જીવનની વાસ્તવિકતા
જીવનની વાસ્તવિકતા
જીવનમાં બધાં જ પ્રકારના લોકો હોય છે. બધાં જ નાં સ્વભાવ પણ અલગ-અલગ હોય છે. અમુક લોકો ખૂબ લાગણીશીલ હોય છે. જેની લાગણીને જરા સરખી પણ ઠેસ પહોંચે તો તેનાં દિલને લાગી આવે છે. અને પછી તો તે નક્કી કરે છે કે હું પણ હવે... "જેવા સાથે તેવા" બનીશ, પણ આવાં માણસો તેની લાગણી, નિર્ણયો બદલી શકતાં નથી. જયારે અમુક લોકો એકવાર તેને નજીકનાં લોકો તરફથી તેની લાગણી ઘવાણી તો પોતે પણ તેનાં જેવો જ વ્યવહાર કરશે. એવું નક્કી કરી લે છે. અને કરે છે પણ એવું જ !
આપણે સગા, મિત્રો અને ઓફિસમાં ઘણાં લોકોનાં પરિચયમાં આવતાં હોય છે. એકબીજાને મદદ પણ કરતાં હોય છે. જયારે અમુક લોકો મતલબી હોય છે. પોતાનું કામ પૂરું થાય પછી સામે પણ જોતાં નથી.
આરવ અને અતુલ બંને પાકા મિત્રો હતાં.આરવ હંમેશા અતુલને મુસીબતમાં આર્થિક તેમજ સામાજિક બ
ંને રીતે મદદ કરતો. એકવાર આરવ ખૂબ જ મુશ્કેલીમાં આવી પડયો, તો તેણે અતુલ પાસે મદદની અપેક્ષા રાખી તો અતુલ ગલ્લા તલ્લા કરવાં લાગ્યો. આ સાંભળી આરવનો મગજ ગયો.... શું હું મુર્ખ છું ? કે તેને મદદ કરી ! હવે તો હું કોઈને મદદ કરીશ નહી....પણ આલવ તેનો લાગણીશીલ સ્વભાવ બદલી શકતો નથી. ફરી પાછો બીજાને મદદ માટે તૈયાર રહે છે.
સંબંધોમાં આવાં સરવાળા બાદબાકીના જવાબોના તાળા મેળવશો તો હંમેશા દુઃખ અને પીડા જ મળશે. આપણને થયેલા ખરાબ અનુભવોથી આપણે થોડીવાર ગુસ્સે થઈશું કે હવે તો કોઈને માટે મારી જાત ઘસીશ નહી ! પણ ગુસ્સો શાંત થતાં આવા માણસો ફરી પાછાં બીજાને મદદ માટે તૈયાર જ હોય છે. જો બીજા જેવાં આપણે થઈશું તો બીજામાં ને આપણામાં ફેર શું ?
આમ, માણસ બદલાઈ જવાનો વિચાર કરે છે પણ બદલી શકતો નથી. તેનું નામ જ જીવન છે !