જીવન સંગીની
જીવન સંગીની
પુનાના એક અતિ ધનાઢ્ય પરિવારના એકના એક દિકરાના આજે લગન હતા. માટે એમના માતા પિતા તેમજ ઘરના સર્વે ખુબજ ખુશ હતા. અતિ ઉત્સાહમાં દેખાઈ રહ્યા હતા. વરરાજાનાં રૂમમાં એમના મિત્રો ખુબજ ખુશ થઈ પ્રેમથી મિતેષને તૈયાર કરી રહ્યા હતા, મિતેષ તૈયાર થતા થતા પોતાની ભાવિ જીવન સંગીની જોડે ફોનમાં chatting અને વિડિયો પર વાતો કરી રહ્યો હતો.
મિતેષની ભાવિ જીવન સંગીની મિતાલી પણ બીજી બાજુ તૈયાર થઈ ફોટા પડાવી રહી હતી અને ઉમંગમાં જણાતી હતી. વિડિયોમાં બંને એક મેકને અતિ પ્રેમથી નિહાળી રહ્યા હતા, એવામાં મિતાલીની બહેન આવી પાછળથી કહે, 'એ મીઠું મીઠું શું કરે છે પોપટ છે શું જીજુ ?' કહી હસતા હસતા મિતાલી પાસેથી ફોન લઇ લે છે અને કહે છે, 'જીજુ થોડો ટાઈમ રહો હમણાં અહીજ આવવાનું છે ધીરજ રાખો હો !' કહી ફોન કાપીનાખે છે. અને નીચે મૂકી દે છે. મિતેષ અને મિતાલીનાં અતિ આનંદથી લગન નિર્વિઘ્ને પાર પડે છે, મિતાલી અને મિતેષ પુના સ્થિત મિતેષનાં રાજમહેલ જેવા ઘરમાં આવે છે, મિતેષનાં માતા પિતા અને ઘરના સર્વે એમનું ખુબજ ઉમળકા ભેર સ્વાગત કરે છે.
ખુબજ રાજી ખુશીથી મિતેષનાં પોતાની જીવન સંગિની જોડે જીવનનાં દિવસો વીતવા લાગે છે, પરંતુ એક દિવસનાં અણધાર્યા બનાવથી મિતેષની અને મિતાલીની જિંદગી બદલી જાય છે. સવારે નિત્યક્રમ મુજબ મિતેષ પોતાના ટેબલ પર બેસી મિતાલી અને ઘરના સભ્યો જોડે નાસ્તો કરવા બેઠો હોય છે, એવામાં એના ફેક્ટરીના માણસનો ફોન આવે છે મિતેષ સાહેબ જલ્દી આવો ફેક્ટરીમાં આગ લાગી છે. મિતેષ દોડતો જાય છે, પરંતુ આગ લાગવાથી ખાલી ફેક્ટરીજ નહિ મિતાલીની જિંદગી પણ બળી જાય છે, તો એવું શું થાય છે ચાલો આપણે જાણીએ.
જ્યારે મિતેષ ને ફોન આવે છે મિતેષ ખુબજ ઉતાવળ માં હોવા થી ડ્રાઇવર ની પણ રાહ જોયા વગર પૂરપાટ સ્પીડમાં ગાડી ચલાવી ફેક્ટરી પર જાય છે. અને રસ્તામાં એનો મોટો અકસ્માત થાય છે જેથી તે પૂર્ણ રીતે વ્હીલ ચેર પર આજીવન આવી જાય છે. જેને કારણે મિતાલી પાસે ખુબજ આગ સમાન બે સવાલ આવે છે આજીવિકા કઈ રીતે ચલાવી અને પતિને સંભાળવું પણ પડે. બીજી કોઈ પણ સ્ત્રી હોય તો પતિ જોડે છુટા છેડા લઈ જીવનની મજધરમાં મિતેષને એકલો મૂકી દે. પરંતુ મિતાલી એ ખરા અર્થમાં જીવન સંગિની છે સાબિત કર્યું અને મિતેષની સાર સાંભળ પણ રાખી અને મિતેષને બાજુમાં બેસાડી અને ખાખરા અને અથાણાં બનાવ્યા અને મિતેષને વ્હીલ ચેરમાં જોડે લઈ જાય અને ઘર ઘર જાય અને ખાખરા બનાવી અથાણાં વેચવાના ચાલુ કર્યા.
જોત જોતામાં મિતાલી મોટી ખાખરા અને અથાણાંની સંપૂર્ણ દેશમાં વેચાણ કરતી કંપનીની માલિક બની ગઈ અને પૈસા ભેગા થયા એમાંથી મિતેષને દેશ બાર લઈ જઈ અને ઓપરેશન કરાવી સાજો પણ કરી દીધો !આને કહેવાય જીવન સંગિની ! ખરાબ સમયમાં સાથ મૂકવાને બદલે અતિ મહેનત કરી તૂટેલા પતિને ઉભો કરી પોતાનો પતિ જે જગ્યા એ હતો, જગ્યા એ પહોચાડ્યો.
