Shanti bamaniya

Comedy Others

4.0  

Shanti bamaniya

Comedy Others

જોબ પર પહેલો દિવસ

જોબ પર પહેલો દિવસ

2 mins
231


નોકરીનો પહેલો દિવસ દરેક વ્યક્તિ માટે મનમાં ઉત્સાહ અને ઉમંગની સાથે એક આશા લઈને પણ આવે છે. ખુશીઓની જોડે એક ચિંતાનો ભાવ પણ થોડોક આવે બસ આ જ ફિલીંગ કંઈક એવી અનોખી હોય છે કે...શું કહેવું !

એક તરફ એવું લાગે કે હાશ.. મને જોબ મળી ગઈ છે ..હવે જે ઇંતજાર હતો તે ખતમ થઈ ગયો... બીજી બાજુ એવું લાગે જાણે કે ...હું બધા જોડે કેવી રીતે વાત કરીશ ..બસ આવું દ્વંદ યુદ્ધ મનમાં ચાલતુ હોય પણ મારી નોકરી નો પહેલો દિવસ તો કંઈક અલગ જ હતો.

નોકરીનો પહેલો દિવસ હતો એટલે થોડું વહેલા જવાનું વિચાર્યું.. હું તો પહોંચી ગઈ.. અમુક વિદ્યાર્થીઓ આવી ચૂક્યા હતા પણ જાણે એવું લાગતું હતું કે... એમને ટીચર ને ક્યારેય જોયા જ ન હોય. બધા નજર ચૂક વગર તાકી તાકી સામે જોઈ રહ્યા હતા મને પણ આશ્ચર્ય થયું અને વિદ્યાર્થીઓને પૂછી જ લીધું.‌ કેમ આવી રીતના બધા જોઈ રહ્યા છો કોઈ દિવસ ટીચર ને જોયા નથી. વિદ્યાર્થીઓ એ જવાબ આપ્યો ટીચરો તો જોયા છે પણ આ સ્કૂલમાં કોઈપણ લેડી ટીચર છે નહીં. એટલે અમે ખુશ થઈ ગયા છીએ. અત્યાર સુધી અહીં સર જ ભણાવતા હતાં.

શાળાના ટ્રસ્ટી મારા સારા મિત્ર હતા તેમની રીક્વેસ્ટથી જ આ જોબ જોઈન્ટ કરી હતી.

એક ટીચર રીટાયર થઈ ગયા હતા પ્રિન્સિપાલની પણ જગ્યા ખાલી હતી. ત્રણ ટીચર, એક ક્લાર્ક, એક કોમ્પ્યુટર ટીચર અને હું એમ કરીને માંડ છ નો સ્ટાફ હતો.

વર્ગની શરૂઆત પ્રાર્થના કરીને થઈ, પ્રથમ પિરિયડ દસમા ધોરણમાં સોશ્યલ સ્ટડીઝનો લેવાનો હતો.

વિદ્યાર્થીઓ હંમેશા નવા ટીચરને હેરાન કરવાનું વિચારતા હોય છે પણ એવું કઈ બન્યું નહીં.

કેમકે મારી જેમ એમના માટે પણ આજે પહેલો અનુભવ હતો કે લેડીસ ટીચરનો અવાજ એમને પહેલી વાર સાંભળવા મળ્યો.

સબ્જેક્ટ બોરિગ હોવા છતાં એમને જોઈને લાગી રહ્યું હતું કે એમને મજા આવે છે થોડા ફ્રીલી દેખાતા હતા.

ત્રણ ટીચર અને ત્રણ ક્લાસ હોવાથી જે પણ કાર્ય ચાલ્યું બીઝી રહેવાયું છતા નોકરીનો પહેલો દિવસ ખૂબ જ મજાનો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy