કાષ્ઠની સુંદરતા
કાષ્ઠની સુંદરતા
આધુનિક યુગનો ખોરાક એટલે એમાં કહેવું જ શું ?
પીઝા, સેન્ડવીચ, બર્ગર, ચાઈનીઝ, તમામ આઈટમ એટલે કે, બધું જ જંક ફૂડથી ભરપૂર..... પછી ચરબીના થર શરીરની રચના ઉપર દેખાવા લાગે.... એટલે કે નરી બેડોળતા.
સુરેખાબેને આવાં જ એક મેદસ્વિતાથી ભરપૂર એવાં નાનકડાં બાળકને જન્મ આપ્યો. જન્મથી જ બાળકનું શરીર એકદમ બેડોળ.
ધીરે ધીરે એ બાળક મોટું થતું ગયું. શાળામાં, ઘરમાં, આસપાસના લોકોમાં, મિત્ર વર્તુળમાં, એ બાળક હંમેશા હાંસીને પાત્ર બની રહેતું.
જ્યારે તે પોતાનાં મિત્રો સાથે રમત રમે ત્યારે તેનાં મિત્રો કહેતાં, અરે ઓ જાડીયા, તારાથી કંઈ નહીં થાય, તું નહીં રમી શકે અમારી સાથે. એવું કહીને જોર જોરથી તેના પર હસતા.
એ બાળકને પોતાની મેદસ્વિતાથી ખૂબ જ શરમ આવતી. એ કોઈની સાથે મન ખોલીને વાત પણ ન કરી શકતો. શાળામાં પણ જવાનું ગમતું નહીં. કારણકે, ત્યાં પણ તેનાં સહાધ્યાયી મિત્રો તેને ચીડવતા.
એક દિવસ ઘરમાં બેસીને મોબાઇલમાં યુટ્યુબ ના વિડીયો જોતો હતો. ત્યાં તેને આજનાં આધુનિક યુગની ટેકનિકલ માહિતી મેળવી. તે શરીરની મેદસ્વીતા ઉતારવા માટે જીમ અને યોગ આ બંને સરળ રસ્તો રહેશે, એવું તેને લાગ્યું.
તેનાં માતા-પિતાને તેણે વાત કરી અને તેનાં પિતાએ તેને એક આધુનિક મશીનોથી ભરપુર એવા જીમમાં મોકલ્યો.
જીમમાં જઈને તેણે ખૂબ જ મહેનત કરી. ચેસ્ટ, બાય સેપ, લેગ, સિક્સ એબ, સોલ્ડરની એક્સરસાઇઝ સાથે ડાયટ પ્લાન પણ અપનાવ્યો. અને છ જ મહિનામાં તેનું શરીર એકદમ સુડોળ બની ગયું. મેદસ્વિતા તો જાણે અદ્રશ્ય થઈ ગઈ.
તેની મેદસ્વિતા પર હસનારા તમામ લોકોની નજર તેનાં સુંદર શરીર પર અચરજથી અટકી જતી.
હવે લોકો તેની પાસે આવું સુંદર શરીર બનાવવાની સલાહ લેતા. તે પોતે જીમનો માલિક પણ બની ગયો.
આમ, સાબિત કરી બતાવ્યું, મેદસ્વિતાથી સુંદરતાની સફર કેવી અદ્ભૂત રહી.
