જળ એ જ જીવન
જળ એ જ જીવન


આંતરરાષ્ટ્રીય જળ દિવસ,
૨૨ માર્ચ 'વિશ્વ જળ દિવસ
ઈ. સ.૧૯૯૩ના વર્ષથી સંયુક્ત રાષ્ટ્રે જળ સંરક્ષણ અભિયાન અંતગર્ત પાણીનો બચાવ, તેનો બગાડ થતો અટકાવી શકાય તે હેતુથી ૨૨ માર્ચને 'વિશ્વ જળ દિવસ'તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું . આજે ૨૨ મી માર્ચ ૨૦૨૦ આપણે બધા પણ એક આદર્શ નાગરિક બનીને સંકલ્પ કરીએ,' જળ આ સૃષ્ટિ પરનું અમૃત છે. તેનો સહુ માનવ સમાજ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીશું.' એટલે જ તો કહેવાયું છે કે, 'જળ એ જીવન છે 'તો આવી અમૂલ્ય પ્રાકૃતિક સંપત્તિને આપણા બધાની નૈતિક ફરજ બને છે કે આપણે આ જળ અર્થાત પાણીને તેનો બગાડ થતો અટકાવીએ અને બીજાને પણ પ્રેરણા આપી એ કે પાણીનું જરૂરિયાત પૂરતો જ ઉપયોગ થાય બિનજરૂરી પાણીનો બગાડ થતો હોય તો તેને અટકાવીએ તેને અટકાવવા સૂચન કરીએ અને આપણે બધા જ સાથે મળીને 'જળ એ જીવન ' સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ.
હવે આજના સમયમાં જ્યારે પાણીનો સૌથી વધારે વેડફાટ થઈ રહ્યો છે ત્યારે આપણે બધાજ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ આપણને સામે મળે ત્યારે આપણે તેને હાથ જોડીને 'જય શ્રીકૃષ્ણ' કહેવાની સાથે સાથે 'જળ શ્રી કૃષ્ણ ' કહીને જળ બચાવવાનો સંકલ્પ આપીએ. આપણે આ અભિગમ દાખવી આ પૃથ્વી પરનું સૌથી અમૂલ્ય અમૃત એવું પાણી -જળ એ દરેક સજીવ માટે અતિ આવશ્યક છે .તો આપણે તેનો બગાડ થતો અટકાવીએ, બિનજરૂરી તેનો ઉપયોગ ન કરીએ. આ તબક્કે મારે તમને ગાંધીજીનું એક દ્દષ્ટાંત યાદ અપાવું છે.
ગાંધીજી જ્યારે દાતણ કરવા માટે બેસતા ત્યારે ખપ પૂરતું જ પાણી વાપરતા. ગાંધીજીના આ માનવતાવાદી અભિગમ પાછળ મને ભવિષ્ય દર્શન જોવા મળ્યું. ગાંધીજી માનતા હતા કે જો હું સૌથી પહેલા વિચારનું અમલીકરણ કરીશ તો જ બીજા તેનું અમલીકરણ કરશે. સ્વથી સર્વ અને સ્વ સુધારથી જગ સુધાર જેવો જેનો વિચાર હતો તે પૂજ્ય મહાત્મા. ગાંધીજીએ પણ જાણતા હતા કે આવનારા સમયમાં પૃથ્વી ઉપર પાણીનો સ્ત્રોત અપૂરતો હશે ત્યારે એ વિકટ સમસ્યા બનશે. આથી આદર્શવાદી એવા ગાંધીજીએ આપણને સંદેશ આપતા બતાવેલું કે જરૂરિયાત હોય તેટલું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અંતમાં એટલુંજ કહેવું છે કે પાણી છે તો જીવન છે.
'પાણી બચાવો જીવન બચાવો'.