Jagruti Pandya

Comedy Children

4.0  

Jagruti Pandya

Comedy Children

જૈનીલ અને વેણુ દીદી

જૈનીલ અને વેણુ દીદી

2 mins
186


"વેણુ દીદી,એક વાત કહું ? છે ને ! અમે લાયન જોવા ગયા હતા. રાતે લાયનજોયો. બહું જ ઠંડી હતી. હું, મમ્મી એને પાપા ગયા હતા. અને મોટી મમ્મી! પપ્પા એ તમને લાયનના ફોટા અને વીડિયો મોકલ્યા' તા ? મેં પપ્પા ને કહ્યું હતું, કે મોટી મમ્મીને ફોટા મોકલો. અને જો વેણુ દીદી ! અમે છે ને, મોટી ગાડીમાં ગયા હતાં. ત્યાં છે ને, રોનક કાકાની સ્વરા પણ આવી હતી. તે બહું નાની હતી. આખો દિવસ રમ રમ કરતી હતી." 

એકધારું બોલ્યા પછી થાક્યો જ નહીં. જૈનીલને બોલતો અટકાવી વેણુ એ તેને જમવાનુ પૂછ્યું. જૈનીલે ત્રણ વખત જમ્યો છું તેમ જણાવી, તેની પ્રવાસની વાતો આગળ વધારી. સતત એક કલાકથી બોલતો હતો. લાયન જોઈને ખૂબ જ ખૂશ હતો.

થોડીવાર પછી તેની મમ્મીનો કૉલ આવ્યો. જેનીલે મમ્મીને વાત પૂરી કરી આવુ છું, તેમ જણાવી તેની આગળની વાત શરુ કરી દીધી. સતત એકધારું બોલતાં, અમને એમ થયુ કે પાણી આપીએ. પણ તેને પાણી પણ નોતું પીવું. તો અમને એમ થયું કે, ખૂબ બોલી બોલીને થાકી જશે ગયો છે, માટે લાવો થોડી પ્રશ્નોત્તરી કરીએ. તો તેને રાહત રહે.

'ક્યારે પાછા આવ્યા ?'

'ત્યાં શું જમ્યા ?'

'તું સ્વરા સાથે રમતો હતો ? કે તેને મારતો હતો ?'

'અમને યાદ કરતો હતો ?'

'અમારા માટે શું લાવ્યો ?'

'ઠંડી લાગતી હતી ?'

'લાયનને જોઇને ડર લાગતો હતો ?'

'લાયન કેવો હતો ?'

'લાયનશું કરતો હતો ?'

'લાયનને તે શું ખાવાનું આપ્યું ?'

'અમને કેમ ના લઈ ગયો ?

આ પ્રશ્ન પૂછતાંજ જૈનીલે કહ્યું, "દીદી તમારે રજા નહોતી માટે. દીદી ! તમારે રજાના દિવસે હું તમને સફારી ગાડીમાં બેસાડીને લઇ જઇશ.

વાતને આગળ વધારતા વેણુએ પૂછયુ, 'હવે તો હું બેંગલોર જઈશ ! પછી ક્યારે ?' 

તરત જ જૈનીલ બોલી ઉઠ્યો : "હવે ફરી કોરોના વાઇરસ આવશે ત્યારે તમે આવશો ને ? ત્યારે તમને લઇ જઇશ. ચોક્કસ."  

અને સૌ ખડ ખડખડાટ હસી પડ્યા. સાથે જૈનીલ પણ !

આપણે હમેશા બાળક કાલે શું બનશે ? તેની ચિતા કરીએ છીએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે તે આજ કંઇક છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy