Meghal Ben

Inspirational

4.3  

Meghal Ben

Inspirational

જીત

જીત

2 mins
251


૨૦૨૦નું કારમું વર્ષ માંડ પુરૂ થયું હતું. ૨૦૨૧ની શુભ શરૂઆત થઈ ચૂકી હતી. કોરોનાનો કહેર પણ થોડો ઓછો થયો હોવાથી ફરીથી જનજીવન થાળે પડી રહ્યું હતું. પરંતુ કુદરતને કદાચ હજુ માનવીની પરીક્ષા લેવી હતી.

૨૦૨૧ના ત્રણેક મહિના પસાર થયાં ત્યાં તો કોરોનાની બીજી જીવલેણ લહેર આવી. આ લહેર દરમિયાન જ સરકારી હોસ્પિટલમાં પાંચ વર્ષથી તબીબ તરીકેની ફરજ બજાવતી, અને છેલ્લાં એક વર્ષથી તો રાત દિવસ ભૂલી કોરોનાનાં દર્દીની સારવાર કરતી ડોક્ટર કાવ્યા પણ કોરોનાની અસર તળે આવી ગઈ. કાવ્યા પોતે જ ડોક્ટર હોવાથી તેને સહેજ પોતાની તબિયતમાં જે લક્ષણો દેખાયા તે પરથી તેને ખ્યાલ આવી ગયો કે પોતે કોરોના પોઝિટિવ છે‌. બિમારી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જે તે પહેલાં જ તે કવોરન્ટાઈન થઈ પોતાની સારવાર કરાવવા લાગી. એક વર્ષથી અવિરત દોડતી જિંદગી અચાનક થંભી ગઈ. પહેલાં બે દિવસ તો તેને આ આરામ બહુ ગમ્યો. પરંતુ ત્રીજા દિવસથી તો તેને કંટાળો આવવા લાગ્યો. ના કોઈ તેની પાસે આવીને વાતચીત કરે કે ના તો પોતે કોઈ પાસે જઈ શકે.

હવે શું કરવું ? મોબાઈલ ફોનમાં પણ કંઈ જોવાનો કંટાળો આવતો તેને. આખરે કાવ્યાએ કોલેજકાળમાં પોતાનાંમાં રહેલો કવિતા લખવાનો શોખ ફરી જાગૃત કર્યો. કવોરન્ટાઈન સમય દરમિયાન તેણે ઘણી કવિતાઓ લખી. વીસેક દિવસ પછી તે ફરી તેનાં તબીબી વ્યવસાયમાં જોડાઈ ગઈ. અચાનક એક દિવસ તેણે ફોનમાં કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોયું કે ઓપન ગુજરાત કાવ્ય સ્પર્ધા થઈ રહી છે અને તેમાં કોઈ પણ ભાગ લઈ શકશે. આ વાંચતાં જ કાવ્યાએ આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. કવોરેન્ટાઈન દરમિયાન તેણે લખેલી કવિતામાંથી એક કવિતા સ્પર્ધામાં મોકલી આપી.

૨૪ ડિસેમ્બર કાવ્યાને એક પત્ર મળ્યો. તેમાં માહિતી હતી કે તેણે સ્પર્ધામાં મોકલેલ કવિતા અસંખ્ય કવિઓની આવેલી કવિતામાંથી પ્રથમ સ્થાને પસંદ કરવામાં આવી છે‌. કાવ્યા માટે ૨૦૨૧નો એ દિવસ હંમેશા માટે એની સોનેરી યાદો સાથે સંકળાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational