Manishaben Jadav

Inspirational

4.6  

Manishaben Jadav

Inspirational

જીવન સફર ૨૦૨૧

જીવન સફર ૨૦૨૧

2 mins
186


વર્ષા અને વિનિતને સગાઈને હજુ એકાદ મહિનો થયો હતો. ત્રણ મહિના પછી એમના લગ્ન હતાં. બંને ખૂબ ખુશ હતા. બધા સગાંસંબંધીઓ મળશે. ધામધૂમથી લગ્ન કરશું. ફરવા જઈશું. પણ આ શું ? આ તો માત્ર એક સ્વપ્ન બની ગયું. હજી તો લગ્નને એકાદ મહિનાની વાર હતી ત્યાં જ કોરોના મહામારી આવી. બધા સ્વપ્ન ચકનાચૂર બની ગયા.

વર્ષા એ કોલેજ સુધી અભ્યાસ પૂર્ણ કરેલ. તે એક ગામડામાં રહે છે. દેખાવે ખૂબ જ સુંદર અને સુશીલ છે. તેના પિતાજી એક સામાન્ય દુકાનદાર છે. આર્થિક પરિસ્થિતિ મધ્યમ હતી. વિનિત એક અમીર ઘરનો છોકરો છે. જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

કોરોનાની બીજી લહેર ચાલુ હતી. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. કોરોનાએ માજા મૂકી. શહેરમાં તો હર ઘર એક કોરોના દર્દી. લગ્ન માટે હો વ્યકિતને જ પરમિશન હતી. કોરોનાનો ખતરો વધતો જતો હતો. એવા સમયે શું કરવું એ નક્કી ન હતું.

 કોરોનાથી બચવું પણ કંઈ સહેલું ન હતું. એવામાં જાણે કર્મે લખ્યું કથીર એ કહેવત અનુસાર વિનિતના પિતાજીને કોરોના આવ્યો. લગ્નને એક અઠવાડિયાની જ વાર હતી. વર્ષા અને વિનિતે પંદર લોકોની હાજરીમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન પૂર્ણ થયા. બંનેનું બહાર ફરવા જવાનું સ્વપ્ન અધૂરું રહ્યું.

જો કે અત્યારે સૌના મનમાં એક જ સવાલ હતો. કે આ મહામારીમાંથી સૌને બચાવવા કેમ ? વર્ષા અને વિનિતે ગામ અને શહેરના દરેક લોકોને સમજાવ્યા કે ભીડથી દૂર રહેવું. માસ્ક પહેરવું. વેકસિનેશન કરાવવું. જરૂર સિવાય બહાર ન નીકળવું.

વર્ષ ૨૦૨૧ ની જીવન સફરમાં બંને એકબીજાને મળ્યા એ ખુશીની વાત હતી. કોરોના મહામારીનો આતંક એ દુ:ખજનક ઘટના કયારેય ભૂલી શકાશે નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational