Kalpesh Patel

Classics Inspirational

4.9  

Kalpesh Patel

Classics Inspirational

ખાલીપો

ખાલીપો

6 mins
1.1K


ખાલીપો એટલે ખાલીપણું ખાલી મન. માનવીને એકલાપણું કાયમ અસહ્યનીય લાગે. એકાંતમાં તેને તેની જૂની યાદોનો કાફલો આવી હડબડાવતો રહે. એ કારમી વ્યથા વેદના વેઠે એને જ ખબર હોય. ખાલીપો ક્યારેક સાથીપણાં ન હોય તેનો હોય તો ક્યારેક ખાલીપો ધનનો હોય ગરીબીથી પણ. ખાલીપો નામેય સદાય અકળાવનાર જ હોય. એકાંત વાસ જુઓ કોને ગમે કે, કેવો જીવાય એ જીવ્યું જાણ્યું અનુભવ્યું હોય એને જ ખબર હોય. આપણે વિચારશીલ છતાં ખાલીપાને સહી શકતાં નથી. માનવ સમૂહ મોહ માયામાં દુઃખી થતાં હોવા છતાં તે સમાજનાં સમુહમાં રહેવા ટેવાયેલો હોય છે,એટલે તે ખાલીપો સહી શકતો નથી.

વાત છે એઁસી વરસના દિવાળીબાની તેઓ નંદુબાર ગામમાં પતિના મકાનમાં રહેતા. ખાધે પીધે સુખી અને તેમના પતિ ધીરજલાલ ગામનું મોટું માથું. તેઓને બે દીકરા અને એક દીકરી હતી, ધીરજલાલ તો તેમની ખીલેલી લીલીવાડીને જોવા લાંબુ રહેલા નહીં, જો તેઓ હયાત હોત તો દિવાળીબાના ખાલીપાને ભરવા કોઇની જરૂર ન રહેત. નંદુબરગામમાં એકલવાયું જીવન જીવતા દિવાળીબા કાયમ બીજાનો સાથ શોધતા, તેઓના એંકાકી જીવનને ગામના બૈરા સાથ પૂરો પડતાં,પણ તેમનો ખાલીપો અજોડ હતો ! તેમણે તો તેમના પોતાનાનો સંગ જોઈતો હતો.

મોંઘવારીના માર વચ્ચે ત્રણેય છોકરાઓને મોટા કરવાના હતા. ધીરજલાલતો વિરપુર રહી નાનો મોટો વેપાર કરતાં. અને મહિને બે મહિને ઘેર આવે. દિવાળીબા જ ઘર સંભાળે. ધીરજલાલ મહેનતુ, પંદર પંદર કલાક કામ કરે. બે કારીગરનું કામ એકલા ખેંચે. પતિ પત્નીએ બંને છોકરાઓને પ્રેમથી ખવડાવી, ઓઢાડી- પહેરવીને ભણાવ્યા, સમાજમાં મોભો અપાવ્યો અને પરણાવ્યા. અને દીકરી માલતિને કલકત્તા કાપડના વેપારીના છોકરા સાથે વળાવી.

એક રાતે માતા પિતા સાથે બંને દીકરાઓ ભાવેશ અને યોગેશે મિટિંગ કરી અને નાના દીકરા યોગેશે કહ્યું, "જુઓ બા–બાપુ, હવે આ નંદુબાર ગામડામાં આમરું ભવિષ્ય નથી. અમારે સ્ટેટસ ઊભું કરવું છે. જેથી અમારા બાળકોની રહેણી કરણી ઉચ્ચ સમાજ જેવી ખીલે."

ધીરજલાલે કહ્યું, "અરે આવું શું બોલ્યા ? સંયુક્ત કુટુંબમાં જે બાળકો શીખશે, તે બીજે શીખવા નહીં મળે, ભલે, તમને ભગવાને પાંખો આપી છે તો ઊડો જોમ હોય એવડું, પણ થાકશો તે દિવસ આ તમારા બાપની યાદ રડાવશે ત્યારે કોઈ આસું લૂછનાર સંગાથે નહીં હોય."

છોકરાઓના શહેર ગયા પછી તરતજ ધીરજલાલે વિરપુરની માયા સંકેલી, દિવાળીબાના સંગે નંદુબારમાં પાછલા દિવસો વિતાવતા. આમને આમ બે વરસ પસાર થયા. એ એક દિ ઉમ્મરગત બીમારીથી દીરજલાલનો દેહ વિલય થયો અને ધીરજલાલના બારમાંને દિવસે દિવાળીબા કોને ત્યાં જાય ? તે નક્કી ન થતા દિવાળીબા ગામમાં રહે તેવું નક્કી થયું. બંને દીકરાઓ શહેરમાં તેમના વસ્તાર સાથે પાછા ગયા. દિવાળી બા ઘરમાં એકલા, ક્યારેક પગ અટકે તો ક્યારે ડોકી જકડાય, અને હવે આંખે સૂજે નહી અને ચશ્મા તૂટી ગયા છે. પૈસા છે પણ કોણ લાવી આપે ?

ભાવેશે તેને ઘેર યોજેલી ડિનર પાર્ટી પૂરી થઈ. યોગેશની વહુ યશોદાએ મમરો મૂક્યો, આ દિવાળીની રજામા દુબઈ જઈએ તો કેવું...એ સાંભળી ભાવેશની પત્ની ભાવનાએ તેને બાલ આવ્યું અને દિવાળીની રજાઓમાં દુબઈ ફરવા જવું એવું નક્કી થયું. વાત અટકી બાળકોનું શું ? તેઓ સાથે હોય તો ફરવામાં મજા ન આવે. તેનો તોડ પણ યશોદાએ કાઢ્યો, યોગેશભાઈની મીના અને મારો કરણ બંનેને બા પાસે નંદુબાર મૂકી આવીએ તો કેવું ? અને સૌએ તે સૂચન સહર્ષ સ્વીકારી લીધુ.

દિવાળીનું વેકેશન પડ્યું અને ટ્યુશન ક્લાસવાળા પાસે છોકરાઓનું લેસન પતાવી લેવરાવ્યું અને થોડી

ફૂલઝરી, લવિંગિયા, જેવુ સલામત દારૂખાનું અપાવ્યું, અને ભાવેશે બા માટે કપડાં અને મીઠાઇ લીધી અને તેની ગાડીમાં છોકરાઓને તેના ગામ નંદુપુર મૂકવા નીકળ્યો. મીના અને કરણ મીઠી મુઝવણ અનુભવતા હતા. આ પપ્પાના ગામ જવું એના કરતાં તો શહેરમાં સારું, રજાઓમાં 'મિકી માઉસ' અને 'ડોનાલ્ડ ડક'ની મૂવી જોઈ મોજ કરેત.આ પપ્પાના ગામડા ગામમાં તો લાઇટના ઠેકાણા નથી તો ટી વીની ક્યાં વાત ? પણ બંને જણા મમ્મીની બીકને લીધે ચૂપ હતા અને ગામ જઇ રહ્યા હતા.   

ભાવેશને ઘરનું આગણું ગલીમાં ટર્ન લેતા દૂરથી દેખાવા લાગ્યું અને દિવાળીબાની માયાનો અહેસાસ અત્યારે થતો હતો. દિલ અંદરથી હચમચવા લાગ્યું હતું. અચાનક રસ્તામાં કૂતરું આવવાથી બ્રેક મારવી પડી અને ગાડી થોડી જમણી બાજુ ખેંચાઈ ઊભી રહી. યોગેશે લાગણીના ઘોડાપૂરને પણ હાલપૂરતી બ્રેક મારી ગાડી તેના ઘેર દોડાવી અને ગાડીનો અવાજ સાંભળી દિવાળીબા બહાર આવ્યાં.

'અરે, અરે…હો હો, મોટો આવ્યો છે મારે ઘેર આજ અચાનક "ભાઈ, આ તો ભારે કરી. મજામાં છે ને બધા ! હું આવી. પછી વારાફરતી બંને છોકરાઓના ઓવારણા લીધા અને ઘરમાં લઈ ગયા. ભાવેશે પોતાના ઘરની જાણીતી ખૂશ્બુ લેવા આંખો બંધ કરીને ઉંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી લીધી. મગજ તરબતર થઈ ગયું અને એ વટભેર હીંચકે બેસી ગયો. ત્યાં દિવાળીબા પાણી લઇ આવ્યા. બપોરે જમ્યા પછી ભાવેશે વાત કરી કે તમને દિવાળીમાં કંપની રહે તે સારું છોકરાઓને તમારી પાસે મૂકી જવું છું. ઊઘડતી સ્કૂલે પાછા લઈ જઈશ. અને તે સાંજે પાછો શહેર જવા નીકળી ગયો

દિવાળીબાને તો "બગાસું ખાતા પતાસું મળ્યું" છોકરાઓને રોજ અવનવું ખાવાનું બનાવી ખવરાવે, રાતે અલક મલકની વાતો કરે, આભના અંઘકારમાં ટમટમતા તારાઓ બતાવે. શરૂમાં છોકરાઓને ન ગમ્યું પણ પછીના દિવસોમાં તે મીના અને કારણ બંને ગામના બીજા સાથે હળી મળી ગયા હતા હતો. રોજ રાતે ફૂલઝરી, સાપોલિયા જેવા સાવ સાદા ફટાકડાઑ ફોડતા અને તે પછી લંગડી, આંધળી ખિસકોલી જેવી ગ્રામ્ય મોડે સુધી ગામમાં તેઓ રમતા રહેતા. દિવાળીબાને રોજ બંને છોકરાઓને  શોધવા ગામમાં જવું પડતું. તેમના ધૂળથી ખરડાયેલ કપડાં બદલવી ફાનસના અજવાળાથી ઘરની દીવાલ હાથના પડછાયાથી વિવિધ પ્રાણીઓ ની છાયા બનાવી સૂવાડી દેતા. બંને છોકરાઓ માટે બાને પ્રેમ એ નવાઈની વાત હતી. શહેરમાં તો મમ્મી પપ્પા બંને નોકરી કરે અને ક્યારેય આટલો સમય સાથે નહતી રહેતી. આમ છોકરાઓના દિલમાં પડેલા ખાલીપામાં બાએ સિફતથી જગ્યા બનાવી દીધી હતી. બા સાથે ત્રણેય જાણ કોઈ અજબ ગજબની દુનિયામાં હોય તેવી અનુભૂતિ કરી રહેલા હતા.

આજે દિવાળીનો દિવસ હતો. સવારે વહેલા આંગણે રંગોળી અને કંકુના સાથીયા કર્યા અને બાએ શેરડીનો સાંઠો લઇ અને તેની ઉપર ચાર ચીરા કરી તેમાં સૂકા નારિયેળનું કાચલું મૂકી તેમાં તેલ પાયેલા કપાસિયા ભરી મેરાયું બનાવ્યું. ત્યારે ભાવેશની દીકરી મીનાએ બા ને પૂછ્યું, "આ આ તમે શું બનાવો છો ?" ત્યારે બા એ કીધી, "આને મેરાયું કહેવાય, આ મેરાયણે દિવાળીની રાતે ઘરમાં ચારે-કોર અને ઘરની ગાયોના માથેથી ફેરવી શેરીને નાકે મૂકવાથી સૌને ભગવાન સલામત રાખે છે. તે પછી પોતે નવી સાડી પહેરી અને છોકરાઓને પણ નવા કપડાં પહેવરાવ્યા અને ઠાકોરજી પાસે બેસી, સિંઘોડા, સીતાફળ, માખણ, મિસરી, મગસ, સુંવાળી, ઘૂઘરાના પ્રસાદ સાથે તે 'મેરાયું' મૂક્યું.

સાંજ પડી એટ્લે યોગેશના છોકરા કરણને મેરાયું પ્રગટાવી આપીને ઘરની ચારે -કોર ફેરાવડાવીને શેરીને નાકે એ મૂકાવ્યૂ. ત્યાર પછી ધન્વંતરિની છોકરાઓથી પુજા કરાવી. પછી ધન્વંતરીના ચટપટા પાણી સાથે પકોડી અને દંહીવડાની ખવરાવ્યા. મોડી રાતે બાએ ફટાકડા – ફૂલજરી છોકરાઓ સાથે ફોડી, રાત્રે પૌત્ર પૌત્રી બંનેને સુવડાવતા પહેલા "કાળી ચૌદશનો અંજયો –ગાંજયો ના જાય" એવું બોલી, ગાયના'ઘી'ના દિવાની તાજી મેશનું અંજન કરેલું.

નવા વરસની સવારે દેવ મદિરે બંને છોકરોએ ખૂબ મજા કરેલી. લાભ પંચમીના દિવસે વહેલી સવારે ભાવેશ અને યોગેશ દુબઈ ફરી પાછા આવી ગયા હતા. અને દિવાળીબાનો નાનો દીકરો યોગેશ આજે સાંજે છોકરાઓને પાછા લેવા ગામ આવ્યો હતો. ત્યારે દીવાળીબાના ચહેરા ઉપર ચાર દિવસમાં આવેલી રોનક હણાઈ ગઈ. પણ પરિસ્થિતીને સ્વીકારી મન કાઠું કરી નાનાને આવકાર આપ્યો અને મેડે રૂમ ખોલી આપ્યો. તે રાત્રે જમ્યા પછી બધા મોડે સુધી વાતો કરતાં રહ્યા. બાએ કરણને તેના પપ્પાના બાળપણના તોફાનો વિષે વાતો કરી ખૂબ હસાવ્યા અને બંને છોકરાઓને પોતાની સાથે વાર્તા કહેતા સૂઈ ગયા. બીજે દિવસે સવારે બા સવારે ઊઠ્યાં જ નહિ. લાભપાંચમની રાતે કોઈ કાળે તેમના આતમનો દીવો બુઝાઇ ગયો હતો !.

યોગેશ આ આવી પડે અણઘારેલ ફટકે ચોધાર આંસુડે રડતો હતો, એને બાની ખુલ્લી આંખો બંધ કરતાં જોયું. તો બાની નિર્જીવ આંખો તેને કહી રહી હતી કે, "સાથી વગરનો ખાલીપો પ્રભુ કોઈને ન આપે.ખાલીપો સદાય ખોખરૈ હોય જે ભિતરથી તુટી ગયેલો હોય. દીકરા શક્ય હોય તો કોઈના પણ ખાલીપાને ભરવાનું કામ કરજો. હંમેશા એકલાના સાથ સંગી થજો. વડીલ સાથે મિત્ર ભાવ કેળવજો ભગવાન તને ખાલીપો વગરનું આનંદસભર જીવન આપે."

સાંજ લગીમાં શહેરથી ધીરજલાલનું આખુય કુટુંબ તેઓના મેડી બંધ ખાલી મકાનને ભરી દેતું દોડી આવેલું. પણ તેમાં દિવાળીબાનો ખાલીપો સૌને દિગ્મૂઢ કરતો હતો. મીના અને કરણ બંને બાળકોતો ચાર દિવસની દિવાળીની મજા પછી મમ્મી પપ્પાને કહી બાને તેઓ પોતાની સાથે શહેર કાયમ માટે લઈ જવાના જ હતા. પણ. . ?


Rate this content
Log in

Similar gujarati story from Classics