Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

એકતાનો આનંદ

એકતાનો આનંદ

2 mins
150


આનંદપુર નામનું એક સુંદર ગામ હતું. આ ગામના લોકો ગામના નામ મુજબ જ આનંદમાં એક બીજા સાથે હળીમળીને રહેતા હતા.અને એક બીજાના સુખ દુઃખના ભાગીદાર બનતા હતા. આ ગામમાં માનવતાનો મલ્હાર બારેમાસ વહેતો હતો અને નિર્મળતાની નદીઓ સંસ્કારના સાગરને મળતી એવું લાગતું અને પવિત્રતાના પાયા પર ઊભું હોય એવો અહેસાસ થતો હતો ગામ મોટું હતું. અને ગામમાં ધર્મો પણ અલગ અલગ હતા પરંતુ એવું લાગે જ નહિ કે આ ગામના લોકો અલગ અલગ હશે બધા એ રીતે રહેતા હતા કે એક સુંદર મજાનો પરિવાર જ છે.

બધા એક બીજા મનમાં માન અને કળાના કુટુંબમાં રહેતા હતા. આ ગામમાં કાઈ પણ પ્રશ્નો ઊભા થતા તો પણ ગામના લોકો જ હળીમળીને સમજીને સમાધાન કરતા હતા જીવનના દરેક સમયમાં આ ગામના લોકો એક બીજાનો આધાર બનીને રહેતા હતા આ ગામની ખ્યાતિ પણ દૂર દૂર સુધી હતી. અને ગામની ખ્યાતિ ને કારણે ગામનું નામ પણ ખૂબ જ પ્રખ્યાત હતું. "આનંદનું નામ છે આનંદપુર ગામ"

એક વખતની વાત છે કેટલાક લૂંટારાઓને આ ગામની ખ્યાતિ સંભલાણી અને કઈક પણ વિચાર્યા વગર આ ગામમાં આવી ચડ્યા અને એક હિન્દુધર્મના મંદિર ઉપર કબ્જો કરી બેઠા અને એમને કહેવરાવ્યું કે ગામના બધા લોકો પોતાના દાગીના અને પૈસા અમને આપી દો નહિતર આ મંદિરનું ધ્વશ કરી નાખશે ! હિન્દૂ ધર્મના લોકો ખૂબ જ ડરી ગયા અને તેમને થયું કે આપણું જે થવું હોય તે થાય પણ આપણાં મંદિર ને આંચ ના આવવી જોઈએ આપણું ભલે બધું લઇ જાય એવા વિચાર સાથે બધા હિન્દૂ લોકો પોતાની બધી ઘરવખરી આપવા તૈયાર થઇ ગયા આ વાત બીજા ધર્મના લોકો ને થઈ

 પણ તમે આગળ સાંભળ્યું એમ આ ગામ તો એકતાનો ઓટલો હતો હજુ પેલા હિન્દૂ ભાઈ તો બહાર નીકળે એ પહેલાં બીજા ધર્મના બીજા લોકો બહાર નીકળ્યા અને પેલા લૂંટારાઓથી છુપાઈ ને ધીમે ધીમે હિન્દૂ લોકો ના ઘરમાં ઘુસી ગયા પેલા તો આશ્વાસન આપ્યું અને અમે તમારી સાથે જ છીએ એવો મીઠો અહેસાસ કરાવ્યો લૂંટારાઓનો સામનો હિંમત થઈ કરવાનો છે આવી વાત કરી.તમારું ધર્મસ્થાન એ અમારું ધર્મસ્થાન છે. આવી ચર્ચા અને સમજ સાથે તે ગામના લોકો એક સાથે એકતાના ઓજારો સાથે બહાર આવ્યા પેલા તો લૂંટારાઓ ખુશ થયા બધા ને બહાર આવતા જોઈ ને એમને થયું કે એ સોના ચાંદી અને પૈસા આપવા માટે આવે છે પણ નજીક આવતા અને એક સાથે બધા ને આવતા જોઈને અને ગામ લોકોની આ મક્કમતા અને એકતા જોઈ અને એક સાથે બધા ને તેમની તરફ આવતા જોઈ ને પેલા લૂંટારાંઓ કાંપવા લાગ્યા અને ડર ને કારણે ભાગવા લાગ્યા આ બાજુ ગામના બધા લોકો એ સાહસ થી તેમને ઘેરી લીધાં અને પેલા તો ખૂબ માર માર્યો અને પછી પોલીસ ના હવાલે કર્યા !

આ હતી આનંદ પુર ગામની એકતાનું સુંદર ઉદાહરણ, આ ને જ કહેવાય એકતાનો આનંદ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational