Vanaliya Chetankumar

Inspirational Children

4.5  

Vanaliya Chetankumar

Inspirational Children

મોહનની બહાદુરી

મોહનની બહાદુરી

2 mins
429


રામપુર નામનું એક નાનું એવું ગામ હતું. આ ગામ નાનું હોવાને કારણે ઘર પણ ઓછા પ્રમાણમાં જ જોવા મળતાં, ગામમાં મોહન નામનો એક હોંશિયાર છોકરો તેના માતા પિતા સાથે રહેતો હતો. મોહન એક હોંશિયાર અને બહાદુર છોકરો હતો. તે દ્રઢ મનોબળવાળો અને બળવાન હતો.

એક દિવસની વાત છે. મોહનનું ગામની નજીક એક ખેતર હતું. શાળામાં રજા હોવાને કારણે તે તેની માતા સાથે તેના પિતાને ભાથું દેવા માટે જતા હતા. ખેતર પહોંચીને તેની માતાએ તેના પિતાને ભાણું પીરસ્યું અને મોહન ત્યાં ખેતરની આજુ બાજુ ફરતો હતો. ત્યાં તેને કઈક ચીસ સાંભળી, પણ મોહને તેના તરફ ધ્યાન ના આપ્યું, પણ વારંવાર ચીસના અવાજ સંભળાતાં તે કંઈ પણ વિચાર કર્યા વગર જે દિશા તરફ ચીસ સંભળાતી હતી તે તરફ દોડ્યો અને જોયું તો ખેતરની બાજુમાં એક પાણીનું વોકળું પસાર થતું હતું.

તેમાં એક બાળક જે પાણી ભરવા ગયો હતો અને લપસી જવાને કારણે પાણીમાં પડી ગયો હતો. તે બાળકને તરતા નહોતું આવડતું તેથી બચવા માટે બૂમો પાડતો હતો. તરતાં તો મોહનને પણ સરખું આવડતું નહોતું, છતાં પણ પેલા બાળકને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી અને હિંમતથી પેલા બાળકને કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. થોડીવાર થઈ ત્યાં પેલા બાળકના માતા પિતા તે બાળકને શોધતાં શોધતાં વોકળા પાસે આવી ચડ્યાં.

 આ બધા બનાવની જાણ થતાં પહેલાં તો તે ડરી ગયાં, પરંતુ મોહનની બહાદુરી અને પોતાના બાળકને જીવતો જોઈએ તેઓ ખુશ થયાં.

મોહનની આ બહાદુરીથી મોહનના માતા પિતા અને ગામના લોકો પણ ખુબ જ ખુશ થયા.

આ છે બહાદુરી અને તે પણ મોહનની બહાદુરી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational