Mrugtrushna Tarang

Comedy Romance Fantasy

4  

Mrugtrushna Tarang

Comedy Romance Fantasy

જેઠાલાલ કી નિયત

જેઠાલાલ કી નિયત

5 mins
94


   "બબીતા, મેરી બાત માનો, ઔર અપની માઁ કે ઘર ચલી જાઓ. ઈસ કૉરોના કે ચલતે લોકડાઉનમેં કૈસે મેનેજ કરોગી?"

 "ઐયર ! તુમ ક્યું સમજ નહીં રહે હો ! અગર લોકડાઉન યહાં હૈ તો વહાં ભી તો હોગા. ઔર ફિર ઉનકો તકલીફ દે કર 14 દિન કોરોન્ટાઇન કૈસે રહું? કહાં રહુંગી?"

બબીતા અને ઐયર વચ્ચે કૉરોનાનાં અનલોક ટાઈમમાં બબીતાનાં એકલી મુંબઈ ન રહેવા બાબતે ચડસાચડસી થઈ રહી હતી. અને બંને પોતપોતાની જગ્યાએ બરાબર જ કહી રહ્યા હતાં.

આફ્ટર ઓલ, બંને બબીતા બાબતે ફિકરમંદ હતાં. પણ, સમસ્યા ઉકેલાવાને બદલે ઉલ્ઝન વધી રહી હતી. ત્યાં ઇન્ટરનેશનલ વીડિયો કૉલ કટ થઈ ગયો.

રાતે સલીમની દુકાને સોડા પીવા ગયેલા ગોકુલધામ સોસાયટીનાં રહેવાસીઓ પણ સોશ્યલ ડિસ્ટનસિંગ રાખતાં સોસાયટીની સેફટી તેમજ સિક્યોરિટી બાબતે ચર્ચા જ કરી રહ્યા હતાં.

ત્યાં,  ઐયરની ફરી ફરી કોશિશો બાદ પણ કૉલ ફરીથી જોડાયો નહીં એટલે એણે સોઢીને કૉલ કરી બબીતા સાથે વાત કરાવવા રિકવેસ્ટ કરી.

સ્પીકર પર ફોન હોવાથી સોઢી સાથે બાકીનાઓએ પણ બબીતાજી બાબતે ફિકરમંદ ઐયરનાં બબીતા માટેનાં ખરા પ્રેમની ય ચર્ચાઓ થવા લાગી.

જેઠાલાલ ઐયરનાં વખાણ સાંખી ન શક્યો અને રાબેતા મુજબ સોડા ઝટપટ પતાવી ઘર તરફ ઉતાવળે પગલે ચાલવા લાગ્યો.

જેઠાલાલને આમ વહેલો જતા જોઈ તારક મહેતાને નવાઈ સાથે ચિંતા થવા લાગી કે ઉત્સાહમાં આવી જેઠાલાલ ક્યાંક કોઈ અજુગતું પગલું ન ભરી બેસે અને પછી ઉલેચવા હંમેશ મુજબ મારે જ જવાનું થશે... આવા અનેકો વિચારોની કબડ્ડી ટિમ એમનાં મગજમાં 'હુતૂતૂ' રમવા લાગી.

"ચલો ભાઈ, અબ હમ ભી ચલતે હૈં. કલ સવેરે સવેરે એડિટર્સ કી મિટિંગ ભી તો અટેન્ડ કરની હૈ." - હાથ હલાવી આવજો દર્શાવી તારક મહેતા ભીડમાંથી દૂર જઈ બને એટલી વહેલી તકે જેઠાલાલને આંબી ગયાં.

"ખુરાફતી દિમાગમાં કઈ નવી યોજના કુકડેકુ કરી રહી છે જેઠાલાલ !"

અચંભિત કરવાનો મોકો ન ચૂકવતાં તારક મહેતાએ જેઠાલાલને આટલી રાતે બબીતાજીનાં ઘરે જતાં રોકી લીધા.

"શું તમે પણ તારક સાહેબ ! આટલો જ વિશ્વાસ રહી ગયો તમારો આપણી દોસ્તી પર અને મારી મોહબ્બત પર ! !"

"મોહબ્બત પર તો દોસ્તી કરતાં વધારે વિશ્વાસ ખરો ને, એટલે જ જાણવા ઉત્સુક છું, કે, કયો નવો આઈડિયા બબીતાજી માટે તમારા મનમાં હુપાહુપ કરી રહ્યો છે, એ કહેવાની મહેરબાની કરશો જેઠાલાલ જી ! !"

તારક મહેતા અને જેઠાલાલ વચ્ચેની યારી દોસ્તી સ્કૂલ ટાઈમની નહોતી. તેમ છતાં, જેઠાલાલનું હૃદય બબીતાજી માટે વરસાદી દેડકાની જેમ ફૂદકયાં કરતું એ ગોકુલધામ સોસાયટીમાં રહેતા લગભગ બધા જ સદસ્યોને થોડે ઘણે અંશે જાણ હોવા બાદ પણ એમનાં મામલામાં ટાંગ અડાવવાનું દુ:સાહસ કોઈ ખેડતું નહીં. તેમ, સહુ એ પણ જાણતા હતા કે, જેઠાલાલની પહેલી તેમજ આખરી લાઈફલાઈન તારક મહેતા સાહેબ જ હતાં.

"કંઈ નહીં, તમને પૂછવાનું શેષ જ રાખ્યું હતું કે, તમે અને અંજલિ ભાભી આટલા મોટા ઘરમાં એકલા જ રહો છો અને તમને કંપની દેવા માટે મારે વારેઘડિયે આવવાનું થતું હોય છે તો..."

"તો....."

"તો, તમે અને અંજલિ ભાભી જો બબીતાજીને તમારાં ઘરમાં ગેસ્ટ તરીકે રાખો તો મારી ફિકર નસ્તેનાબુદ થઈ જાય અને મને..."

"હં, હં, તમને.... શું... બોલો બોલો, આગળ બોલો..."

"અને, મને, તમારે ત્યાં વારેઘડિયે આવવામાં કોઈ ખતરો ન ઊભો રહે. ને હું બેઝિઝક આવ-જા કરી શકું. તેમજ,..."

"તેમજ.... હજુ શું રંધાઈ રહ્યું છે ખાલી દિમાગમાં જેઠાલાલ ! !"

"તેમજ, બબીતાજીને દિવાળી ગિફ્ટ આપવાથી લઈને એમને શું શું ગમે છે એ તમે અને અંજલિ ભાભી વાતો વાતોમાં જાણી જ લેશો, નૈં ! -

- તો, મારું કામ આસાન થઈ જશે ને હું, બબીતાજીનાં દિલમાં મારા માટે કોમળ કોમળ કૂંપણ ફોડવામાં મદદરૂપ થઈ શકીશ. એટલે કે,... સમજી ગયા ને તમે મહેતા સાહેબ !"

"જેઠાલાલ, બહુ રાત વીતી ગઈ છે. હવે આપણે છૂટા પડવું રહ્યું. કાલે વાત કરીશું, હોં. ચલો, ગુડ નાઈટ. આવજો." મહેતા સાહેબ જેઠાલાલને એમનાં ઘર સુધી પહોંચાડી રોજિંદી આદત મુજબ હેન્ડ શેક કરવાને બદલે કૉરોનાનાં સોશ્યલ ડિસ્ટનસિંગ રુલ્સ ફોલો કરતાં માત્ર હાથ હલાવી પોતાનાં ઘરે જતાં રહ્યાં.

જેઠાલાલ પણ ઘર આંગણે આવ્યા બાદ પણ બબીતાજીને મળવા ઉતાવળો થઈ રહ્યો હતો.

અને એટલે જ મહેતા સાહેબનાં ઘરની લાઈટો બંધ થયેલી જોઈ એટલે પોતાનાં ટેરેસ ફ્લેટનાં પગથિયાં ઉતરી બબીતાજીનાં વિંગમાં જવા જેવો પગ ઉપાડ્યો કે ભીડે એન્ડ ગેંગને ગોકુલધામ સોસાયટીમાં ભીતર ઘૂસતા જોયાં.

આ ભીડે પાછો ફિલોસોફી ઝાડવા બેસી જશે ને સોઢી તો છેકેછેક બબીતાજીનાં ઘર સુધી તો શું એમનાં ડ્રોઈંગરૂમ સુધીની કંપની આપવા તત્પર થઈ ઉઠશે.... ચાલ ભાઈ જેઠા... ઘરે જઈ ગપચુપ ઊંઘી જા.. ક્યાંક દયાને ખબર પડી તો સવાલોની લુમ ફોડવાનું ચાલુ કરશે તો આવતી દિવાળી સુધીમાં ય ખતમ નહીં થાય... મનમાં ને મનમાં બબડતો જેઠાલાલ પોતાનાં ઘરમાં ઘુસી જ ગયો.

ડિમ લાઈટનાં પ્રકાશમાં, કર્ટનની આડમાં ઊભાં ઊભાં મહેતા સાહેબે હાશકારો અનુભવ્યો.

- સારું જ થયું કે, આ ગોકુલધામ વાસીઓને સલીમે જલ્દીથી ઘેર ભેગા કરી દીધાં... આ પ્લોટ પર કોમેડી એપિસોડ લખવા જેવો છે.. . વાહ તારક, શું આઈડિયા અજમાવી ને તેં ! સાપ પણ બેહોશ થઈ ગયો ને લાઠી પણ ન તૂટી... વાહ, વાહ... સલીમને કાલે સવારે થેંક્યું કહેવાનું થશે. મારી વાત માની સહુને વહેલાસર ઘર ભેગા કરી દીધાં એ માટે સલીમને પણ થેંક્યું સાથે કોઈ ગિફ્ટ આપવી રહી...

- મનમાં જ બબડી રહેલા તારકને આમ અડધી રાતે પરદા પાછળ છુપાતાં જોઈ અંજલિને ય શંકા ગઈ. કંઈ પૂછવા જાય તે પહેલાં તો તારક બેડરૂમ તરફ વળ્યો, અને કિચનમાં પાણી પીવા ગયેલ અંજલિ પણ વગર બોલ્યે ચૂપચાપ ઊંઘવા જતી રહી.

પરોઢ થતાં પહેલાં જ જેઠાલાલ મોર્નિંગ વોકનાં બહાને બબીતાજીનાં ઘર તરફ રાતનાં આવેલા ખુરાફતી વિચારોને અમલમાં મૂકવા જઈ જ રહ્યો હોય છે ત્યાં તો કોમલ ભાભીને બબીતાજી સાથે નીચે આવી પોતાનાં ક્લિનિક તરફ લઈ જતાં જોઈ 'ક્યાં છુપાઉં ને ક્યાં ગાયબ થઈ જાઉં' જેવી કફોડી હાલત થઈ ગઈ.

મહેતા સાહેબ હમણાં પણ ડ્રોઈંગરૂમની બારીમાં પરદા પાછળથી કમર લચકાવતાં ઝીણી ઝીણી ચપટી વગાડતાં ગણગણી રહ્યાં...!

બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના..!

 ઐસે મુસાફિર કો મુશ્કિલ હૈ સમજાના...

 દોસ્તી નિભાના ઔર ઈજ્જત બચાના..

 મહેતા તુમ્હેં બહોત ખૂબ હૈ યે હુન્નર આના.. !

 જેઠાલાલ 'મનમાં જ પરણ્યા ને મનમાં જ રાંડ્યા' જેવો ભાવ અનુભવી માથું ફૂટતા ઘર ભણી દોટ મૂકી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy