STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational Children

3  

PRAVIN MAKWANA

Inspirational Children

કેળવણીના કર્ણધાર : ‘બાબા’

કેળવણીના કર્ણધાર : ‘બાબા’

3 mins
342

મહેબૂબ સૈયદ ‘ ઉર્ફે ‘બાબા’ આણંદ જીલ્લાનાં ‘હાડગુડ’ ગામમાં જન્મેલાં મહેબૂબ સૈયદ કર્મ સંજોગે ધોળકાની મહંમદી પ્રાથમિક શાળામાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયાં.અને બહુ લાંબી સેવાકીય પ્રવૃત્તિ પછી તારીખ 31/10/2021નાં રોજ નિવૃત્ત થયા.

વાત કરવી છે એક સાચો શિક્ષક કોને કહેવાય? એની. મનુષ્યનો જન્મ પોતાનાં હાથની વાત નથી પણ કર્મ એટલે કે કામ કેવું કરવું? જીવન કેવું જીવવું? એ તો પોતાના હાથની વાત છે. ‘મહેબૂબ સૈયદ’ શિક્ષક તો હતાં. પણ એક અદના આદમી.હું તો ફકીર કહીશ. જોકે ફકીર પણ ઓછું પડે. એમની ફકીરી એટલે ફિકર નહીં,એવી ફકીરી! કાલની ચિંતા નહીં કરવાવાળો માણસ એટલે ‘મહેબૂબ સૈયદ’ એમની દિલદારી ઉપર કોઇને ઈર્ષા થાય એવી છે.કોઈને મુશ્કેલીમાં જુએ તો એ એમનાં ખિસ્સામાં ભાડું પણ ન રહેવા દે. ‘એ તો હું ચાલતો જતો રહીશ.’ ને સહેજેય એ બાબતનું ગુમાન એમનાં મોં પર કદી ન જોવા મળે. માનવધર્મ સિવાય એ બીજા કોઈ ધર્મને માનતા નથી. આનાથી ઉત્તમ પાસું બીજું કયું હોઇ શકે.

ફકીરી એવી કે એક વખત નહીં,પણ બબ્બે વખત એમનાં ઘરની ઘરવખરી જરૂરિયાત મંદોને દઈ દીધી.પગાર આવે ત્યારે ફરી નવી ઘરવખરી ખરીદી લે.એમનાં પત્ની પણ એમનાં પતિને ઓળખી ગયેલાં એટલે થોડી ચર્ચા થાય ને પછી મહેબૂબ સૈયદ હસવામાં જ કાઢી લે. 

સંતાનમાં એક પુત્રી છે.ને એ પુત્રીના પતિ આફ્રિકા સ્થિર થયેલા છે. ને એને પણ બે પુત્રીઓ છે.અઠવાડીયા અગાઉ એ મારે ઘેર આવ્યાં.મને કહે હવે હું હાડગૂડ જતો રહેવાનો છું.તમે બહું યાદ આવ્યાં એટલે તમને મળવા આવ્યો છું.સાંભળીને ગદગદ થઈ જવાયું.ને ભીતરે રડી પણ પડાયું.કે આવો મિત્ર ધોળકા છોડી જશે પછી ભાગ્યેજ જોવા મળશે.

“ધોળકા એ મને બહું પ્રેમ આપ્યો છે.બહું મિત્રો આપ્યાં છે.અને સુખરૂપ જીંદગી જીવતા શીખવડ્યું છે.” આ એમનાં શબ્દો હતાં.પણ એમની માનવતાની તો હદ નથી.મિત્ર સર્કલમાં કોઈ મિત્રને દવાખાને જવાનું થાય તો એમાં એ જોડાઈ જ જાય.અરે, ઘણી ના પાડવા છતાં દવાખાનામાં એ રાત રહે.ઉજાગરા વેઠે.ને ઘેર તો જાણ પણ ન કરે.ઘરનાં ફોન કરી પૂછે ‘તમે ક્યાં છો?” ત્યારે એમનો જવાબ હોય ‘હું અમદાવાદ દવાખાને મિત્રની જોડે રોકાઈ ગયો છું.તમે જમીને સૂઈ જજો.’ આવું ફક્ત મિત્રો માટે નહીં.ઓળખતા હોય એ બધાના માટે એમને એવી લાગણી.આગળ અભ્યાસ કરવાં માંગતા ગરીબ છોકરાની ફી પણ એ ભરી દે.ને પુસ્તકો પણ લાવી આપે.પણ કદી એમનાં મોંએ એ વાત ન આવે.આ તો અમે જાણીએ એટલે ખબર.

મહેબૂબ સૈયદ પોતે પેઇન્ટર. લલિત કલા અકાદમી અમદાવાદ, કંચનપરી આર્ટ ગેલેરી અમદાવાદ, દરબાર મ્યુઝિયમ જુનાગઢ, સથવારા સમાજ માણાવદર અને પાટણ ખાતે એમનાં શબ્દચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવાયેલું.‘શબ્દચિત્ર’નો એ રાજજા.ગુજરાતી સાહિત્યનાં કુમાર સુધીનાં સામયિકોમાં એમનાં શબ્દચિત્રો છપાય. પાઠ્ય પુસ્તક મંડળ પ્રકાશિત અભ્યાસ ક્રમના પાઠ્ય પુસ્તકોનાં ત્રીજા પેજ પર એમનાં શબ્દ ચિત્ર જોવા મળે.તો વળી બાળક સાહિત્યકાર પણ ખરા. ‘પ્યારાં પ્યારાં બાળગીતો, ગુલદસ્તા , ગુલાલ, નાવડી, ચંદરવો, ડોલ્ફીન, તાલ્લી જેવા બાળગીત સંગ્રહ અને ગુલમહોર અને પગલી જેવા બાળજોડકણા-શબ્દચિત્રો એમણે આપણને આપ્યાં છે.

કોઈપણ સાહિત્યક પ્રવૃત્તિ (શિબિર) થતી હોય ત્યાં એ અવશ્ય પહોંચી જ જાય! સાયકલ સિવાય બીજું કોઈ સાધન ચલાવતાં એમને આવડતું નથી.પણ ચાલતાં,રીક્ષામાં કે મારી કાર સુધી પહોંચવામાં એમને કદી અડચણ આવી નથી.અમદાવાદ હોય કે ગાંધીનગર,ભાડજ હોય કે રતનપુર, રાજકોટ હૉય કે જુનાગઢ. એ આવે આવે ને આવે જ!

આ લખું છું.એ એ માણસને નહીં ગમે એ વાત પણ સો ટકા સાચી.પણ મારાંથી નહીં રહેવાયું અને એમનાં સદગુણોને આપ સૌ સમક્ષ રજૂ કરી દીધા. 

ને છેલ્લે આજે તારીખ 19/11/2021ની સવારે 11.11 મિનિટે કોમ્પ્યુટર પર આ વાત લખવાં બેઠો ત્યારે એકાદ વિગત એમને જાણ ન પડે એમ પૂછી બેઠો .પણ એ ચાલક માણસે તરતજ કહ્યું, “કોઈ લેખ લખવાં બેઠાં છો કે શું? મૂકોને છાલ.” 

સાગર જેવાં વિશાળ હૃદયવાળા મિત્રને સાગરની વિશાળતાથીએ અધિક પ્યાર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational