Mohammed Talha sidat

Inspirational Thriller Others

2  

Mohammed Talha sidat

Inspirational Thriller Others

ખેડૂતનો ન્યાય

ખેડૂતનો ન્યાય

1 min
92


એક ખેડૂત હંમેશા એક પાઉન્ડ માખણ બેકરીમેનને વેચતો હતો. તે ખેડૂત હંમેશા સવારે તે બેકરીમાં આવતો અને તેને એક પાઉન્ડ માખણ આપતો. એકવાર બેકરે વિચાર્યું કે તે હંમેશા એના પર વિશ્વાસ કરી ને માખણ લે છે. કેમના હું આજે પોતે આ માખણ તોલીને જોવું ?

આનાથી તે જાણી શકે છે કે તેને સંપૂર્ણ માખણ મળી રહ્યું છે કે નહીં ?

જ્યારે બેકરીએ માખણનું વજન કર્યું, ત્યારે માખણનું વજન થોડું ઓછું નીકળ્યું. બેકરી ગુસ્સે થઈ અને ખેડૂત સામે કેસ દાખલ કર્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ખેડૂતને જજ સમક્ષ રજૂ કરાયો હતો.

જજ એ તે ખેડૂતને પ્રશ્ર્ન પૂછવાનું શરૂ કર્યું . જજ એ પૂછ્યું કે તે માખણનું વજન કરવા માટે ક્યાં વજન કાંટા નો ઉપયોગ કરે છે ?

ખેડૂતે જવાબ આપ્યો, “મારી પાસે વજન કરવા માટે વજન કાટો નથી. તેમ છતાં હું માખણ તોલું છું.

જજે આશ્ચર્યમાં પૂછે છે “તમે વજન કાંટા વગર માખણનું વજન કેવી રીતે કરો છો ?

આ અંગે ખેડૂતે જવાબ આપ્યો કે “તે લાંબા સમયથી આ બેકરીમાંથી એક પાઉન્ડ બ્રેડનો લોટ ખરીદી રહ્યો છે. આ બેકરીવાળો હંમેશા તેને આપે છે અને હું તેનું વજન કરીને તેને સમાન વજનનું માખણ આપું છું. ”

ખેડૂતનો આ જવાબ સાંભળીને બેકરીમેન હેરાન થાય ગયો.

પાઠ: આ બેકરીવાળા ની જેમ, આપણે આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે મેળવીએ છીએ. એકવાર તમે વિચારો કે તમે બીજાને શું આપી રહ્યા છો, કપટ, દુ: ખ, પ્રામાણિકતા, જૂઠું કે વફાદારી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational