Vanaliya Chetankumar

Inspirational Children

4.0  

Vanaliya Chetankumar

Inspirational Children

સાચા મિત્રનો સંગ

સાચા મિત્રનો સંગ

1 min
281


રમણલપુર નામના સુંદર ગામમાં રાહુલ અને સુમિત નામના બે મિત્રો રહેતા હતા. આ બન્ને મિત્રોના આમ તો પરિવાર અલગ હતા, છતાં તેમની દોસ્તી ગાઢ હતી.

મિત્રોની વાત કરીએ તો રાહુલ હોંશિયાર અને રમતવીર હતો, પરંતુ સુમિત આનાથી ઘણો અલગ હતો. તે ખૂબ જ શરમાળ અને અલગ પ્રકૃતિનો હતો. શરમાળ હોવાને કારણે તેના રાહુલ સિવાય કોઈ દોસ્ત પણ નહોતા અને શાળામાં પણ બધા તેની હાંસી અને મજાક ઉડાડતા હતા. રાહુલના બીજા મિત્રો અને શિક્ષક પોતે પણ તેને સુમિતની ભાઈબંધી છોડી દેવા માટે રાહુલને કહેતા.

પરંતુ રાહુલ હોંશિયાર સાથો સાથ બુદ્ધિવાન અને દિલદાર પણ હતો. તેને વિચારી લીધું હતું કે સુમિતની આ શરમાળપણાની કુટેવ છોડાવવી છે અને તેને હાંસીનું પાત્ર બનવાથી બચાવવો છે.

રાહુલને પ્રથમ તો આમાં કંઈ સફળતા ના મળી, પરંતુ તેને આ વિચારને છોડ્યો પણ નહિ. સુમિત સાથે જ્યારે તે હોય ત્યારે રમત દ્વારા અને શિક્ષણ દ્વારા કંઈક ને કંઈક નવું કરવાનો અને 'ચાલ આમ કરીએ, ચાલ આ શીખીએ, આમ કરીએ તો મજા આવશે.' આ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.

આમ ધીમે ધીમે સુમિત રાહુલની સુટેવો અને ક્રિયાઓ તરફ વળ્યો અને તેનું શરમાળપણું છૂટી ગયું. તેના કારણે તેના મિત્રો પણ વધવા લાગ્યા અને શાળાના શિક્ષકો પણ તેને રાહુલ ની હરોળમાં બેસાડવા લાગ્યા.

આમ એક મિત્રના સુંદર વિચાર અને પ્રયત્ન થી બીજા મિત્રના જીવનમાં સોનેરી સૂરજ ઊગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational