Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૪

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૪

4 mins
265


સચિન : "ભૂતકાળમાં થયેલી ભૂલો અને ઘટનાનો શિકાર પૂજા બની છે, એ નિર્દોષ છે, પરંતુ તમે ચિંતા ના કરતા પૂજાને હું ખૂબ પ્રેમ કરું છું હું પૂજાને બચાવીને જ રઈશ."

રામુકાકા : "બેટા તમારા લગ્નની વાત થઈ ત્યારે અમને ચિંતા હતી પરંતુ તને મળ્યા પછી નથી. અમને હતું કે અજયભાઈના સ્વાર્થ માટે તે પૂજાનું જીવન બરબાદ કરી નાંખશે પરંતુ ભગવાને પૂજા માટે આ સંપતિથી પણ વધુ મૂલ્યવાન તને મળવ્યો, હવે ભલે બધી સંપત્તિ ખુશની થઈ જાય, પૂજા પાસે તું છે."

સચિન : "માફ કરજો કાકા હું સમજ્યો નહીં."

રામુકાકા : "રમેશભાઈ એ બધી સંપત્તિ પૂજાના નામ પર કરી હતી, કારણકે અજયભાઈ એ બીજી કાસ્ટમાં લગ્ન કર્યા હતા ત્યારે વનિતાબહેનને સમજાવ્યા કે તમે ભૂતકાળ પાછો લઈ આવવા માંગો છો ? તો રમેશભાઈ એ એવી શરત રાખી કે જો પૂજા પોતાની મરજીથી બીજી કષ્ટમાં લગ્ન કરશે કે પછી એકવીશ વર્ષ પહેલાં અકસ્માતમાં તેનું મૃત્યુ થશે તો બધી સંપત્તિ અજયભાઈના બાળકને મળશે."

સચિન : "શું ? આ બધું અજયભાઈ એ પોતાના દીકરા માટે કર્યું ? પરંતુ અહીં આ હવેલી વિશે ખબર હોવા છતાં અમને અહીં શા માટે મોકલ્યા ?"

રમીલાકાકી : "જો અહીં તમારા બંનેમાંથી કોઈનું મૃત્યુ થઈ જાય તો પછી આ હવેલી તો કોર્ટ પાસે ગીરવી છે, તો બીજા રૂપિયા કોર્ટને ના આપે અને આ હવેલીથી પણ છુટકારો મળી જાય. આ રીતે સંપતિ પણ મળી જાય, પૂજાની જવાબદારી પણ ન રહે, તારું દેણું પણ ચૂકવવું ના પડે, આમ તમારા લગ્ન પાછળ ઘણા સ્વાર્થ હતા."

રામુકાકા : "પરંતુ બેટા, ખુશ તારા ઘણા વખાણ કરતો હતો અને એમને કહ્યું પણ ખરી કે પૂજાએ પણ તને દિલથી સ્વીકાર્યો છે. ખુશ પોતાના જીવથી પણ વિશેષ પૂજાનું ધ્યાન રાખે છે, અમે આવ્યા ત્યારે પણ કહ્યું હતું કે પૂજા સાથે વાત કરવજોને બે,ત્રણ દિવસથી થઈ નહોતી માટે."

સચિન : "હા, મને પણ ફોન આવ્યો હતો, હું હમણાં વાત કરી લવ માટે ચિંતા ના કરે."

સાંજનો સમય થઈ ગયો હોય છે, સચિન ખુશને ફોન કરે છે તો ખુશ ઉપાડતો નથી, અને તરત ફોન આવે છે, પરંતુ તે વીડિયો કોલ હોય છે અને સચિનને ધ્યાન નથી રહેતું અને ઉપાડી લે છે, પછી ધ્યાન પડે છે કે આ તો વિડિયો કોલ છે, બંને વાતો કરતા હોય છે અને સચિન કહે છે, " પૂજા થાકી ગઈ છે માટે સૂઈ ગઈ છે." રામુકાકા અને રમીલાકાકી પણ વાત કરે છે. ત્યાં અચાનક પાછળ સીડી પર પૂજા દેખાઈ છે અને કરુણ અવાજમાં કહે છે "મને બહુ દુઃખાવો થાય છે, સચિન મને બચાવી લો." ખુશ કાઇપણ પૂછે તે પહેલાં સચિન ફોન કાપી નાખે છે અને પછી ખુશ ના ઘણા ફોન આવે છે પરંતુ કોઈ ઉપાડતા નથી.

સચિન : "પૂજા, તને જમવું છે ?"

પૂજા : "હા, બહુ ભૂખ લાગી છે. તમે જમાડી દેશો ? મને બહુ વિકનેસ લાગે છે."

સચિન : "હા, રમીલાકાકી તમે જલ્દીથી જમવાનું લઈ આવો ત્યાં સુધીમાં પૂજા તું એકવાર ખુશ સાથે વાત કરીલે ખુશ તારી ખૂબ ચિંતા કરે છે."

રમીલાકાકી જમવાનું બનાવવા જાય છે અને સચિન પૂજાની ખુશ સાથે વાત કરવી છે.

ખુશ : "દીદી તું બરાબર છે ને ? તને શું થયું છે ?"

પૂજા : "ખુશ હું બરાબર છું, તું ચિંતા ના કર, તારી પરીક્ષા કેવી ચાલે છે ?"

ખુશ : "સારી ચાલે છે, કાલે છેલ્લું પેપર છે. મને તારો અવાજ બરાબર નથી લાગતો, હું કાલે પેપર પૂરું થાય પછી તરત ત્યાં આવવા નીકળું છું."

પૂજા : "મને પણ તારી યાદ બહુ આવે છે."

આટલું કહી ફોન રાખી દે છે, પછી ખુશ રીનાને ફોન કરે છે અને પૂજા વિશે પૂછે છે, વાઘમારે સાહેબ સાથે પણ વાત કરે છે. પરંતુ ખુશને સંતોષ થતો નથી. ખુશ આવવાનો છે તે વાત પૂજાને ખબર હતી તેના સિવાય કોઈને ખબર નહોતી. વાઘમારે સાહેબ ખુશ સાથે વાત કરીને સચિનને પણ ફોન કરે છે અને જાણ કરે છે.

સચિન પૂજાને જમાડી સુવડાવી દે છે અને પછી રમીલાકાકી આખી હવેલીમાં ગંગા જળ છાંટે છે અને પૂજા પર પણ છાંટે છે, કે તરત પૂજાની આંખો લાલ થઇ જાય છે, સચિન સમજી જાય છે કે પૂજા પર મીનાક્ષી હાવી થવા લાગી છે.

સચિન : "કાકી, રહેવા દો, તમે લોકો બહાર જાવ હું અહીં પૂજા સાથે રહીશ, તમે લોકો આરામ કરો."

આટલી વાત કરતા હતા ત્યાં પૂજા પોતાના પલંગ પરથી ઉતરીને એક કબાટમાંથી ઢીંગલા ઢીંગલી કાઢીને ખેલ કરવા લાગી અને ત્યારે પૂજાના પગ પણ વાંકા થઈ ગયા હતા, રૂપ પણ બદલવા લાગ્યું હતું, જેવું સચિન તેને પકડવા ગયો કે તરત પૂજાનું રૂપ કદરૂપું થવા લાગ્યું અને પૂજા રૂમમાંથી ભાગી ગઈ. બધા ગોતવા લાગ્યા ત્યાં ચાનક બારીમાંથી રામુકાકાનું ધ્યાન પડ્યું કે પૂજા તો તળાવ પાસે છે અને અંદર જવા લાગી છે.  

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror