ansh khimatvi

Children Drama

1.7  

ansh khimatvi

Children Drama

જાદૂઈ પેન્સિલ

જાદૂઈ પેન્સિલ

2 mins
3.1K


હેપ્પીની આંખો મળીને સ્વપ્ન જાગ્યું. સ્વપ્નમાં એક સુંદર પરી આવી. પરીને જોઈને હેપ્પી ખુશ ખુશ થઈ ગઈ. ને બોલી "પરીદીદી પરીદીદી આપનું નામ શું છે?" "પરી બોલી, મારુ નામ મનપસંદ પરી." પરી ખૂબ પ્રસન્ન ચિતે બોલી ,"બેટા, બોલ તારે શું જોઈએ છે? તું જે માંગીશ એ હું આપીશ. હેપ્પી બોલી,પરી દી મારે તો કઈ નથી જોઈતું મારી જોડે તો બધુંય છે. છતાં પરીએ ખુશ થઈને એક જાદુઈ પેન્સિલ ભેટ આપી.

"બેટા, આ પેન્સિલ જાદુઈ પેન્સિલ છે તું જે માંગીશ એ તને આપશે. પણ હા આ પેન્સિલનો ઉપયોગ હંમેશા સદકાર્ય માટે જ કરવો, નહીં તો પેન્સિલ અલોપ થઈ જશે." હેપ્પી એ શાંતિ પૂર્વક પરીની વાતો સાંભળી અને કહ્યું "જી પરી દીદી...."

એક દિવસ શાળામાં હડકાયું કૂતરું આવી ગયેલું. બધા બાળકો ડરી ગયેલા. એ કૂતરું ત્યાંથી હટવાનું નામ જ લેતું ન હતું અને શાળા છૂટવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. બધાએ ઘણા પ્રયત્ન કર્યા પણ એ કૂતરું ત્યાંથી ગયું નહિ. ત્યારે હેપ્પીને પોતાની જાદુઈ પેન્સિલ યાદ આવી ને બેગમાંથી કાઢી. પરીએ કહેલી વાત યાદ આવી કે તારે જે જોઈએ એ આ પેન્સિલ જોડે માગજે એટલે એ હાજર થઈ જશે. હેપ્પીએ એક જાદુઈ ધોકો માંગ્યો ને ધોકો હાજર! ધોકો હાજર થઈને બોલ્યો ,"હુકમ કરો! હેપ્પી બોલી પેલા કૂતરાને અહીંથી ભગાડો."

જાદુઈ ધોકો એ કૂતરા પર ફરી વળ્યો ને છેક જંગલ સુધી કૂતરાને તગેડી આવ્યો. અને પછી એ હેપ્પી જોડે આવી અલોપ થઈ ગયો. બધા છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા. અને સૌ પોતપોતાના ઘેર ગયા. એવા તો અનેક કાર્યો આ જાદુઈ પેન્સિલથી કર્યા. એક દિવસ હેપ્પીને એક વૃદ્ધ કાકાની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. એને પેન્સિલ જોડે ખંજવાળ આવે એવો પાવડર માંગ્યો. એટલે થોડીવારમાં જ પાવડર હાજર થઈ બોલ્યો,"જી હુકમ કરો,હેપ્પી બોલી પેલા કાકા પર ફરી વળ!

પાવડર તો કાકા પર જઈને ખંખેરાયો. ને થોડી વારમાં જ કાકા ને આખા શરીરે ખંજવાળ ઉપડી. કાકા તો હેરાન પરેશાન થઈ ગયા. આ બાજુ હેપ્પી અને એના મિત્રો મજા લેતા હતા.

બસ એવાકમાં જ એના હાથમાં રહેલી જાદુઈ પેન્સિલ ગાયબ થઈ ગઈ. હેપ્પી તો આંખો ફાડીને જોતી જ રહી ગઈ. પછી એને મનપસંદ પરીએ કહેલી એ વાતો યાદ આવી. એને મનોમન કાકાની માફી માંગી પણ પેન્સિલ ગાયબ થયાનો એને ખુબ વસવસો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children