Priti Shah

Inspirational

3  

Priti Shah

Inspirational

જાત સાથે મુલાકાત

જાત સાથે મુલાકાત

2 mins
11.3K


"તન્મય, તું ક્યાં સુધી આમ તારી જાતમાં જ તન્મય રહીશ."

"કોણ ? એ કોણ બોલ્યું,"

"એ હું અરીસો.. જેને તું રાજાની હવેલીમાંથી ચોરીને લાવ્યો છે ને..એ.."

"હેં.. તે રાજાનો અરીસો બોલે એમ ?"

"રાજાનો અરીસો જ નહિ બધા જ અરીસા સચ્ચાઈ બતાવે. અરીસો કદી જૂઠું ના બોલે."

"એમ ? આ તો ખરું હોં..મને તો ખબર જ નહોતી. અમે રહ્યાં ગરીબ માણસ. મારા ઝૂંપડામાં તો અરીસો જ નથી તેથી મને એની ક્યાંથી ખબર હોય. ક્યારેક વાળંદને ત્યાં જઉં તો અરીસામાં જોઉં. આમ તો, મને અરીસામાં મારો ચહેરો જોવો બહુ ગમે હોં.. એટલે જ તો તે દિવસે રાજાનાં મહેલમાં ચોરી કરતાં સુંદર અરીસા પર નજર પડી ને મેં એને ચોરી લીધો. પણ, હવે તું મારા માથાનો દુ:ખાવો થઈ ગયો છે."

"શું ? હું તારા માથાનો દુ:ખાવો બની ગયો છું ?"

"હા, તારી પર લાગેલા આ હીરાને કારણે તું મારા માથાનો દુ:ખાવો બની ગયો છે ? 

"હવે તો, રાજા મને ગમે તેમ કરીને શોધી કાઢશે."

"હા, તે મને શું ખબર કે તારી આ સુંદરતા હીરાને કારણે છે."

"હું રાજાને સારી રીતે ઓળખું છું, એ મને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી નાંખશે."

"અરે ! કંઈ એવું તો નથી ને કે રાજાએ મને શોધી આપનાર માટે કોઈ મોટું ઈનામ રાખ્યું હોય. એવું હોય ને તો તું મને રાજાને આપી આવ અને ઈનામ લઈ આવ. ઈનામ ભલે મારા કરતાં ઓછી કિંમતનું હોય, પણ તું સજામાંથી તો બચી જ જઈશ."

"હું શું વિચારીને તને લાવ્યો હતો અને આ શું થઈ ગયું. હવે તો મન થાય છે કે તને એક પથ્થર મારીને ફોડી નાંખુ ને બધાં હીરાને ક્યાંક છૂપાવી દઉં. પછી લાગ જોઈને એને વેચીને આખી જિંદગી એશથી જીવું."

"હું જ્યારથી આવ્યો છું, ત્યારથી તને જોઈ રહ્યો છું. તું નથી કોઈની સાથે બોલતો, નથી ખાસ ક્યાંય બહાર જતો. બસ, મને જોઈને જ બેસી રહે છે. એટલે કે તું તારી જાતને જોઈને બેસી રહે છે. તું પહેલેથી જ આવો હોય એમ લાગતું નથી. મને તો ઘણીવાર થાય છે કે તું મને કે તારી જાતને નહિ પણ મારા પર લાગેલા આ હીરાને જોઈ રહે છે."

"તારામાં મારી જાતને જ જોતો હતો. પણ હવે લાગે છે એ બધું ભૂલીને મારે કંઈક કરવું જ પડશે."

એટલું બોલીને, બાજુમાં પડેલો પથ્થર મારી સામે ઉગામ્યો ને તેનો હાથ હવામાં સ્થિર થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational