ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૬
ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૬
સાહેબના ગયા પછી થોડીવાર તો સચિન અને પૂજા બંને કંઈ બોલતા નથી શાંતિથી એકબીજાને જોયા કરે છે. સવારનું શાંત અને ખુશનુમા વાતાવરણ હતું, એકબાજુ પક્ષીનો કલરવ હતો અને બીજી બાજુ બાજુના બગીચામાં સૂર્યની કિરણો પડતા કળીઓ ખીલવા લાગે છે, થોડે દૂર એક મંદિર હતું ત્યાંથી આરતીનો ધીમોધીમો અવાજ આવતો હતો, પવનની લહેરકી થી પૂજાના વાળ થોડાથોડા ઉડતા હતા જેને કારણે પૂજાનું ધ્યાન ઘડી ઘડી વાળ સરખા કરવામાં જતું હતું.
સચિન પૂજાની નજીક જાય છે, પૂજાના દિલના ધબકારા વધવા લાગે છે, સચિન અને પૂજા બંને એકબીજાની આંખમાં જોતા હોય છે, સચિન ધીમેથી પૂજાનો હાથ પકડે છે અને હાથ પરથી રબરબેન્ડ કાઢીને પૂજાના માથામાં ભરાવે છે. પૂજાને આ સમય, સચિનનું નજીક આવવું બધું ગમે છે, સચિનને પણ પૂજાની સાદગી, વાત કરવાની રીતભાત, સુંદરતા, ખૂબ ગમે છે. બંને એકબીજાની આંખોમાં જોતાજોતા સાથેજ પૂછે છે, "આ લગ્ન તમારી મરજીથી કરો છો ને ?" પછી બંને હસે છે.
સચિન: "પહેલા નક્કી નહોતો કરી શકતો પરંતુ આજે તને મળીને થાય છે કે આપડે સાથે જીવન વિતાવશું તો વાંધો નહીં આવે."
પૂજા: "મારે પણ દુબઈ જવું હતું, મારા યોગા ક્લાસ માટે, પરંતુ કાકાએ તમારી સાથે લગ્ન નક્કી કરી લીધા હતા માટે જવાનું કેન્સલ કર્યું. ત્યારે થોડું લાગ્યું કે કાશ જવા મળે તો મારી સપનું છે."
સચિન: "અરે તો તું આરામથી જા, હું અજયભાઈ સાથે વાત કરિલવ."
પૂજા: "અરે પણ મારી પૂરી વાતતો સાંભળો, પછી મેં તમારો ફોટો જોયો અને તમારા વિશે જાણ્યું તો થયું કે, લગ્ન પછી પણ હું મારું સપનું પૂરું કરી શકીશ, અને એમાપણ જો જીવનસાથીનો સાથ હોય તોતો દુનિયા પણ જીતી શકાય, તો આ તો ખાલી એક સપનું છે."
સચિન: "ખાલી સપનું ? હું વચન આપું છું કે હું તારું આ સપનું પૂરું કરીશ અને તેને બેસ્ટ જગ્યા પર જીમ અને યોગા ક્લાસ શરૂ કરી આપીશ."
પૂજા: "થેંક્યું."
સચિન: "તને અજયભાઈની શરત વિશે ખબર છે ?"
પૂજા: "શરત! કેવી શરત ?"
સચિન: "તને ખબર નથી કે, આપડા લગ્ન એક કોન્ટ્રાકટ મેરેજ છે."
પૂજા: "ના મને કંઇ ખબર નથી."
સચિન પૂજાને શરત વિશે બધી વાત કરે છે. પૂજા આ શરતથી અજાણ હતી, છતાંપણ પૂજાને સચિન ગમે છે માટે શરત સાંભળીને પણ પૂજા ખુશીથી લગ્ન માટે હા પાડે છે.
પૂજા: "મારી એક વિનંતી છે."
સચિન: "હા બોલને"
પૂજા: "આ શરત વિશે ખુશને ખબર ના પડે તો વધારે સારું. કારણકે મારા માતાપિતા અને મારા દાદા દાદી ના ગયા પછી મારા કાકા કાકી એ જ મને મોટી કરી, ભણાવી ગણાવી મારા શોખ પુરા કર્યા, તેમછતાં ખુશને એવું લાગે છે કે, તે લોકો લાલચથી આ બધું કરે છે."
સચિન પ્રેમથી પૂજાનો હાથ પકડે છે અને વિશ્વાસ આપે છે કે ખુશને ખબર નહીં પડે. પછી બંને અગાસી માંથી આકાશ અને પ્રકૃતિને નિહાળતા હોય છે, અને નીચે ખુશ બધા ઘરના લોકોને મળે છે અને રીનાનો આભાર માને છે.
ખુશ: "રીના તે બહુ સરસ ચા બનાવી હતી, આભાર."
રીના: "અરે એમાં આભાર કહેવાની જરૂર નથી, હું રોજ સવારે બધા માટે ચા બનાવું છું."
ખુશ: "તું શું ભણે છે ?"
પૂજા: "હું દસમા ધોરણમાં છું."
ખુશ: "અરે વાહ! હું પણ ટેંથ સ્ટાન્ડર્ડમાં જ છું. અહીં તારી સ્કૂલ અને ક્લાસ અહીં આજુબાજુ છે ?"
રીના: "હા, અહીં બાજુમાં જ છે, હું હમણાં જાવ છું."
ખુશ: "હું આવી શકું ?"
રીના: "હા આવી શકાય, કંઈ વાંધો નહીં."
ખુશ: "તો ચાલો જઈએ."
એટલામાં સચિન અને પૂજા નીચે આવે છે અને બધી વાત સાંભળે છે, તો સચિનને થોડી ખુશની મસ્તી કરવાનું સુજે છે, અને ખુશની નજીક જઈને કાનમાં કહેછે,
સચિન: "ખુશ તું અહીં તારી બહેન પૂજા માટે આવ્યો છે કે પછી તારા સેટિંગ માટે ?"
ખુશ:થોડો ગભરાઈ જાય છે અને ઉતાવળમાં બોલે છે," અરે ના ના હું તો તમને મળવા જ આવ્યો છું, રીના તું તારે જા હું પછી આવીશ."
સચિન:હસતા હસતા કહે છે,"અરે હું મસ્તી કરતો હતો, તું તારે જા સ્કૂલ અને ગામ જોતો આવ અને હું પણ પૂજા સાથે થોડીવાર બહાર જાવ છું અને બપોરે જમવામાં સાથે મળશું."
પૂજા: "સચિન આપડે થોડીવાર પછી જઈએ તો ચાલશે ?"
સચિન: "હા હા કશો વાંધો નહીં, તરે કંઈ કામ હોય તો કહે હું હેલ્પ કરું ?"
પૂજા: "ના મારે કંઈ કામ નથી પરંતુ આપડે આટલા બધા અહીં જમશું તો અંજુ બહેનને થોડી હેલ્પ કરવું પછી જઈએ."
પૂજાની વાતથી સચિન ખુશ થયો અને વાઘમારે સાહેબ પણ પૂજાથી પ્રભાવિત થયા. સચિને ફક્ત હસીને હા કહ્યું અને પૂજા તરત અંદર અંજુ બહેન પાસે જતી રહી, ત્યાં સાહેબના ફોનમાં રીંગ વાગે છે અને તે ફોન દિલ્હી હોસ્પિટલમાંથી હોય છે.
ક્રમશઃ...


