STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Inspirational Others

3  

Hardik Dangodara 'Hard'

Inspirational Others

અરીસો - ૪

અરીસો - ૪

1 min
221

મેં કહ્યું, " શું કહું તને ! લોકોને બીજાની ભૂલ કાઢવામાં ખૂબ રસ છે.પણ એને એ ખબર નથી કે એ ભૂલ કાઢવામાં સામેની વ્યક્તિ પર શું વીતે છે. જાણે કેમ કોઈ દિવસ પોતે કંઈ ખરાબ કામ કર્યું જ ના હોય! અને માણસો એવા પણ થઈ 

ગયા છે ને કે તેમને કુદરત પણ ડર લાગતો નથી. જે એના કિસ્મતમાં નથી એને પણ નવી નવી રીતો થી મેળવવાનો પ્રયાસ કરે છે. લોકોને બસ એક રાતમાં મોટું બની જવું છે, કરોડપતિ બની જવું છે. ટૂંકમાં કોઈ પણ પરીક્ષાનું તાત્કાલિક પરિણામ જોઈએ છે. આવા સપનાં સેવનારાઓ ચોરી, લૂંટફાટ, કોઈકના હકનું આંચકી લેતા પણ અચકાતાં નથી. આવા લોકોની માણસાઈ ક્યાં ગઈ હશે એ જ નથી સમજાતું !"

અરીસો: " જે વસ્તુ કુદરત આપણને આપવા માંગતો નથી, તે વસ્તુ મેળવવા આપણે કુદરત વિરુદ્ધ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તે વસ્તુ મેળવીને આપણે ક્યારેય સુખ ભોગવી શકતા નથી, તેમાં 100% દુઃખ જ મળે છે !"

મેં કહ્યું, " હું પણ આવું જ કંઇક વિચારું છું.પણ શું માણસો આ વાતથી અજાણ હશે !"

અરીસો: " બધા લોકો આવું ના વિચારતા હોય ને.કોઈને લાચારી હોય, મજબૂરી હોય શકે. મને તું વિશ્વાસ વિશે કંઈ કહીશ ?"

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational