Sujal Patel

Thriller Others

3  

Sujal Patel

Thriller Others

જીત

જીત

4 mins
38


મિ.ઈન્ડિયા પોતાનાં મિત્રોને બચાવવાં મોગેમ્બોના દરબારમાં આવ્યો હતો. મોગેમ્બોએ મિ.ઈન્ડિયાની ગાયબ થવાવાળી ઘડિયાળ મેળવવા માટે મિ.ઈન્ડિયાના મિત્રોને કેદ કરી લીધાં હતાં.

"ઘડિયાળ લઈને આવ્યો કે ખાલી હાથે જ આવ્યો??" મોગેમ્બોએ મિ.ઈન્ડિયાને જોઈને પૂછયું.

"આ રહી ઘડિયાળ....હવે મારાં મિત્રોને છોડી દે." મિ.ઈન્ડિયાએ ઘડિયાળ બતાવતાં કહ્યું.

"મોગેમ્બો ખુશ હુઆ.." મુગેમ્બો પોતાની આલિશાન ખુરશી પરથી ઊભો થઈને બોલ્યો.

ઘડિયાળ જોઈને મોગેમ્બોના ચહેરા પર ખુશી સમાતી ન હતી. મિ.ઈન્ડિયા તેને ઘડિયાળ આપવા માંગતો ન હતો. પણ તે મજબૂર હતો. ઘડિયાળ માટે તે તેનાં મિત્રોનો જીવ જોખમમાં મૂકી શકે એમ ન હતો.

મોગેમ્બો એ ઘડિયાળથી બધાં લોકોને પરેશાન કરવાનો હતો. એ એક પણ સારું કામ કરવાનો ન હતો. તે માત્ર પોતાનાં જ ફાયદા માટે ઘડિયાળનો ઉપયોગ કરવાનો હતો. એ વાત મિ.ઈન્ડિયા જાણતો હતો. પણ તેની પાસે ઘડિયાળ આપવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો.

"આની પાસેથી ઘડિયાળ લઈને મને આપો." મોગેમ્બોએ તેનાં સાથીઓને આદેશ આપ્યો.

"પહેલાં મારાં મિત્રોને છોડો. પછી જ હું ઘડિયાળ આપીશ." મિ.ઈન્ડિયાએ હાથ ઉંચો કરીને, મોગેમ્બોના ચમચાઓને રોકતાં કહ્યું.

મિ.ઈન્ડિયાની વાત સાંભળી મોગેમ્બોએ તેનાં સાથીઓને ઈશારો કર્યો. બે વ્યક્તિ જઈને મિ.ઈન્ડિયાના મિત્રોને લઈ આવ્યો. મિ.ઈન્ડિયાએ તેનાં મિત્રોને જોઈને તેની પાસે જવાં બે ડગલાં ભર્યા. એ સમયે જ મોગેમ્બોના સાથીદારો તેની આગળ આવીને ઊભાં રહી ગયાં, ને મિ.ઈન્ડિયાને રોકી લીધો.

"ધીરજ રાખ... પહેલાં ઘડિયાળ પછી મિત્રો..." મોગેમ્બોએ ખુદ ઘડિયાળ લેવાં માટે પોતાની ખુરશી નીચે રહેલાં પગથિયાં ઉતરતાં કહ્યું.

મોગેમ્બો મિ.ઈન્ડિયા પાસેથી ઘડિયાળ લે. એ પહેલાં આખાં હોલની લાઈટ જતી રહી. એ સમયે કોઈ મિ.ઈન્ડિયા પાસે આવ્યું, ને તેનાં હાથમાંથી અસલી ઘડિયાળ લઈને, નકલી ઘડિયાળ રાખી દીધી. થોડીવાર થતાં જ લાઈટ આવી ગઈ. મોગેમ્બોએ તરત જ મિ.ઈન્ડિયાના હાથમાંથી ઘડિયાળ છીનવી લીધી.

મોગેમ્બો ઘડિયાળ જોવામાં વ્યસ્ત થઈ ગયો. એ સમયે મિ.ઈન્ડિયા તેનાં મિત્રોને છોડાવીને મોગેમ્બોના દરબારની બહાર નીકળી ગયો. 

મોગેમ્બો ખુદને રાજા સમજતો. તેણે પોતાની ખુરશી પણ રાજાની ખુરશીની માફક બનાવી હતી. પોતાનાં બંગલાને કોઈ રાજાનાં મહેલની માફક જ વ્યુ આપ્યો હતો. મોગેમ્બોએ મિ.ઈન્ડિયાના મિત્રોની સાથે બીજાં પણ નાનાં બાળકોને કેદ કર્યા હતાં.

મિ.ઈન્ડિયા તેનાં મિત્રોને લઈને બહાર નીકળી ગયો. ત્યારે તેનાં મિત્ર કેલેન્ડરે તેને રોક્યો.

"અંદર બીજાં લોકો પણ કેદ છે. આપણે તેને પણ બચાવવાં જોઈએ." કેલેન્ડરે થોડાં ચિંતિત સ્વરે કહ્યું.

"પણ અરૂણે તો ઘડિયાળ મોગેમ્બોને આપી દીધી. હવે આપણે એ લોકોને કેવી રીતે બચાવીશુ??" સીમા હતાશ થઈને બોલી.

"મોગેમ્બો પાસે ખોટી ઘડિયાળ છે. સાચી ઘડિયાળ સુરક્ષિત જ છે. પણ મારી પાસે નથી." અરૂણે કહ્યું.

અરૂણ તેનાં મિત્રો સાથે વાતો કરતો હતો. એ સમયે જ ત્યાં સમિધા આવી. તેનાં હાથમાં ઘડિયાળ હતી. એ ઘડિયાળ લઈને મિ.ઈન્ડિયાની પાસે આવી.

"આ ઘડિયાળ મેં જ બદલી હતી. મારો મિત્ર અનિલ મોગેમ્બોની કેદમાં છે. મારે તેને છોડાવવો છે. તમે મારી મદદ કરશો??" સમિધાએ પૂછ્યું.

"હવે આ ઘડિયાળ મારી પાસે આવી ગઈ છે. એટલે હું તારાં મિત્ર અને બીજાં બધાંને પણ બચાવી લઈશ." મિ.ઈન્ડિયાએ સમિધાને કહ્યું.

અરૂણ સમિધાના હાથમાંથી ઘડિયાળ લઈને, તેને પહેરીને, મિ.ઈન્ડિયા બનીને, ફરી મોગેમ્બોના દરબારમાં ગયો. મોગેમ્બો ઘડિયાળ મળવાની ખુશીમાં પોતાનાં રૂમમાં બેઠો હતો. તેનાં ચમચાઓ પણ આમતેમ રખડતાં હતાં. 

મિ.ઈન્ડિયા બધાંને કેદ કર્યા હતાં. એ તરફ ગયો. ત્યાં મોગેમ્બોના બીજાં ચમચાઓ કેદ કરેલાં લોકો પર નિગરાની રાખી રહ્યાં હતાં.

મિ.ઈન્ડિયાએ મોગેમ્બોના એક ચમચાની કમરે રાખેલી ચાવી લઈ લીધી. એ ચાવી વડે લોકોને જ્યાં કેદ કર્યા હતાં. એ જેલની જાળી ખોલી નાંખી. જાળી ખુલતાં જ મોગેમ્બાના ચમચાઓ બધાંને રોકવા દોડ્યાં. પણ બધાં આમતેમ ભાગવા લાગ્યાં. મિ.ઈન્ડિયા અદ્રશ્ય થઈ ગયો હતો. એટલે તે બધાં પહેરેદારોને મારવાં લાગ્યો. કોઈ તેને જોઈ શકતું ન હતું. એનાં લીધે એ બધાં તેમને કોણ મારે છે. એ શોધવાં આમતેમ ફાંફાં મારવાં લાગ્યાં.

મિ.ઈન્ડિયા બધાંને છોડાવીને બહારની તરફ ભાગ્યો. મોગેમ્બોના ચમચાઓ તેની પાછળ દોડતાં હતાં. પણ કોઈ તેમનાં હાથમાં નાં આવ્યું.

મોગેમ્બોનો એક ચમચો મોગેમ્બોને બધી વાતની જાણકારી આપવા તેનાં રૂમમાં ગયો.

"આપણી કેદમાં રહેલાં બધાં છોકરાઓને ભાગી ગયાં. મિ.ઈન્ડિયા તેને ભગાડી ગયો." મોગેમ્બોના ચમચાએ હાંફળા ફાંફળા અવાજે કહ્યું.

"શું બકવાસ કરે છે!? ઘડિયાળ મારી પાસે છે. તો મિ.ઈન્ડિયા કેવી રીતે બધાંને ભગાવી જાય??" મોગેમ્બો ગુસ્સે થઈને બોલ્યો.

મોગેમ્બોના ગુસ્સે થવાથી તેનો ચમચો આગળ કાંઈ બોલી નાં શક્યો. મોગેમ્બોએ પોતાનાં હાથમાં રહેલી ઘડિયાળ કાંડે બાંધી, અને તેમાં રહેલું બટન દબાવ્યું. પણ મોગેમ્બો ગાયબ નાં થયો.

"એ મને ઉલ્લું બનાવી ગયો. હું તેને છોડીશ નહીં." મોગેમ્બો ગુસ્સામાં બરાડી ઉઠ્યો.

એક તરફ મોગેમ્બોનો ગુસ્સો સાતમાં આસમાને હતો. તો બીજી તરફ મિ.ઈન્ડિયા તેનાં મિત્રો સાથે મોગેમ્બોને હેરાન કર્યાની ખુશી મનાવતો હતો.

સમિધા પણ તેનાં મિત્ર રાજુ સાથે ખુશ હતી. તેણે અંત સમયે ચાલાકીથી ઘડિયાળ બદલી હતી. એ ચાલાકીના લીધે મોગેમ્બોની હાર, ને મિ.ઈન્ડિયાની જીત થઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller