STORYMIRROR

રચનાઓ મીના શાહની

Inspirational

3  

રચનાઓ મીના શાહની

Inspirational

કેવી ચા

કેવી ચા

1 min
118

"કેવી ચા બનાવે છે સવાર સવારમાં મૂડ બગાડી નાખ્યો‌." નિતેશે રાડ પાડી. 

નેહા રસોડામાંથી દોડતી બહાર આવી. આંખમાં પાણી ભરાઈ ગયા. રડવાની તો છૂટ જ નહોતી. નિતેશ માનતો કે રડીને નાટક કરવાની સ્ત્રીઓને ટેવ હોય. સોરી કહીને અંદર ચાલી.

પાંચ વરસના લગ્નજીવનમાં નિતેશના ખાવા પીવાના છણકાથી તે ટેવાઈ ગઈ હતી.પણ સવારની ચા માટે નિતેશની રાડ આખો દિવસ બગાડતી. ‌દરેક વાતમાં પ્રેમાળ અને સહિષ્ણૂ નિતેશ ખાવાપીવાના ટેસ્ટ બાબતમાં અસહિષ્ણુ રહેતો.પરફેક્ટ ચા તેની નબળાઈ.

માનસિક તાણથી નેહાને ચક્કર જેવું લાગ્યું પણ બોલી ના શકી. રસોડામાં કામ કરતા કરતા નીચે પટકાઈ. નિતેશ પણ હાંફળો ફાફળો.દોડી આવ્યો. ડોક્ટરને બોલાવ્યા‌.મહિનાનો બેડરેસ્ટ આવી ગયો‌. મિતેશ ને સવારની તૈયાર મળતી ચાની કિંમત સમજાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational