STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

જન્મદિવસ

જન્મદિવસ

1 min
142

લઘરવઘર કપડા પહેરેલો નાનો બાળક નાનકડી ઝૂંપડીમાંથી બહાર આવ્યો. જોયું તો એની માતા થોડા પાણીમાં ગાભા ધોતી હતી.

બાળક બોલ્યો:-"મા..મા..મારો જન્મ દિવસ ક્યારે આવશે ? નજીકના બંગલામાં કાલે એક નાના બાળકનો જન્મ દિવસ ઉજવતા હતા."

માતા એ સાંભળ્યું. આકાશ સામે જોયું. સૂરજ તપતો હતો. એણે વિચાર્યું કે બાબાના જન્મ પહેલાં પણ ખૂબ તડકો હતો.

ગરમીથી હેરાન થતી હતી. દવાખાને લઈ જનાર કોઈ નહોતું. ઈશ્વરને પ્રાર્થના કરી. અચાનક આંધી સાથે વાદળો આવ્યા..અને..અને.. વરસાદના આગમન સાથે બાબાનો જન્મ થયો.

માતા બોલી:-" બેટા તારા જન્મ દિવસે પણ ખૂબ ગરમી તડકો હતો..અચાનક વાદળો આવ્યા..ને..ને.."

હજુ આગળ બોલે એ પહેલાં આંધી સાથે પવન ફૂંકાયો. કાળા વાદળોથી આકાશ ભરાઈ ગયું.

બાળક બોલ્યો:-" મા, હું સમજી ગયો. આજે મારો જન્મ દિવસ છે."

એ સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama