mariyam dhupli

Inspirational

4  

mariyam dhupli

Inspirational

જડ ચેતન

જડ ચેતન

2 mins
314


મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરતા એક પછી એક માહિતી ઉપર મારી નજર ફરી રહી હતી. 

"પચ્ચીસ વર્ષની યુવતી આગમાં દાઝીને ભડતુ..."

શીર્ષક વાંચી ટેબલ ઉપરની પ્લેટમાંથી મેં જલેબીનો એક ટુકડો મોઢામાં નાખ્યો. 


'હમમમ.....ખુબજ સ્વાદિષ્ટ.... ' મારું મન પ્રસન્ન થઇ ઉઠ્યું. ગરમ જલેબીમાંથી હજી એક મોટો ટુકડો તોડી મેં મોઢામાં ઉતાર્યો.  એના શીરાની ચાસણીમાં મારું મન ઓતપ્રોત થઇ ઉઠ્યું અને ચહેરા ઉપર એક મીઠું હાસ્ય ઉભરાઈ આવ્યું. મનોમન મીઠાઈની દુકાનની પ્રશંસાના ફૂલ બાંધ્યા. 

'શું સ્વાદ છે યાર....' મોઢામાં મુકેલા મોટા ટુકડાનો મીઠો રસ ગળામાં ઉતરી રહ્યો હતો એજ સમયે લિંક દબાવી મેં સમાચાર આગળ વાંચ્યા. દાઝેલી યુવતીની કેટલીક જૂની  તસવીરો ઉપર ઝડપથી નજર ફેરવી. નીચે આપેલી માહિતી આંગળી વડે ઉપરની દિશામાં સ્ક્રોલ કરી. 

'આખું શરીર બળી ગયું. શરીરની ચામડી પીગળી ગઈ. યુવતીની દયનિય પરિસ્થિતિ. '

સમાચારમાંથી મારી નજર જલેબી સુધી લુચ્ચો માર્ગ બનાવી રહી. મારી જીભ એના રસમાં લપલપ થવા અધીરી થઇ ઉઠી. મેં હજી એક મોટો ટુકડો મોઢામાં સરકાવ્યો અને એના સ્વાદમાં ડૂબકી લગાવી રહેલું મન ચહેકી ઉઠ્યું.

"હમ્મ....વાહ......" 

સ્ટવ ઉપરથી આવી રહેલી ઈલાયચી વાળીચાની સુગંધ જોડે મેં મોબાઈલ ટેબલ ઉપર મૂકી દીધો. મારો કપ પ્લેટફોર્મની મધ્યમાં ગોઠવ્યો. સાણસી વડે ગરમ તપેલી પકડી અને ચાની ધાર ગરણીમાંથી માર્ગ કાઢતી કપમાં પોતાનું સ્થાન બનાવા લાગી. 

અચાનક હાથનું સંતોલન ગુમાવ્યું. ચાની ધારનો પ્રવાહ મારા હાથ તરફ વળ્યો અને હાથમાંથી બધુજ છૂટી ગયું.  મારી કારમી ચીસ ઘરના એકાંત ખૂણાઓમાં ગુંજી ઉઠી. હું મેડિકલ બોક્સ તરફ ભાગી. બરનોલ હાથમાં લઇ હું મારા હાથને નિહાળી રહી. મારી ચામડીના જે નાનકડા હિસ્સા ઉપર ગરમ ચા સ્પર્શી હતી એ ભાગ લાલ થઇ ગયો હતો. એની આસપાસ નાનકડી ફોલ્લીઓ બળતરા જોડે ઉપસી આવી હતી. દર્દ અસહ્ય બનતા મારી આંખોમાંથી અશ્રુઓનો ધોધ નીકળી રહ્યો હતો અને એ ધોધ વચ્ચેથી પોતાનો માર્ગ શોધતી પેલી અજાણી યુવતીની બળતરા અને પીડા મારા હૃદયના બારણે ટકોરા પાડી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational