયારી હતી. રિતેષ મજનુની માફક રીમાની આતુરતા પુર્વક રાહ જોતો હતો. રિતેષે રીમાનો રસ્તો રોકતા કહ્યું "રીમા મારે તને કંઈ કહેવું છે."

રીમાના ચહેરા પર ગુસ્સો હતો, તેને આક્રોશ ભર્યા અવાજે કહ્યું કે "મારે તારું કંઈ જ નથી સાંભળવું પ્લીઝ મારો રસ્તો રોકવાનું બંધ કર. નહીં તો મારેના છુટકે તારા મમ્મીને ફરિયાદ કરવા આવવું પડશે."

રિતેષે મસ્તી ભરી નજરે કહ્યું કે "તું જ્યાં સુધી મારી વાત નહીં સાંભળે ત્યાં સુધી હું તને જવા નહીં દઉં."

રીમા એ કહ્યું "શું કહેવું છે જલ્દી બોલ મારે મોડું થાય છે ઘરે જવાનું."

"રીમા આ હું તને પાંચ વર્ષથી ઓળખું છું મને તું ગમે છે, તારી સાદગી અને તારી હોંશીયારી એ તો મને તારી પાછળ ગાંડોતૂર કરી દીધો છે, તુ મારી સાથે લગ્ન કરે. તારો પ્રેમ પામવાની ઝંખના તો મુજને સદાય રહી છે. તું મને અપનાવે."

રીમા એ રિતેષની વાત કાપતાં કહ્યું "મિ. રિતેષ તમારી મજાક બહુ સારી છે, પણ મને તારી આ લફંગાગીરી નથી પસંદ કાંઈનોકરી ધંધો કરો આ શુંમાં ડયું છે, કોઈનો અસામાજીક તત્વોની જેમ પીછો કરવો એ તો ગુણીયલ પુરુષના ગુણ ન કહેવાય."

રિતેષ: "એ………એ……. ય……રીમા મારી વાત તો સાંભળ મારા શું કમી છે એતો મને કહેતી જા હું પોતાની જાતને તારી પસંદને અનુરુપ બનાવવા પુરો પ્રયત્ન કરીશ પણ પ્લીઝ આમ મને છોડીને નહીં જા……હું તારા વગર નહીં જીવી શકું. આમ મને ન છોડ."

રીમા: "મારે પરિવારના વિરુદ્ધમાં જઈને કોઇ જ પગલું નથી ભરવું, મારા કારણે મારા મમ્મી પપ્પાને સમાજ્માં નીચા જોયા જેવું થાય એવું મારે કાંઈ નથી કરવું. મારા માતા પિતા જે શોધી લાવે એ મારો જીવનસાથી. માટે તમારો નંબર આવતા જન્મે માટે મારા સપનાં જોવા છોડી દો મિ. રિતેષ. બાય…. હવે પછી મારો રસ્તો ન રોકતાં."

રિતેષ જોર શોરથી બૂમ પાડવા લાગ્યો કે "એય રિમા આઇ…‌‌‌ લવ ……યુ……"

"રિતેષ તમને એકવાર કહે સમજ નથી આવતું કે મને તમારામાં કોઇ રસ નથી તો શુ કામ મારી પાછળ પડ્યા છો. હું તમને પસંદ નથી કરતી. તો આવી રીતે મને ન હેરાન કરો."

"રીમા તુ મને ગમે છે, તારા વગર મારું જીવનની કલ્પના જ કરી ન શકાય."

રીમા ગુસ્સામાં કહ્યું કે "બસ હવે રિતેષ હવે મારી સહનશક્તિની હદ થાય. તમે જાવ નહીં તો હું કાંઈ કરી બેસીસ પ્લીઝ તમે જાવો‌."

રિતેષ ફિલ્મી ઢબે કહ્યું જરા હમ ભી તો દેખે કી આપ કયાં કરતી હૈ હમારે સાથ. રીમા એ ગુસ્સામાં એક લાફો ઝીંકી દીધો. આજ પછી મારો પીછો ન કરતો નહીં તો રિતેષ મનમાં બબડ્યો કે આ થપ્પડની કિંમત ખુબ ભારે ચુકવવી પડશે.

રીમા કોલેજથી ઘરે આવી પરીક્ષા નજીક હોવાથી તે વાંચવા બેસી પણ તેનું ધ્યાન વાંચવામાં ન હતું. તેના મગજમાં રિતેષને મારેલી થપ્પડનું દ્રશ્ય જ રમતુ હતું, રીમાનો આત્મા તેને કાંઈ ખોટું કર્યું હોય તેમ પોતાની જાતને ડંખતો. રીમાના દિલમાં એક ડર ઘર કરી ગયો. મારાથી આ બહૂ ખોટું થઈ ગયું, આનું પરિણામ ખુબ કેવું આવશે, તે ડરથી રડતી હતી. તેને નક્કી કર્યું કે સવારે તે કોલેજ જઈને રિતેષની માફીમાં ગશે, આમને આમ આંખ ક્યારે મીંચાઈ ગઈ તેને ખબર જ ન રહી.

સવારે કોલેજ માટે રીમા તૈયાર થઈ ગઈ. રીમા રોજીંદા ક્રમ મુજબ તેને કોલેજના લેકચરમાં પુરું કરીને ઘર તરફ જવાનીકળી આજે રિતેષ ન દેખાયો તેને બહુ નવાઇ લાગી કે રિતેષ ન દેખાયો. રીમાનું દિલ રિતેષને શોધતું હતું. કે આ બહુ ખોટું થઈ ગયું. આનું પરિણામ બહુ ભયંકર હશે. પણ ખેર જે થયું તે સારું થયું હવે પીછો તો નહીં કરે.

પણ રિતેષ એમ કાંઈ હાર માનીને બેસે તેવો નહતો. રિતેષના મનમાં રીમાને કોઈ પણ ભોગે પામવી હતીને થપ્પડનો બદલો લેવો એ એનો ધ્યેય બની ગયો હતો. તે ઝાડ પાસે બેઠો હતો રીમા તેને જોતાં જ બૂમ પાડી "એ……. . ય……રિતેષ તું અહિયાં શું કરે છે ?"

રિતેષ: નરમ અવાજે બોલ્યો કે "રીમા તું અહિંયા શું કામ છે તારે હવે મારું ?"

રીમાની આંખમાં આંસું હતાં "પ્લીઝ રિતેષ મને માફ કરી દો કાલ મેં તમને થપ્પડ મારી હતી, એ માટે સોરી મારે આ નહતુ કરવું જોઇતુ પ્લીઝ શક્ય હોય તો મને માફ કરી દો."

રિતેષ : "રીમા તું કેમ માફીમાં ગે છે, માફી તો મારે તારીમાં ગવી જોઈએ મેં કાલે તને જે ન કહેવાનું કહયું પણ રીમા એ હકીકત છે કે મને તું ગમે છે, મારાથી થશે એટલો પ્રયત્ન કરીશ તને ખૂશ રાખવાનો."

રીમા એ અવાજમાં નરમાશ લાવતાં કહ્યું કે "મારે સમય જોઈએ વિચારવા માટેનો વિચારીને કહીશ."

રિતેષે કહ્યું કે "ચાલ તું મારી સાથે દોસ્તી કરે, આપણે પ્રેમીઓ ન બની શકીએ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ મિત્રો તો બની શકીએને રીમા તુ મારી સાથે દોસ્તી કરીશ ?"

રીમાએ થોડી સ્માઇલ સાથે કહ્યું કે "હા કેમ નહીં રિતેષઆજથી આપણે દોસ્ત. ચાલ તને દોસ્ત હોવાના નાતે તને હું દરેક કામમાં સાથ આપીશ, પણ હા એક બીજી વાત જો ખોટું હશે તો હું ત્યાં હું તમને ટોકીશ. પણ રિતેષ તમે કરો છો. એતો કહો‌ શું જોબ સ્ટર્ડી કે બીઝનેશ ?

રિતેષ એ કહ્યું કે "જોબ કરું છું મલ્ટિનેશનલ કંપનીમાં."

તે દિવસથી રીમા અને રિતેષ વચ્ચે ગહેરી મિત્રતા બંધાઈ ગઈ. બંન્ને દુશ્મની હવે મિત્રતામાં ફેરવાઈ, પણ દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી. બંન્નેના ફોન કોલ મુલાકાતો વધી ગઈ. રીમાના રિઝલ્ટ પણ આવી ગયાં, રિઝલ્ટમાં સારા એવાં નંબર પણ આવ્યાં, રીમા માટે આ રિતેષ લકી બોય બની ગયો, તેના માટે પ્રેમ વધતો ગયો. પણ રિતેષના મન રીમા એક ટાઈમ પાસ હતી, તેને રીમામાં હવે કોઈ જ રસ ન હતો તેને રીમા પાસે થપ્પડનો બદલો લેવો હતો. તેને રીમાને પ્રેમના ખોટા વાયદા આપવાનું શરુ કર્યું.

રીમા તેની આઇ. એ. એસ. એક્ઝામની તૈયારી કરતી હતી, પણ તેનું મન રિતેષમાં ખોવાયેલુ હતું, પ્રેમ પણ કેવી અદભૂત અવસ્થા છે, જેના કરવાનું કરાવે છે. રીમા સાથે પણ કંઈક ખરાબ બનવા જઈ રહ્યું હતું, જેનો સંકેત એની મમ્મીને પહેલાં જ મળી ગયો હતો‌. પણ રીમા આ વાતથી અજાણ હતી. તે રિતેષની ચીંકણી ચોપડી વાતોને પ્રેમ સમજી બેઠી.

રીમા સ્ટર્ડી રુમમાં વાંચી રહી હતી, ત્યાં એના મમ્મી દિકરી પાસે આવ્યાં, તેમણે પુછ્યું કે "રીમા દિકરા શું વાત છે મને તો કહે હું તને કેટલાય દિવસથી જોવું છું તું એકલી રહે છે, ક્યાં ખોવાયેલી છે દિકરા હું તારી મમ્મી કમ તારી મિત્ર વધારે છું."

રીમાએ મમ્મીને કહ્યું કે "એવું કાંઈ જ નથી સારું કર્યું તું આવી ગઈ મારે તને કાંઇક કહેવું છે."

મમ્મીએ રીમાને પ્રેમથી હગ કરતાં કહ્યું "બોલને દિકરા શું કહેવું છે ?"

"મમ્મી મને એક છોકરો ગમે છે, તેનુંનામ રિતેષ છે, તે મમ્ટિનેશનલ કંપનીમાંનોકરી કરે છે પગાર પણ સારો છે, એના મમ્મી પપ્પા પણ સારા સ્વભાવનાં છે. મારે એની સાથે લગ્ન કરવા છે."

રીમાના મમ્મીએ દિકરીને પ્રેમથી સમજાવતા કહ્યું કે "આ પ્રેમ તો જવાનીના જોશમાં થઈ જાય છે, પણ તેના પરિણામ બહુ ગંભીર હોય છે. ખેર રીમા તારી લાગણી ખાતર રિતેષને મળવા તૈયાર છું."

રીમા એ આ ખુશ ખબરી રિતેષને આપી કે "રિતેષ મારા મમ્મી તમને મળવામાં ગે છે. તો કાલે સવારે મળશુ બાય."

મમ્મી એ રિતેષને મળ્યા પછી રીમાને લગ્ન માટે ઘસીનેના પાડી દીધી. રિમા એ કારણ જાણવા ખુબ પ્રયત્ન કર્યો પણ કાંઈ જ જવાબ ન મળ્યો. રીમા સમજી ગઈ કે મમ્મી લગ્ન માટે તૈયાર નથી.

રીમા એ પુછ્યું કે "મમ્મી કંઈક તો બોલો તને રિતેષ કેવો લાગ્યો ?" પણ કાંઈ જ જવાબ ન મળ્યો, પણ જવાબમાં લગ્ન માટેના જ સાંભળવા મળી. તો રીમા એ કોર્ટ મેરેજ કર્યા રીતે સાથે, માતા પિતાની ઉપર વટ જઈને.

થોડા દિવસ તો તેના માતા પિતા એ દીકરી પર નારાજગી જતાઈ પણ સમય જતાં જ બધો મામલો ઠારે પડી ગયો. બંન્ને પરિવારો વચ્ચે સારા એવા સુમેળ થઈ ગયાં. પછી રિતેષની અસલીયત રીમા સામે આવી, ત્યારે પગની નીચેથી જમીન સરકી ગઈ, ખબર પડી કે રિતેષ કોઇ મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતો નથી, તે દારુ અને જુગારનો બંધાણી છે, અને ઘણી બધી સ્ત્રીઓ સાથે તેના અફેર પણ છે, રોજ દારુના પૈસામાં ગતો રીમા કાંઈ આનાકાની કરે તો એને ઢોરમાર મારતો, આ હકિકત એ તેને અંદરથી તોડી નાંખી, તેને પોતાના આ નિર્ણય પર ભારાવાર પછતાવો થયો હતો. પણ તે કાંઈ જ કરી શકે તેમ નહતી, રિતેષનો માર સહન કરીને તે પણ હવે ઢોર બની ગઈ હતી.

તેને આજ પોતાના જવાનીના જોશે લીધેલા નિર્ણય પર ભારાવાર પછતાવો હતો, રિતેષના માતા પિતા પણ દિકરાના આવા વર્તનથી શરમીંદા હતાં, તેઓ એ દિકરાને પણ સમજાવવા પ્રયત્ન કર્યો પણ બધું વ્યર્થ. રીમાએ રાહ જોઇ કે રિતેષ સુધરી જશે, પણ એ ન બન્યું તેને રિતેષને કહ્યું તમારે આટલા ખરાબ નિકળશો એતો મને સપનાં પણ નહતું વિચાર્યું, આજે મને પોતાના આ ખોટા નિર્ણય પર ભારાભાર પછતાવો થાય છે.

રિતેષ એ તેને કહ્યું "તને શું લાગ્યું કે હું તને પ્રેમ કરું છું ?પ્રેમ એ પણ તને હા……હા……હા…. . તારા જેવી તો કેટલીએ છોકરીઓ આવીને ગઈ, આવું તો હું દરેક છોકરીઓને કહેતો હતો, પણ તું તો મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ. એટલે તારી અકકલ ઠેકાણે લાવવા તારી સાથે કોર્ટ મેરેજનુંનાટક કરવું પડ્યું. તારા માટે કોઇ જ પ્રેમ ન હતો મારા દિલમાં મારે મન તું એક ટાઇમ પાસ હતી, મારે તારી જોડે જુનો હિસાબ ક્લીયર કરવો હતો એ મેં કરી દીધો જા હવે તારેને મારે હવે કાંઈ નહિ."

રીમાની આંખો આજે પછતાવાનાં આંસું રોઈ રહી હતી, તેને રિતેષને પુછ્યું કે "શાનો હિસાબ તે ક્લિયર કર્યો ?"

"એ‌…. . એ…ય રીમા તું બહુ શાણી ન બન યાદ કર તે મને લાફો માર્યો હતો, કોલેજ વચ્ચે ત્યારે મેં નક્કી કર્યું હતું કે આનો બદલો હું બહુ ભયંકર રીતે લઈશ આજે એ પુરો થઈ ગયો, હવે તુ મરે કે જીવે મારે કાંઈ જ નથી."

રીમા આજે એકલી હતી. તે પોતાને માતા પિતાને ત્યાં ચાલી ગઈ, તેની માતાને હગ કરીને ધ્રુસકેને ધ્રુસકે રડી ગઈ. મમ્મીને કહ્યું કે "હું જ તને સમજી ન શકી તારા મૌનને મારે સમજવું જોઇતુ હતું, પણ હું આટલી મુર્ખ કેવી રીતે બની ગઈ મમ્મી તું તો સાચી હતી. પણ હું જ જવાનીના જોશમાં આવીને ખોટો નિર્ણય લઈ બેઠી શક્ય હોય તો મને માફ કરજે, તારી આ દિકરી આજે માફીને પાત્ર નથી."

"દેખ બેટા જ્યારે તુ મને રિતેષને મળવા લાવી હતી મને આ રિપોર્ટ પહેલેથી મળી ગયાં હતાં કે રિતેષ તારે લાયક નથી, પણ હું તને કાંઈ કહું તે પહેલા તે આ કદમ ઉઠાવી દીધું ચાલ દિકરા હવે બધું ભુલી જા જાગ્યા ત્યારથી સવાર."

રીમા એ રિતેષથી છૂટાછેડા લઈને ફ્રોડના કેસમાં જેલમાં ધકેલ્યો. માતા પિતા એ દિકરીની ભુલ માફ કરીને સારે ઠેકાણે વળાવી. છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય.


Rate this content
Log in

Similar gujarati story from Romance