STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

જોડિયા ભાઈઓ

જોડિયા ભાઈઓ

2 mins
128

રામ અને રાકેશ બંને જોડિયા ભાઈઓ હતા. બંનેના ચહેરા એકદમ મળતા આવતા હતા. બંને સાથે હોય તો કોઈ કહી જ ન શકે કોણ રામ અને કોણ રાકેશ? બંને હંમેશા સાથે રહેતા.

એક વખતની વાત છે. ચોમાસાની ઋતુ હતી. ઘનઘોર વાદળોથી આકાશ ઘેરાયું હતું. મેઘગર્જના થઈ રહી હતી. ઠંડો ઠંડો પવન સુસવાટા નાખી રહ્યો હતો. સૌ પોતપોતાના ઘરમાં જઈ શાંતિથી બેસી ગયા. એવા સમયે રામ અને રાકેશ ખેતરમાં હતા. ઘડી બે ઘડીમાં તો ધોધમાર વરસાદ ચાલુ થયો. બંને ભાઈઓ ખેતરના ઝાડ નીચે બેઠા. વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા.

"આવ્યો રે મેહ ભાઈ આવ્યો

મુશળધાર મેહ આજ આવ્યા"

બંને ભાઈઓ વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા. પણ વરસાદ બંધ જ ન થાય. વરસાદે તો જાણે ધામા નાખ્યા. રાત પડવા આવી. બંને ભાઈઓ ઘેર જવા નીકળ્યા નદીમાં પૂર આવ્યું. હવે ગામ સુધી પહોંચવું કઈ રીતે ? બંને વિચારમાં પડી ગયા. આ તો બહું મોટી મુસીબત.

નદી બહું મોટી. એને પાર કરવી બહું આસાન કામ ન હતું. ત્યાં રોકાવું પણ જોખમથી ભરેલું હતું. બંને ભાઈઓએ નદી પાર કરવાનું જોખમ હાથમાં લીધું. નદીમાં કૂદકો મારી નડી તરવાનું ચાલું કર્યું. પંથ ખૂબ લાંબો હતો. વરસાદ ચાલું જ હતો. નદીનું પાણી વધતું જતું હતું. બંને ભાઈઓએ સૌથી મોટી નદી એક કલાકમાં પાર કરી. સામે કાંઠે પહોંચી વિચારતા કે ખોટી મુસીબત માથે લીધી.

થોડા જ દિવસમાં ન્યુઝ પેપરમાં બંનેના નામ સાથે એના સાહસની વાત આવી. ત્યારે ખબર પડી કે આજ તો આપણું સ્વપ્ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational