Shital 🙂

Tragedy Others

3.3  

Shital 🙂

Tragedy Others

જન્મદિવસની ઉજવણી

જન્મદિવસની ઉજવણી

1 min
217


    રાહુલ આજે ઘરડાઘરમાં બધાને ખૂબ સરસ રીતે જમાડી રહ્યો હતો. આજે તેના પપ્પાનો જન્મદિવસ છે આથી તેના તરફથી આ જમણવારનું આયોજન થયું હતું. બધાને કોઈ તકલીફ ના પડે તેનુ ધ્યાન પણ રાખતો. બધા વિચાર કરે છે કે કેટલો સારો દીકરો છે ભગવાન બધાને આવો છોકરો આપે.

    બીજી તરફ હસુભાઈ આ બધું શાંતિથી દૂર બેસી જોઈ રહ્યા છે. રમણલાલ જે તેમના મિત્ર છે પાસે આવીને બોલે છે: 'ચાલને તારે નથી જમવું ? જો પેલા છોકરાના પિતાનો આજે જન્મદિવસ છે આથી તેણે આ આયોજન કર્યું છે ' હસુભાઈ નિસાસો નાખતા બોલ્યા: ' આ ઉજાણી જ્યારે હું ઘરે રહેતો હતો ત્યારે કરી હોત તો બહુ ખુશી થાત.'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy