જીવનમાં લાગતો ડર
જીવનમાં લાગતો ડર
મારા મતે સાહસ એ સૌથી અઘરી બાબત છે. હાલ ના સમય માં ક્વોલિટીની જ કિંમત થાય છે. એ પછી કોઈ વસ્તુ હોય કે આપણી અંદર રહેલ કોઈ કળા ! આપણી અંદર ગમે તેટલી આવડત હશે પણ જો તેને આપણે બહાર ના લાવી શકીએ તો તે કળા નો કોઈ અર્થ જ ન કહેવાય ! કોઈ પણ નવી બાબત કરવા માટે સાહસ જરૂરી છે. અને તેની સાથે આત્મવિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. આપણે જે ક્ષેત્ર માં આગળ વધવું છે તે ક્ષેત્રનું પૂરતું નોલેજ હોવું જરૂરી છે. છતાં એવા પણ વ્યક્તિ હોય છે જે ને જે તે ક્ષેત્રનું પૂરતું જ્ઞાન તો છે પણ તેને પૂરતું બહાર લાવવાનું સાહસ હોતું નથી. અને આત્મવિશ્વાસનો અભાવ હોય છે.(લેક ઓફ કોન્ફિડન્સ)
આત્મવિશ્વાસ કેળવવાની એક રીત છે વાંરવાર કોઈ પણ બાબત ને શીખતા રહેવું. શરૂઆતમાં નિષ્ફળતા મળે એ સ્વાભાવિક છે. પરંતુ એમાંથી અનુભવ મળે ચોક્ક્સ વાત છે. અને એ અનુભવમાંથી જ કઈક શીખવા મળે છે. ઈચ્છા શકિત વધે છે અને આત્મવિશ્વાસ દ્રઢ બને છે. એટલે જ કહેવાયું છે ને 'નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે.'
ટૂંકમાં કોઈ પણ ક્ષેત્રમાં જંપલવતા પહેલાં થોડો ડર લાગવો એ સહજ છે !
