STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Inspirational Others

3  

Hardik Dangodara 'Hard'

Inspirational Others

અરીસો - ૩

અરીસો - ૩

1 min
172

અરીસો: "તો તું એક કામ કર."

મેં પૂછ્યું, "શું કરું ?"

અરીસો: "લોકો ભલે ગમે તેવું કામ કરે. તારે બસ એની વાહ વાહ જ કરવાની. પછી તને માન જ મળશે. સમાજમાં તારી કિંમત થશેે."

મેં કહ્યું, "ના હું એવું ન કરી શકું."

અરીસો: " કેમ ન થઈ શકે ?"

મેં કહ્યું, "પણ એ મારા લોહી માં જ નથી. હું જો કોઈ ખોટું કરું તો મને શરીરમાં કંપન છૂટી જાય.અને આમ ખોટી રીતે કોઈના વખાણ કરીને મારે કોઈ માન જોઈતું નથી."

અરીસો: "તમારા સગા સંબંધીઓ પણ તમારી સાથે આવું વર્તન કરે ? એનું કારણ?

મેં કહ્યું, "હા, આ દુનિયા જ એવી છે. આ સ્વાર્થ ભરેલી દુનિયામાં લોકો બીજાની સફળતા જોઈ નથી શકતા, પચાવી નથી શકતા. પછી ભલે એ આપણા સંબંધી જ કેમ ન હોય. લોકોની મનોવૃત્તિ જ એવી થઈ ગઈ છે કે કોઈ મારાથી આગળ ના વધવું જોઈએ. લોકોને ટાંટિયા ખેંચવામાં જ રસ છે. જો હું જરા અમથો પણ સફળતાનાં માર્ગે ચડ્યો એટલે મારી ખરાબ વાતો કરવાવાળા મળી જ રહે છે. સમાજ એવો છે ને કે મેં જો તેમના સો કામ સારા કર્યા હોય અને જો એક કામ ખરાબ થઈ ગયું હોય ને તો પેલા બધા સારા કામ પાણીમાં જાય ! વાટે જ હોય કે ક્યારે એની પડતી થાય."

અરીસો: " અરે...! પણ સાવ આવું કરે લોકો !"

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational