જયારે તમને કોઈથી પ્રેરણા મળી
જયારે તમને કોઈથી પ્રેરણા મળી


મનુષ્યના જીવનમા કયારેક કયારેક તકલીફ તો આવ્યા જ કરવાની. તે વખતે જીદગીમાં નિરાશામાં સરી પડાય છે.
મારી સાથે પણ એવું જ થયું. મને પંકિત ખૂબ ગમતો હતો. પરંતુ ઘર ખૂબ સામાન્ય હતું. જયારે મેં ઘરમાં કંઈ જ કામ કયુઁ ન હતું. જયારે પંકિત ના ઘેર બધું જ કામ જાતે જ કરતા. મને થતુ કે હું પંકિત ને ના કહી દઉ. પણ હું તો નાનપણથી પંકિત ને ચાહતી હતી. હું એના વગર બીજા ને જીવન સાથી બનાવવાનું વિચારી પણ ના શકુ. હું નિરાશામાં સરકવા લાગી હતી. એજ સમયે મારા ભાભી મારી મદદે આવ્યા બોલ્યા, "આપણા ઘરમાં જે કામ કરે છે એ બધા ને પૂછી જુઓ કે તમે કેટલુ ભણ્યા છો? "
હું બોલી ઉઠી, "ભાભી તમે કેવી વાત કરે છો, એતો બધા અંગુઠા છાપ છે" ભાભી હસી ને બોલ્યા, "હું એજ કહું છું, જે કામ અંગુઠા છાપ માણસ કરી શકે એ કામ તમે તો કરી જ શકો ને? તમે એમને ગોલ્ડ મેડલ મેળવવાનું કહો એ નહિ મેળવી શકે. કારણ એ કામ અઘરું છે. અભણ માણસ જે કામ કરી શકે એ કામ તમે સરળતાથી કરી શકો. " બસ ત્યારબાદ હું ખુશ રહેવા લાગી. આ એક જ વાક્ય એ મારુ જીવન બદલાઈ ગયું. મારામાં આત્મ વિશ્વાસ પેદા થઈ ગયો.