Karan Mistry

Inspirational

3  

Karan Mistry

Inspirational

કેવું અજબ જેવું છે

કેવું અજબ જેવું છે

4 mins
501


"દાદુ આ જોવો ને, આપણી પૃથ્વીની બાજુમાંઆ ગોળ ગોળ શું દોર્યું છે." પાંચમાં ધોરણમાં ભણતો ધૈર્ય તેના દાદાને આકાશવિજ્ઞાનની બુકમાં ગેલેક્સી અને તારામંડલના પ્રકરણ વિશે પૂછતો હતો. નામ ધૈર્ય હતું પરંતુ સવાલો પૂછવામાં અને જવાબો મેળવવા માટે તે જરા પણ ધૈર્ય રાખતો નહીં.


તે જ્યારથી નિશાળે જવા લાગ્યો ત્યારથી તેને બ્રહ્માંડ ને લગતા સવાલો જેમ કે આકાશમાં શું છે? આ તારાઓ કેમ ટમટમે છે? ત્યાં આપના જેવું કોઇ હશે ? હોય તો એ ક્યાં રહેતા હશે? બ્રહ્માંડ એટલે શું ? આ સવાલોના સચોટ જવાબો તો હજુ ધૈર્ય ને ખબર ન પડે એટલે તેના દાદા પણ તેને સમજાય અને તે માની જાય તેવી બાળકીભાષામાં જ જવાબ આપતા. 


જેમ જેમ આગળ અભ્યાસમાં જવા લાગ્યો તેમ તેમ તેનાં સવાલો પણ ગૂઢ થતા જતા હતા, તેને તેના સવાલનો સંપૂર્ણ અને સચોટ જવાબ ન મળે ત્યાં સુધી તે ઝંપતો નહીં. બ્રહ્માંડ વિષયમાં અદભુત રસ પડતો હતો. બ્રહ્માંડને લગતી ફિલ્મો જોઈ તેમ તેના સવાલ વધતા ગયા. તેમાં પણ વળી ફિલ્મમાં એલિયન જોઇ લીધા. પછી તો સવાલની સાથે તેને સ્પેસમાં જવાની પણ જીદ પકડી અને સ્પેસ તેનું એક સપનું બની ગયું.


દાદુ આ એલિયન એટલે શુંં? તે કેમ આપણા જેવા દેખાતાં નથી? ત્યાં ઉપર તે આપણી જેમ ઘરમાં જ રહેતા હશે? તેઓ પણ હું જેમ તેમના વિશે વિચારું તેમ આપણા વિશે વિચારતા હશે? શું આપણે તેને મળવા જઈ શકીયે? 


ધૈર્યના દાદા આવા સવાલોના જવાબ આપી ન શકતા અને તેના પૌત્રની જિજ્ઞાશુંં વૃત્તિથી ખુશ થઈને મલકાયા અને પ્રેમથી ધૈર્યના માથે હાથ ફેરવ્યો અને કીધુ.

"બેટા, તારા આ બધા સવાલોનો જવાબ માત્ર એક જ સંસ્થા આપી શકે છે"

"કોણ ક્યાં દાદુ, તમે મને લઈ જશો ત્યાં? ચાલોને આપણે આજે જ મળવા જઈયે."

"દીકરા આપણે તેમની મંજૂરી વિના મળવા ન જઇ શકીયે, લે આ વાંચ જો" દાદાએ ધૈર્યને ટીપોય પર પડેલ છાપું આપ્યું, તેમાં જ્યાં ઇસરોનો સ્પેસ મિશનનો લેખ હતો.


ધૈર્ય એક જ બેઠકે એક સાથે લેખ વાંચી ગયો. તે લેખ હતો ઇસરોના આગામી ચંદ્ર અને મંગલ મિશનનો ઉલ્લેખ હતો. ઇસરોના વિજ્ઞાનીઓએ સાબિત કર્યું હતું કે ત્યાં હકીકતમાં એલિયનનું અસ્તિત્વ છે. તે માટે ઇસરો એક સ્પર્ધાનું આયોજન કરશે અને જે યોગ્ય વિદ્યાર્થીને તે ઇસરોના વિજ્ઞાનીઓ સાથે મંગલ મિશનમાં મોકલશે જ્યાં એલિયનનું અસ્તિત્વ મળ્યું છે. 


ધૈર્ય સ્પર્ધાની તૈયારીમાં લાગી ગયો. આટલી ઓછી ઉંમરમાં તેને મંગલ પર જવાની તક હતી. આખરે સ્પર્ધાનો સમય આવ્યો જે વિજ્ઞાનીઓ દ્વારા જ આયોજિત હતી. દેશભરના વિદ્યાર્થીઓને એક રિસર્ચ પેપર લખવાનું હતું મંગલ પરના એલિયન હશે કે કેમ અને તેમના વ્યવહાર વિશે. ધૈર્યનું પેપર સિલેક્ટ થઈ ગયું હતું. કેમ ન થાય, બધી જ માહિતીસભર તેણે પેપર લખ્યું હતું. તે પેપરમાં તેણે બધા જ સવાલોનો મારો ચલાવ્યો હતો અને વિજ્ઞાનીઓ તેના જિજ્ઞાસુ વૃત્તિ અને આવડી ઉંમરમાં મંગળની આટલી માહિતીથી પ્રભાવિત થયા હતા અને ધૈર્યને મંગલ મિશન માટે સિલેક્ટ કર્યો હતો. 


આખરે તે દિવસ આવી ગયો. ધૈર્ય વિજ્ઞાનીઓ સાથે યાનમાં ઉડી ગયો મંગળની સફરે. મંગળ ગ્રહ પાર યાન ઉતર્યું અને ધૈર્યનું તો જાણે સપનું પૂરું થઈ રહ્યું હતું, તેના બધા જ સવાલોના જવાબ મળવાના હતા. 

ધૈર્ય એલિયન વચ્ચે રહીને તેમને સવાલો પૂછી રહ્યો હતો અને મન મનમાં જ વિચારતો હતો કે માણસો અને એલિયાનમાં સાચે જ જમીન આસમાનનો ફરક છે. બધું જ અલગ છે, બધા જ ખુશ છે.


મંગળયાનને આજે એક અઠવાડિયું થઇ ગયું. ધૈર્ય પોતાના સવાલોના જવાબ મેળવીને હવે માનવજાત માટે સવાલો કરતો થઈ રહ્યો હતો. જે સવાલો માનવજાત માટે થઈ રહ્યા હતા તે બધા જ તેના ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરી લીધા. એક અઠવાડિયા બાદ મંગળયાન વળી પૃથ્વી પર જવા લાગ્યું.

તે નાના સોળ વર્ષના ધૈર્યને તેનું એલિયન માટેનું અવલોકન ઇસરોના મુખ્ય કાર્યાલય સમક્ષ રજૂ કરવાનું નક્કી થયું અને એક સભાનું આયોજન કરવાનું નક્કી કર્યું. 


જેમ પૃથ્વી પાર રહીને એલિયન માટે સવાલો થયા હતા તેમ એલિયન વચ્ચે રહીને માનવજાત માટે સવાલો હતા. 

"હું આપણી ઇસરોની સંસ્થાનો ખૂબ આભારી છું કે તેમને મને સંશોધન માટે મંગળયાનમાં વિજ્ઞાનીઓ સાથે મોકલ્યો. મને ખૂબ મજા આવી પરંતુ દુઃખની વાત એ છે કે એલિયન માણસને સમજી ગયા પરતું અહીં માણસ માણસને ના સમજી શક્યો. 


ત્યાં બધાં એલિયન વચ્ચે કોઈ જ ઊંચનીચ નથી, કોઈ જ ભેદભાવ નથી, બધા સાથે રહે છે અને બધા ખુશ રહે છે. કોઈ જ ધર્મધર્માંતર નથી, કોઈ જ વિધિ-વૈતરા નથી તેઓને પોતાના કામ, ઇમાનદારી અને એકબીજાની મદદમાં જ શ્રદ્ધા છે. 


ત્યાંની સ્કૂલ અને કોલેજમાં તેઓની આવડત પ્રમાણે એડમિશન મળે છે. ત્યાં કોઈ પણ ગરીબ કે અમીરની કેટેગરીમાં નથી આવતા. 

ત્યાં અમને પણ પોતાના હોય તે રીતે રાખ્યા અને અહીં પોતાના પણ પોતાનાની જેમ નથી રાખતા. તેઓની સાથે સમય પસાર કર્યા પેહલા હું તેમનાથી ડરતો હતો પણ હવે હું માનવજાતથી ડરું છું. મારાં આવા કેટલાય સવાલો છે જે હું આ ટૂંકા સમયગાળામાં તાનારી સમક્ષ નહીં મૂકી શકું."

આટલું કહેતા જ બધા અદભુત થઈને ધૈર્યના વિચારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.


માનવજાત પરના આવા સણસણતા સવાલોની ધૈર્યએ એક બુક લખી "મારી દ્રષ્ટિએ એલિયન". આ બુક વિશ્વની પ્રસિદ્ધ ભાષાઓમાં રૂપાંતર થઈ અને સૌથી નાની વયે નોબલ પારિતોષિક વિજેતા બન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational