જીવનની મહત્વપૂર્ણ પસંદગી
જીવનની મહત્વપૂર્ણ પસંદગી


આમ તો મારી સામે બે વિકલ્પ હતા. અંતિમ અને અનિશ. ઘરની દરેક વ્યક્તિ નો આગ્રહ હતો કે હું અંતિમ ને હા કહી દઉ. કારણકે અંતિમ અત્યંત સ્વરૂપવાન હતો. સાત સાત પેઢી કંઈ જ ના કરે તો પણ પૈસા ના ખૂટે. ઘરમાં નોકર, ચાકર, રસોઈયો હતા. કંઈ જ કામ કરવાનું ન હતું.
જોકે એ માત્ર બી. એ. પાસ હતો.
જયારે અનિશ અમદાવાદથી આઈ.આઈ.એમ.માંથી પાસ થયો હતો. પરંતુ એકદમ સામાન્ય ઘરનો હતો.
હા, એ દેખાવ માં પણ સામાન્ય હતો. મારે લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે પસંદગી કરવાની હતી.
અનિશ દેખાવમાં સામાન્ય હતો. છતાં પણ એના વિનય વિવેક મારુ મન જીતી લીધું હતું.
ઘરના નો આગ્રહ હોવા છતાં ય મેં મારી પસંદગીનો કળશ અનિશ પર ઢોળ્યો.
જેનો ધંધો ખૂબ સારો ચાલતો હોય અને ઘરમાં કોઈ જ કામ કરવાનું ના હોય એવી વ્યક્તિને ના કહેવાની મુર્ખામી ના કરવી જોઈએ. પરંતુ અનિશ પર જ મેં મારી પસંદગીની મહોર મારી.
લગ્નના થોડા સમય બાદ મને સમાચાર મળ્યા કે અંતિમના પપ્પા ને ઘણું દેવું થઈ જવા ને કારણે ઘર તથા દુકાન વેચી દેવા પડ્યા. જ્યારે અનિશની સતત પ્રગતિ થતી રહી. આજે અમે બંને સુખી છીએ. આજે મને મારી પસંદગી પર ગાૈરવ છે.