STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

જીવનભરનો સાથ

જીવનભરનો સાથ

1 min
403

એ. . એ. . સંભાળજે. . . પડી જતી હમણાં.

એમ કંઈ થોડું પડી જવાય !

હમણાં જ મેં જોયું તું પડી જતી. મારો હાથ પકડીને ચાલ.

હવે આ ઉંમરે તમારો હાથ પકડીને ચાલુ તો લોકો હસે.

લોકોને હસવા દે. એમને પણ ખબર પડે કે સાથ અને સંગાથ કોને કહેવાય !

હવે રહેવા દો તમે. તમને એક તો ઓછું દેખાય છે. ડોક્ટર કહેતા હતા કે તમારા બંને આંખોમાં મોતિયો છે. રૂપિયાની સગવડ થાય એટલે આવતા મહિને તમારા મોતિયાનું ઓપરેશન કરાવી દો.

હમણાં નહીં. હજુ ગયા મહિને તારા ની રિપ્લસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે. સગવડ થાય એટલે.

સગવડ તો હું એક અઠવાડિયામાં કરી દઈશ. . ( મનમાં. . સોનાની બંગડીઓ ગીરવે મૂકીને ઓપરેશન કરાવીશ) તમને દેખાય છે ઓછું. તમે મારો હાથ પકડીને ચાલો. મારાથી ધીમે ધીમે તો ચલાય છે. પણ તમે પડી જશો તો પગ ભાંગી જશે.

પણ લોકો શું કહેશે ?

એજ કહેશે કે ડોશી પોતાના ડોસાનો હાથ પકડીને ચાલે છે. આને કહેવાય જીવનભરનો સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama