Hardik Dangodara 'Hard'

Inspirational Others

4.3  

Hardik Dangodara 'Hard'

Inspirational Others

અરીસો - ૫

અરીસો - ૫

3 mins
187


મેં કહ્યું, " વિશ્વાસની તો તું વાત જ ના કર"

અરીસો: " કેમ?"

મેં કહ્યું, " વિશ્વાસ શબ્દ સાંભળતા જ મને 'ડર' લાગે છે. મારા માટે તો કદાચ 'વિશ્વાસ' નો પર્યાય જ 'ડર' બની ગયો !"

અરીસો: " મને તો કશું સમજાતું નથી. જરા સમજવાને."

મેં કહ્યું, " હા, અત્યારે તો વિશ્વાસના નામે વિશ્વાસઘાત થાય છે. ભૂતકાળમાં આપણે જેમના માટે આંસુ પાડતાં હોય છે એ જ લોકો ભવિષ્ય આપણાં આંસુઓના કારણ બનતા હોય છે ! જેમના પર વિશ્વાસ કર્યો હોય એજ લોકો પીઠ પાછળ ખંજર ખોપતા હોય છે. સગા સંબંધીમાં પણ આવું બનતું હોય છે. પછી અજાણ્યાની વાત જ ન થાય ! સંબંધ તૂટવાનું કારણ હું તો આ ને જ માંનું છું."

  " હમણાંની જ વાત છે. કામ માટે બહાર ગયેલો. હું કામ પતાવીને બસ સ્ટેશન તરફ ચાલ્યો.બસ સ્ટેશન એક કિમી દૂર હતું. એટલે હું ચાલીને જતો હતો. હું જતો તો ત્યાં એક રીક્ષાવાળો ભાઈ મારી નજીક આવ્યો અને પૂછ્યું કે ક્યાં જવું છે. મેં કહ્યું કે મારે બસ સ્ટેશન જવું છે. તો તેણે કહ્યું કે ચાલો બેસી જાવ. મેં કહ્યું કે બસ સ્ટેશન થોડે જ દૂર છે. હું ચાલીને જતો રહીશ મારે નથી બેસવું.તમારો આભાર. તો એણે કહ્યું કે બેસી જા હું તારા પૈસા નહિ લઉં. મેં કહ્યું કે ના હું હમણાં પહોંચી જઈશ. તો એ ચાલ્યો ગયો અને એ હસતાં હસતાં કઈક બોલતો ગયો. એને એમ થયું હશે કે આને મારા પર વિશ્વાસ નથી લાગતો. ખેર અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો એ પણ યોગ્ય ન જ કહેવાય અને એ પણ અજાણ્યા શહેરમાં !"

 અરીસો: " હા એતો. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન જ કરાય."

મેં કહ્યું, " હા,તો પછી ! અરે ! માણસોને ભગવાન પર પણ ભરોસો નથી. જો પોતાનું ધારેલું કામ પૂરું ન થાય તો ભગવાનને દોષ આપે છે. ભગવાન તો માત્ર ભાવનો ભૂખ્યો છે."

અરીસો: " હા. સૃષ્ટિના સર્જનહાર ને બીજું તો શું જોઈતું હોય."

મેં કહ્યું, " ખેર, હું તને આ બધું શું કામ કહું છું તું તો નિર્જીવ પદાર્થ છે. છતાં તે પ્રશ્ન તો અકબંધ જ રહ્યો."

અરીસો: " હા, હું કોઈ લાગણી અનુભવી શકતો નથી."

"હું તને એક ઉપાય આપું છું !"

મેં કહ્યું, "શું ?"

અરીસો: " તું તારા મનને એવું કઠણ બનાવ કે કોઈના જવાથી કાઈ ફરક ન પડે. લોકો ભલે તારા વિશે ખરાબ બોલે પણ તારે એના પર ધ્યાન જ નહીં આપવાનું. એમ જ સમજવાનું કે એ સાચું જ છે અને ભગવાન મારી સાથે છે. એ મને જોઈ રહ્યો છે એટલે હું કંઈ ખરાબ કરતો જ નથી. બાકી દુનિયા જે બોલે તે એનું તો કામ જ એ છે. આપણે આપણી મોજમાં રહેવાનું. બીજા શું કરે છે એ તારે નથી જોવાનું. બાકી દુનિયા સલાહ જ આપશે સહકાર કોઈ નહિ આપે. કારણ કે સલાહ ઉપર ક્યાં કોઈ ચાર્જ છે ! કોઈ દુઃખ આવે તો તારે જ જાતે તેને સંભાળતા શીખવું પડશે. કોઈ પાસે

મદદની આશા નહીં રાખવાની. ખરા સમયે કોઈ કામ નથી આવતું !"

મેં કહ્યું, " હા, હવે તો એમ જ કરવું છે. કોઈના કહેવાથી મને કાઈ ફરક નહીં પડે ! આભાર તારો, વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ નહીં !"

અરીસો: "હા, યુ આર વેલકમ !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational