જન્મો જનમની પ્રીત
જન્મો જનમની પ્રીત
પૂજા અને નિકુંજ લગ્ન જીવનનાં બંધનમાં બંધાવવા જઈ રહ્યા હતા. લગ્નના બે દિવસની જ વાર હતી. તેથી પુજાની મમ્મી એ પૂજા અને નિકુંજને પાસે બેસાડીને લગ્ન જીવનનું મહત્વ સમજાવતા કહ્યું,
બેટા, પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને જ થાય છે. ચહેરો જોઇને માત્ર પસંદગી જ થાય છે. સફળ લગ્ન એ નથી કે, જેમાં સર્વગુણ સમ્પન્ન જોડું લગ્ન ગ્રંથીમાં બંધાય છે. સફળ લગ્ન તો એ છે, જેમાં પતિ-પત્ની એકબીજાનાં તફાવતો અને મતભેદોમાં ખુશીઓને શોધી લે છે. સપ્તપદીના સાત વચનો પરિણિત યુગલને માત્ર શબ્દો જ નહીં. પરંતુ તેમને માનસિક, સામાજિક, અને આધ્યાત્મિક રીતે એકબીજા સાથે જોડી રાખવામાં અગત્યનો ફાળો આપે છે. આ કારણોને લીધે જ સપ્તપદી ના સાત વચનોને સુખી આદર્શ અને ખુશહાલ લગ્નજીવનની ચાવી કહેવામાં આવે છે.
દીકરા લગ્ન કરવા એક અલગ વાત છે. અને જીવનભર સાથ નિભાવવો એ જુદી વાત છે. એક સમજદાર સ્ત્રી અને પુરૂષે ત્યારે જ લગ્ન કરવા જોઈએ, જ્યારે બંને જણા એકબીજાનું સ્વમાન જાળવી શકવાની પૂરેપૂરી તૈયારી રાખે. આખી દુનિયા સામે અને ખાસ કરીને પોતાના પરિવાર સામે....
એક ઉંમર પછી જીવનસાથી જ્યારે પૂછે, કે દવા ખાધી ત્યારે એ આઇ લવ યુ કરતાં પણ વધારે હેત ઉપજાવે છે. દીકરા લગ્નજીવન એ એક જન્મો જનમની પ્રીત છે. જેમાં પતિ અને પત્ની જન્મો જનમ એકબીજાનો સાથ નિભાવવાના વચનો આપે છે."
પૂજા અને નિકુંજ તેની મમ્મીનાં આ વચનો સાંભળીને એકબીજાની સાથે હળી મળીને રહેવાનું અને એકબીજા પ્રત્યે વફાદાર રહેવાનાં વચનો આપે છે. અને લગ્ન જીવનની શરૂઆત કરે છે.
સમય જતાં પૂજા અને નિકુંજના લગ્નજીવનમાં ઘણી તકલીફો આવે છે. જેમાં બન્નેનું લગ્નજીવન ટકાવવાનુ થોડું અઘરું હતું. પરંતુ માતાનાં વચનોને યાદ કરીને બંને જણા એકબીજાની સાથે એકબીજાને ગમતું કરીને પૂરી જિંદગી અંતિમ શ્વાસ સુધી પોતાની પ્રીતને નિભાવી રાખી છે. હરેક તકલીફમાં, સુખમાં, દુઃખમાં દરેક ઉંમરનાં પડાવમાં બંને એકબીજાનો સાથ નિભાવે છે.
તેમનો આવો પ્રેમ જોઈ ને તેમની આવનારી પેઢી પણ જન્મો જનમની પ્રીતને બખૂબી નિભાવે છે.
