Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૫

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૫

4 mins
235


સચિન, રામુકાકા અને રમીલાપાકાકીની મદદથી પૂજાને પકડીને પલંગ સાથે બાંધે છે અને પછી રમીલાકાકી ગાયત્રીમંત્ર બોલે છે અને પૂજાને શાંત કરીને સુવડાવીને બધા નીચે જાય છે.

સચિન : "તમે લોકો મને આ ખાનદાની હવેલીની બધી વાત કરો, જેથી હું અઘોરી બાબાને મળવા જાવ તો તેમને વાત કરું અને સાચું નિવારણ ગોતીને પૂજાને બચાવી શકું."

રામુકાકા : "આંદાજે પંચાવન વર્ષ પહેલાની વાત છે, અજયભાઈના પિતાના રમેશભાઈના લગ્ન હતાં વનિતાબહેન સાથે, વનિતાબહેન બાજુના ગામના નગર સેઠના દીકરી હતા. લગ્નમાં ગામેગામથી ઘણા મોટામોટા વેપારી, નગરસેઠ આવ્યા હતા અને તેમા એક હતો સુનીલ."

સચિન : "શું સુનીલ નગર સેઠ હતો ?"

રમીલાકાકી : "ના, સુનીલ તો એક જાદુગર હતો, નાનામોટા જાદુ અને કતપૂટલીનો ખેલ દેખાડી બધાને ખુશ કરતો, તે સમયે સુનીલ આ ગામમાં આવ્યો હતો, ગમેગામ જઈને ખેલ દેખાડતો અને જીવન ગુજારતો, માટે રમેશભાઈના મોટાભાઈ જયસુખભાઈ અને તેમના પત્ની સીતાબહેનને થયું કે લગ્નમાં જો આપડે આ જાદુગરને બોલાવશું તો મહેમાનો ખુશ થશે માટે સુનીલને લગ્નમાં બોલાવ્યો."

રામુકાકા : " ત્યારે લગ્નમાં જયસુખભાઈ અને રમેશભાઈની નાની બહેન મીનાક્ષી પણ હતી, થોડા સમય પહેલાંજ લંડનથી વકીલાતનું ભણીને આવી હતી, પરંતુ સાથે,,,"

સચિન : "સાથે શું ?"

રમીલાકાકી : "લગ્નમાં સુનિલે બધાને પોતાના જાદુ અને કતપૂટલીના ખેલથી ખુશ કર્યા હતા, અને મીનાક્ષીને તો સુનીલ પ્રથમ વખતમાં જ ગમી ગયો હતો. લગ્ન પછી પણ મીનાક્ષી જ્યાં સુધી સુનીલ અહીં ગામમાં હતો ત્યાં સુધી રોજ બોલાવતી."

સચિન : "તો શું બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા."

રામુકાકા : "ના બંને નહીં, ફક્ત મીનાક્ષી જ સુનીલના પ્રેમમાં પડી હતી. સુનીલ તો સમજતો હતો કે, પોતાના આવડતની કદર કરે છે મીનાક્ષી. અને પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરવાનું હતું ને!"

સચિન : "શું તેનો પરિવાર પણ સાથે હતો ?"

રામુકાકા : "હા, પરંતુ મીનાક્ષી તે વાતથી અજાણ હતી, એકવાર મીનાક્ષી એ પોતાના દિલની વાત સુનીલને કરી ત્યારે સુનિલે તરત તેને રોકી અને પોતાની પત્ની અને પાંચ વર્ષના બાળક વિશે પણ જાણ કરી. આ વાતથી મીનાક્ષી ખૂબ દુઃખી થઈ, જીવનમાં કોઈપણ વસ્તુ હોય કે બીજું કંઈપણ, મીનાક્ષીને ગમે માટે તે તેનુંજ હોય, પહેલી વાર મીનાક્ષીને ના સાંભળવા મળ્યું હતું."

સચિન : "શું આ વાતની જાણ તેના મોટા ભાઈઓને હતી ?"

રમીલાકાકી : "ના, કોઈને ખબર નહોતી, ફક્ત મીનાક્ષીની એક બહેનપણી હતી તેને જાણ હતી."

રામુકાકા : "એક વખત મીનાક્ષી એ સુનીલને બોલાવ્યો તો સુનીલ તેને મળવા અહીં હવેલીમાં નાનું તળાવ છે ત્યાં આવ્યો પણ ખરી ત્યારે મીનાક્ષી એ પોતે સિખેલી વશીકરણની રીતથી સુનિલને પોતાના વશમાં કરી લીધો અને સુનિલને પોતાના પરિવારને મારી નાંખવા સમજાવ્યું."

સચિન : "તો શું સાચે સચિને પોતાના પરિવારને મારી નાખ્યો ?"

રમીલાકાકી : "ના, જીવન મરણ તો બધું ભગવાન ન હાથમાં છે, મનુષ્ય નક્કી કરે તેમ ન થાય. મીનાક્ષીની બહેનપણી હતી તેને જયસુખભાઈ અને તેમના પત્નીને આ બધી વાત જણાવી, તે સમયે રમેશભાઈ અને તેમના પત્ની લંડન ફરવા ગયા હતા અને એક મહિના પછી આવવાના હતા માટે તેમને આ વાતની જાણ નહોતી."

રામુકાકા : "જયસુખભાઈએ તેમના ખાનદાની મંદિરના પૂજારીને તરત જાણ કરી અને તેમને સુનિલને તેના પરિવાર પાસે પહોંચે તે પહેલાં જ પકડીને તેના પરથી વશીકરણ ઉતારીને સુનિલને બધી વાત કરી અને આ ગામ છોડી જતું રહેવા કહ્યું. સુનીલ ને પૂજારીની વાત ગળે ઉતરી અને તરત પોતાના પરિવાર સાથે બીજે ગામ જવાનો વિચાર કર્યો."

સચિન : "મીનાક્ષી એ જવા દીધા ?"

રમીલાકાકી : "ના, મીનાક્ષીને પોતાની બહેનપણીની ખબર પડી ગઈ હતી માટે પોતે જ મારવા નીકળી ગઈ હતી, અંધારી રાતમાં અહીં બાજુનાં જંગલમાં મીનાક્ષી સુનીલ ના પરિવારને એમ કહીને લઈ ગઈ કે સુનીલ બહુ ઘાયલ છે, પરંતુ જ્યાં મીનાક્ષી તે લોકોને મારવા જતી હતી ત્યારે એ લોકોની અવાજથી સુનીલ ત્યાં આવી ગયો અને એ લોકોને બચાવીને બીજે ગામ લઈ ગયો."

સચિન : "તો શું ત્યારે રાતે આ સપનાને હું પૂજા અને ખુશ સાથે આ બનાવ બન્યો અને હું બચવા ગયો એમ સમજતો હતો ?"

રમીલાકાકી : " તને તારા પાછલા જન્મના દ્ર્શ્ય દેખાણા હતા, તું કદાચ તેને વર્તમાનમાં બન્યું તેવું માનતો હતો."

સચિન : "હવે મને સમજાય છે કે મને સપનામાં લાલ સાડી વળી સ્ત્રી દેખાતી હતી તે મીનાક્ષી હતી."

રામુકાકા : "જયસુખભાઈ અને રમેશભાઈ, બંને ભાઈઓ બીજી કાષ્ટમાં લગ્નથી વિરૂદ્ધ હતા અને એમાપણ પોતાનાથી નીચી જાતમાં તો કેવીરીતે માને ? માટે મીનાક્ષીને સંપતિ માંથી પણ નીકળી દેશે તેવી ધમકી આપી, પરંતુ મીનાક્ષી માની નહીં માટે પછી મીનાક્ષીને રૂમમાં પૂરી રાખતા. પરંતુ આ વાતથી મીનાક્ષી ખૂબ ક્રોધિત હતી અને નક્કી કરી લીધું કે બંને ભાઈનો વંશ પૂરો કરી નાખશે."

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror