STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Inspirational Others

3  

Hardik Dangodara 'Hard'

Inspirational Others

અરીસો - ૨

અરીસો - ૨

1 min
255

અરીસો: "એ જાણવું હોય તો તારે સગા સંબંધીઓને પૂછવું પડે. જે અંગત હોય અને જેઓને તારો અનુભવ થયેલો હોય."

મેં કહ્યું, "પણ....આ દુનિયા તો એવી છે ને કે મારી સાથે હોય ત્યારે મારા અને બીજાસાથે હોય ત્યારે બીજાના વખાણ કરે છે. 

મારી ગેરહાજરીમાં મારા વિશે જ ખરાબ વાતો થાય છે. 

જ્યાં સુધી લોકોને મારું કામ હોય ત્યાં સુધી સારા સારી 

રાખે છે. પછી તો મને ઓળખતા પણ નથી......"

અરીસો: "તું આ બધું રે'વાદે આ મારી ભાષાની બહારની વાતો છે. હું તો માત્ર નિર્જીવ પદાર્થ છું. મારો તો બસ એક જ સિધ્ધાંત છે જેવું હોય એવું સામેજ બતાવી દઉં છું. પછી ભલે દુનિયા મારી વાહ વાહ કરે કે મને ગાળો આપે. હું કોઈ સાથે ભેદભાવ નથી રાખતો. મારે તો બધા સરખા."

મેં કહ્યું, "તારી વાત તો સાચી છે.પણ......જો હું આવું કરું ને તો દુનિયાથી અલગ પડી આવું. અને હું અવગણવામાં આવું છું. મારે સમાજ સાથે ચાલવું પડે અને રહેવું પડે. જો મારાથી કોઈને ખોટું લાગે તો મને એ અસહ્ય થઈ પડે."

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational