Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

જીવન રંગ કવિતા સંગ

જીવન રંગ કવિતા સંગ

2 mins
3.0K


રોજ ની જેમ આજે પણ સવાર સવારમાં હું ન્યૂઝ પેપર વાંચવા સોફા પર બેઠો. હજુ પહેલું પાનું જ વાંચ્યું હતું ને મારા મોબાઇલ ની રીંગ વાગી......                    

જોયું તો મારા સાળા નો ફોન....       

આમ તો સવારે રોજ ફોન આવતો હતો...                      

 મેં ફોન ઉપાડ્યો," જય શ્રી કૃષ્ણ... કેમ છે? કેવું ચાલે છે?".  

" બસ, રોજ ની જેમ.. સવારે ધાબા પર થોડું ચાલ્યો..ફૂલ છોડ ને પાણી આપ્યું..ઘર માં આવી ને યોગાસન કર્યા. બસ ચા આવતી જ હશે." મારા સાળા બોલ્યા...  " મારી બહેન કવિતા શું કરે છે?. એને ફોન આપો ને."               

હવે હું બોલ્યો," આ કવિતા તો સવારે જ મારા થી રિસાઈ ગઈ છે."

" કેમ કેમ? શું થયું? "

 " સવારે મેં ચા માંગી તો કહે પહેલાં હુંફાળા પાણીથી કોગળા કરો.પછી હુંફાળું પાણી પીઓ...આખો દિવસ ખાંસી ખાવ છો. અને કફ પણ થયો છે..નવ વાગ્યા સીવાય ચા મલશે નહીં.".

 " તો ખોટું શું કહ્યું કમલ કુમાર. આ અત્યારે કોરોના વાયરસ ચાલે છે. થોડુ યોગાસન કરો .ધાબે ચાલો. મીઠા ના પાણી ના કોગળા કરો.અને જો જો ઠંડું પાણી ના પીતા. હુંફાળુ પાણી પીજો."

        હવે મને થયું આજે તો ચા ગઈ જ. ભાઈ બહેન શિખામણ ઉપર શિખામણ આપે છે.

 હું બોલ્યો," કવિતા ને આપું?"            

" હા "   એટલામાં ઘંટડીનો અવાજ આવ્યો.." આ તારા ભાઈ નો ફોન આવ્યો છે ".

    " એમને કહેજો પછી કરું છું". 

  ફોન હાથ માં લઇ હું મારા સાળા ને બોલ્યો ," હેલ્લો, કવિતા તો હમણાં ઘંટડી વગાડી ને લાલા ને જગાડે છે. લાલા ને લાડ કરશે પછી તમારી સાથે ફોન પર વાત કરશે.".           

 " ઓકે ..પણ ભૂલાય નહી હુંફાળું પાણી...યાદ રહેશે ને કે થોડી વાર માં ફોન કરૂં".                   

 "હા,હા, યાદ છે". ફોન કપાઈ ગયો..                  

 એટલામાં કવિતા ની પૂજા અર્ચના થઇ ગઈ..          

અને બોલી," હજુ હુંફાળા પાણી ના કોગળા નથી કર્યા!! આ તમારા સારા આરોગ્ય માટે છે. અને પછી હુંફાળું પાણી છે એ પીજો..તમારા માટે ગરમાગરમ દૂધ હળદર વાળું બનાવું છું..આ ન્યૂઝ પેપર મુકી દો..નવ વાગ્યા પહેલાં તો ચા મલશે જ નહીં...હળદર વાળું દૂધ પીવાથી તમને ફાયદો થશે.".    હા,હા, હું કોગળા કરવા જઉ છું."              

 વીલા મોઢે હું ઉઠ્યો.અને હુંફાળા પાણી ના કોગળા કરવા...તો જ....         

 ના જઉ તો નવ વાગ્યા ની ચા તો જાય જ સાથે સાથે બાર વાગ્યા ના જમવા માં પણ..... મોડું.......               

કવિતા નો રંગ બદલાય એ પહેલાં જ મીઠા ના પાણી ના કોગળા કરી ને ફ્રેશ થઈ આવું.


Rate this content
Log in

Similar gujarati story from Drama