Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

જીવન એવું જીવો કે લોકો તમને

જીવન એવું જીવો કે લોકો તમને

1 min
354


દરેક માણસ કંઈક ખાસ હોય છે. દરેકમાં કોઈને કોઈ ખૂબી હોય છે. એ ખૂબી પરથી તેની સફળતા અને નિષ્ફળતા નક્કી થાય છે. સફળતા બધાને પ્રિય હોય છે. પણ બધું આપણે સફળતા માટે નથી કરતાં ક્યારેક આપણાં મનની કે દિલની ખુશી માટે પણ કરીએ છે. સમય તો બધાં પાસે સરખો હોય છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણાં પર હોય છે.

રીયા અને જીયા બંને સહેલીઓ હતી. રીયા બસ મોજ મજા ઘરનાં કામ તેમાં જ ગુંથાયેલી રહેતી. જયારે જીયા જયારે પણ સમય મળે ત્યારે નવું નવું વિચારતી, સામાજીક કામો કરતી પોતાનાં વિચારોને વાચા આપતી. એટલે કહેવાનું એટલું જ કે સમય તો સરખો જ મળે છે પણ જરૂર છે ફકત તેને યોગ્ય જગ્યાએ વાપરવાનો. 

 જીવન એવું જીવો કે લોકો આપણને યાદ કરે ! તમે તમારા માટે કંઈક કરો કે તમારા સંતાનો વટથી કહે " મારી મા, મારા પિતા આવા હતાં.!" એક સંતે કહ્યું છે કે " જયારે તમે વૃદ્ધ થાવ ત્યારે તમારા સંતાનોને કહેવા માટે તમારી પાસે તમારી સારી કહાનીઓ હોવી જોઈએ."

 મનુષ્ય અવતાર બહું નસીબથી મળે છે. તો એ જીવનને મોજથી માણો, ઘરની જવાબદારી, ઘરનાં કામ તો બધાંને હોય છે પણ તેમાંથી પણ સમય કાઢીને ખુદ માટે જીવો, સમાજ માટે કંઈક કરો, કે લોકો તમને યાદ કરે. તમારો પરિવાર પણ તમારા માટે ગૌરવ લઈ શકે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational