જીવન મારું
જીવન મારું
જીવન મારું ધન્ય છે ધન્ય છે જીવનની રીતો
જીવનની આ સફર ધન્ય છે ધન્ય છે મનની વાતો,
ઓળખ મારી આશા છે એ જીવનની વાતો
હૈયું મારું નૃત્ય છે જીવનની શરૂઆતે,
પળવાર છે પંથે ને પંથનો છે માહોલ
ક્ષણ છે અમૂલ્ય એ છે એનો આનંદ,
હિંમત મારી હિતની ને હિત છે હરખેલું
મિત છે મારું મનોબળ ને મનની છે બધી વાતો,
જીવન છે પંખીડું પળવાર થઈને ઊડશે
જીવનને છે જંખીલું જીતને લઈને ખુશ થશે.

